શોધખોળ કરો

Chhota Udepur: નઘરોળ તંત્રના પાપે મહિલાનો જીવ જોખમમાં મુકાયો, પરિવારે સગર્ભાને ઝોળીમાં બેસાડી અડધો કિમી ચાલીને 108 સુધી પહોંચાડી

Gujarat Rain Update: છેલ્લા ઘણી દિવસથી ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સ્થિતિ વધારે વણસી છે. ભારે વરસાદને કારણે લાખો લોકોનું જીવન પ્રભાવિત થયું છે.

Gujarat Rain Update: છેલ્લા ઘણી દિવસથી ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સ્થિતિ વધારે વણસી છે. ભારે વરસાદને કારણે લાખો લોકોનું જીવન પ્રભાવિત થયું છે. સૌથી ખરાબ હાલત બિમાર લોકોની છે. રોડ રસ્તા ખરાબ હોવાથી અને વાહન વ્યવહાર ખોરાવાવાના કારણે સમયસર હોસ્પિટલે પહોંચી શકતા નથી. આવી ઘટમા સામે આવી છે છોટાઉદેપુર ખાતે, જ્યાં નસવાડીના ડુંગર વિસ્તારમાં ભારે વરસાદ બાદ અનેક રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા છે.

છોટા ઉદેપુરના આમતા ગામે સગર્ભાને ઝોળીમાં બેસાડી અડધો કિલોમીટર લઈ જઈ 108 સુધી પહોંચાડવામાં આવી હતી. રોડ ઉપર માટીના થર જામી જતા 108 ગામ સુધી પહોંચી શકી નહોતી. જેના કારણે પરિજનો સગર્ભાને ઝોળીમાં બેસાડી 108 સુધી લઈ ગયા હતા. તો બીજી તરફ ચાર દિવસ બાદ પણ પ્રશાસને રસ્તા સાફ કરવાની કામગીરીના કરતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 219 તાલુકામાં વરસ્યો વરસાદ

ગાંધીનગરઃ ગુજરાતમાં મેઘમહેર યથાવત છે. અનેક જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે સ્થિતિ વણસી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના તમામ જિલ્લાના 219 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં  સૌથી વધુ કપરાડામાં સવા 10 ઈંચ ખાબક્યો હતો. તે સિવાય ચીખલીમાં 10 ઈંચ વરસાદ વરસ્યો હતો. તે સિવાય ગીર સોમનાથના સૂત્રાપાડામાં પોણા દસ ઇંચ, વલસાડના ધરમપુરમાં સાડા આઠ ઇંચ, નવસારી તાલુકામાં સવા આઠ ઇંચ,  નવસારીના જલાલપોરમાં સાડા સાત ઇંચ, વાંસદામાં સાડા છ ઇંચ, ખેરગામમાં સાડા છ ઇંચ વરસાદ વરસ્યો હતો.

ઉપરાંત તાપીના ડોલવણમાં સવા છ ઇંચ, વલસાડના વાપીમાં સવા છ ઇંચ, પારડીમાં સાડા પાંચ ઇંચ, ડાંગના વઘઇમાં સવા પાંચ ઇંચ, જૂનાગઢના માણાવદરમાં સવા પાંચ ઇંચ, ગીર સોમનાથના તાલાલામાં પાંચ ઇંચ, પોરબંદરના કુતિયાણામાં પાંચ ઇંચ, તાપીના વ્યારામાં પોણા પાંચ ઇંચ, પોરબંદરના રાણાવાવમાં સવા ચાર ઇંચ, સુરતના ચોર્યાસીમાં સવા ચાર ઇંચ, ગીર સોમનાથના વેરાવળમાં સવા ચાર ઇંચ, સુરતના બારડોલીમાં સવા ચાર ઇંચ, જૂનાગઢના માળિયામાં પોણા ચાર ઇંચ, તાપીના વાલોડ અને વલસાડ તાલુકામાં પોણા ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો. વલસાડના ઉમરગામમાં સાડા ત્રણ ઇંચ, અમરેલીના ખાંભામાં ત્રણ ઇંચ, સાબરકાંઠાના વિજયનગરમાં ત્રણ ઇંચ, સુરતના મહુવા, જૂનાગઢના વંથલી, રાજકોટના જેતપુરમાં પોણા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો.

