Gandhinagar News: જુની પેન્શન સ્કિમ સહિતના પડતર પ્રશ્નો માટે 1 લાખ શિક્ષકોનો સરકાર સામે મોરચો, ગાંધીનગરમાં મહાપંચાયત
RSSની ભગિની સંસ્થાએ જ સરકાર સામે માંડ્યો મોરચો છે, જૂની પેન્શન યોજના સહિતની માગણી સાથે આજે ગાંધીનગરમાં મહાપંચાયત યોજાઇ રહી છે

Gandhinagar News:જૂની પેન્શન યોજના સહિતની કેટલીક પડતર માંગણીને લઇને શિક્ષકો અને અન્ય સરકારી કર્મચારીઓ હવે સરકાર સામે બાયો ચઢાવી રહ્યાં છે,. RSS સાથે જોડાયેલી શૈક્ષણિક સંઘનું રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે.
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ગાંધીનગરમાં આજે મહાપંચાયત યોજાઇ રહી છે.,રાજ્યભરમાંથી શિક્ષકો ગાંધીનગર જવા રવાના થયા છે. ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીમાં મહાપંચાયત યોજાશે. જૂની પેન્શન યોજના સહિતની માગો આજે શિક્ષકો સરકાર સામે મોરચો માંડશે. ટ્રેન મારફતે કચ્છના શિક્ષકો ગાંધીનગર જવા રવાના થયા છે. જૂનાગઢ, રાજકોટ, ભાવનગર,જેતપુરથી શિક્ષકો ગાંધીનગર પહોંચી રહ્યાં છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના શિક્ષકો પણ મહાપંચાયતમાં જોડાશે, આ મહાપંચાયતમાં અંદાજિત એક લાખ શિક્ષકો જોડાવવાનું અનુમાન છે. ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીમાં શિક્ષકો મોરચો માંડશે.
ઉલ્લેખનિય છે કે, આ પહેલા પણ રાજ્યના શિક્ષકોએ તથા કર્મચારીઓએ ચોકડાઉન અને પેનડાઉન કરીને આંદોલન કર્યું હતું.આ આંદોલન બાદ આ પહેલા સરકારે જૂની પેન્શન યોજના સહિતના પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે ગેરંટી આપી હતી. જો હજું સુધી કોઇ પણ પેન્ડિંગ પ્રશ્નોનો હલ ન આવતા રાજ્યભરના કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે. આજે 9 માર્ચે ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં 1 લાખ શિક્ષકો અને કર્મચારીઓ ભેગા થઈને મહાપંચાયત કરશે અને શાંતિપૂર્ણ રીતે સરકારનું ધ્યાન પેન્ડિંગ પ્રશ્નો તરફ દોરવાનો પ્રયાસ કરશે.
નવી અને જૂની પેન્શન યોજના વચ્ચે શું તફાવત છે?
જૂના અને નવા બંને પેન્શનના કેટલાક ફાયદા અને ગેરફાયદા છે. જૂની પેન્શન યોજનામાં, નિવૃત્તિ સમયે, કર્મચારીના છેલ્લા પગારની અડધી રકમ પેન્શન તરીકે આપવામાં આવે છે. જૂની સ્કીમમાં, પેન્શન કર્મચારીના છેલ્લા બેઝિક પગાર અને મોંઘવારીના આંકડાઓ દ્વારા નક્કી કરવામાં આવે છે.
જૂની પેન્શન યોજનામાં કર્મચારીઓના પગારમાંથી પૈસા કાપવામાં આવતા નથી. જૂની પેન્શન યોજનામાં કર્મચારીને આપવામાં આવતું પેન્શન સરકારની તિજોરીમાંથી ચૂકવવામાં આવે છે. આ સિવાય આ પેન્શન સ્કીમમાં 20 લાખ રૂપિયા સુધીની ગ્રેચ્યુઇટી મળે છે. નિવૃત્ત કર્મચારીના મૃત્યુ પર, તેના પરિવારના સભ્યોને પેન્શન મળે છે.જૂની પેન્શન યોજનામાં કર્મચારીઓને દર 6 મહિના પછી ડીએ આપવાની જોગવાઈ છે. આ સિવાય જ્યારે પણ સરકાર પગાર પંચની રચના કરે છે ત્યારે પેન્શનમાં પણ સુધારો થાય છે.
નવી પેન્શન યોજનામાં શું છે ખાસ
NPSમાં કર્મચારીઓના પગારમાંથી 10% કાપવામાં આવે છે, જ્યારે જૂની પેન્શન યોજનામાં પગારમાંથી કોઈ રકમ કપાત નથી. જૂની પેન્શન સ્કીમમાં GPFની સુવિધા હતી, પરંતુ નવી સ્કીમમાં આ સુવિધા નથી. જૂની પેન્શન યોજનામાં, નિવૃત્તિ સમયે, પગારનો અડધો ભાગ પેન્શન તરીકે મળતો હતો, જ્યારે નવી પેન્શન યોજનામાં, તમને કેટલું પેન્શન મળશે તેની કોઈ ખાતરી નથી.
બંને વચ્ચેનો સૌથી મોટો તફાવત એ છે કે જૂની પેન્શન યોજના એક સુરક્ષિત યોજના છે, જે સરકારી તિજોરીમાંથી ચૂકવવામાં આવે છે. નવી પેન્શન સ્કીમ શેરબજાર પર આધારિત છે, જેમાં તમે NPSમાં રોકાણ કરો છો તે નાણાંનું રોકાણ શેરબજારમાં થાય છે, જ્યારે જૂની પેન્શન સ્કીમમાં આવી કોઈ જોગવાઈ નહોતી. જો બજારમાં મંદી હોય તો એનપીએસ પરનું વળતર પણ ઓછું થઈ શકે છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
