(Source: ECI/ABP News/ABP Majha)
Gandhinagar: આજે 'કમલમ'માં બીજેપીની ગ્રાન્ડ 'વેલકમ પાર્ટી', અન્ય પક્ષોના નેતાઓને ભાજપમાં જાડશે સીઆર પાટીલ
ગુજરાતમાં લોકસભા ચૂંટણીને લઇને ભાજપે કામગીરી શરૂ કરી દીધી છે, બીજેપીએ આજે ગ્રાન્ડ વેલકમ પાર્ટીનું આયોજન કર્યુ છે
Gandhinagar Political News: ગુજરાતમાં લોકસભા ચૂંટણીને લઇને ભાજપે કામગીરી શરૂ કરી દીધી છે, બીજેપીએ આજે ગ્રાન્ડ વેલકમ પાર્ટીનું આયોજન કર્યુ છે, આજે કમલમ ખાતે એક મોટી વેલકમ પાર્ટી યોજાશે જેમાં પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ અન્ય પક્ષોના મોટા હોદ્દેદારો અને નેતાઓને બીજેપીમાં સામેલ કરશે. આ તમામ કાર્યક્રમ ગાંધીનગરના કમલમ ખાતે રાખવામાં આવ્યો છે, આ કાર્યક્રમમાં સંગઠન મહામંત્રી રત્નાકરજી અને રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટીયા હાજર રહેશે.
ગાંધીનગર મંગળવારે એટલે કે આજે ભાજપ કાર્યલય કમલમમાં યોજાશે એક વેલકમ પાર્ટી યોજાશે. વેલકમ પાર્ટીમાં ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલ અન્ય પક્ષોના લોકોને ભાજપમાં જોડશે. રાજ્યના પૂર્વ ધારાસભ્યો, જિલ્લા-તાલુકા પંચાયતના પૂર્વ સભ્યોને ભાજપમાં જોડશે. અન્ય પક્ષના જિલ્લા પ્રમુખો અને આગેવાનોને ભાજપમાં આવકારશે. લોકસભા ચૂંટણીને લઈને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ એક્શન મૉડમાં આવ્યા છે અને ગુજરાતમાં ખાસ રણનીતિ સાથે કામ શરૂ કરવામાં આવ્યુ છે. મંગળવારે પ્રદેશ કાર્યલય કમલમ બેઠકો પણ યોજાશે. આજે સવારે 11 કલાકે કિસાન મોરચાના પ્રદેશના પદાધિકારીઓ સાથે સીઆર પાટીલ બેઠક કરશે. આ પછી 11.30 કલાકે લોકસભા ચૂંટણી સંદર્ભે મીડિયા વિભાગની એક કાર્યશાળા યોજાશે. આ કાર્યશાળામાં સંગઠન મહામંત્રી રત્નાકરજી અને રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટીયા હાજર રહેશે.
જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા અર્જુન ખાટરિયા ભાજપમાં જોડાશે, પક્ષ પલટો કરે પહેલા જ કરવામાં આવ્યા દૂર
રાજકોટ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા અર્જુન ખાટરિયા ભાજપમાં સામેલ થશે. રાજકોટ જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા અર્જુન ખાટરિયા પાસેથી પ્રદેશ કોંગ્રેસે રાજીનામું લઈ લીધું છે. અર્જુન ખાટરિયા ભાજપમાં જોડાશે તેવી ચર્ચા છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી. જોકે, અર્જુન ખાટરિયા ભાજપમાં જોડાઇ એ પહેલા કોંગ્રેસ પાર્ટીએ તેની હકાલપટ્ટી કરી દીધી છે.
સહકારી આગેવાન ઘનશ્યામભાઈ ખાટરિયાના પુત્ર છે અર્જુન ખાટરિયા
પક્ષ પલટો કરે તે પૂર્વે દૂર કરવામાં આવ્યા હતા. તાત્કાલિક અસરથી સવારે 11 વાગ્યે દૂર કરાયા હતા. અર્જુન ખાટરિયા અને તેમના પત્ની જિલ્લા પંચાયતમાં અનેક મહત્વના હોદ્દા ભોગવી ચૂક્યા છે. 2017 વિધાનસભા ચૂંટણીમાં ગોંડલ સીટ પરથી ચૂંટણી લડ્યા હતા અને 15,397 મતથી હાર્યા હતા. આગામી દિવસોમાં રાજકોટ જિલ્લામાંથી અન્ય કોંગ્રેસના આગેવાનો પણ ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. અર્જુન ખાટરિયા સહકારી આગેવાન ઘનશ્યામભાઈ ખાટરિયાના પુત્ર છે.