ગીર સોમનાથના કોડીનાર, પોરબંદર તાલુકામાં, સુરતના પલસાણામાં, ડાંગના આહવામાં, ભાવનગરના જેસરમાં, ગીર સોમનાથના ઉનામાં સવા બે ઇંચ વરસાદ વરસ્યો હતો. રાજુલા, વડીયા, ડીસામાં બે-બે ઇંચ વરસાદ વરસ્યો હતો. ભેસાણ, જામકંડોરણા, કામરેજ, સુઇગામ, સુરત શહેર, મેંદરડા, સાવરકુંડલા, વાંકાનેર, વડગામ, ભિલોડા, જૂનાગઢ તાલુકામાં દોઢ-દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો. વિસાવદર, બોરસદ, સાંતલપુર, માંડવી, જાફરાબાદ, કરજણ, કડાણા, વાગરા, રાજકોટ, ધારી, નેત્રંગ, માંડલ, દાંતા, થરાદ, પોસીનામાં એક-એક ઇંચ વરસાદ વરસ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather: ગુજરાતના 9 જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, હીટવેવની આગાહી
Gujarat Weather: ગુજરાતના 9 જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, હીટવેવની આગાહી
સરકારી કર્મચારીઓ માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય,  ભાઈ-બહેનને પણ મફત સારવાર મળશે
સરકારી કર્મચારીઓ માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય,  ભાઈ-બહેનને પણ મફત સારવાર મળશે
Weather Update: ભીષણ ગરમીની હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Weather Update: ભીષણ ગરમીની હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતીઓએ 5 વર્ષમાં ચૂકવ્યો રૂ. 20,383 કરોડનો ટોલ ટેક્સ! જાણો સામે સરકારે રોડ-રસ્તા પાછળ કેટલા વાપર્યા?
ગુજરાતીઓએ 5 વર્ષમાં ચૂકવ્યો રૂ. 20,383 કરોડનો ટોલ ટેક્સ! જાણો સામે સરકારે રોડ-રસ્તા પાછળ કેટલા વાપર્યા?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રેમ લગ્ન સામે સમાજ
Gujarat Weather: ગુજરાતમાં આજે ક્યાં કેટલું નોંધાયું તાપમાન?
LPG Gas Cylinder Crisis : ગેસ સંકટ પર લોકસભામાં સરકારનો મોટો ખુલાસો
Hun To Bolish : હું તો બોલીશ : માના મંદિરમાં અધર્મ
Hun To Bolish : હું તો બોલીશ : લાઈસન્સ વગર નહીં વેચાય દૂધ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઇરાકમાં અમેરિકાનું એક સૈન્ય રિફ્યુલિંગ પ્લેન ક્રેશ, રાહત અને બચાવ કાર્ય ચાલુ
ઇરાકમાં અમેરિકાનું એક સૈન્ય રિફ્યુલિંગ પ્લેન ક્રેશ, રાહત અને બચાવ કાર્ય ચાલુ
પીએમ મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે વાત કરી, પરિસ્થિતિ પર વ્યક્ત કરી ચિંતા, કહ્યું - વાતચીત અને ડિપ્લોમેસીથી થાય સમાધાન
પીએમ મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે વાત કરી, પરિસ્થિતિ પર વ્યક્ત કરી ચિંતા, કહ્યું - વાતચીત અને ડિપ્લોમેસીથી થાય સમાધાન
શહેરમાં 25 તો ગ્રામીણ વિસ્તારોમાં કેટલા દિવસે બુક થશે સિલિન્ડર ? સરકારે સંસદમાં કરી સ્પષ્ટતા
શહેરમાં 25 તો ગ્રામીણ વિસ્તારોમાં કેટલા દિવસે બુક થશે સિલિન્ડર ? સરકારે સંસદમાં કરી સ્પષ્ટતા
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને બખ્ખા! પગાર-પેન્શનથી લઈ DA સુધી, 8માં પગાર પંચ પર લેટેસ્ટ અપડેટ 
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને બખ્ખા! પગાર-પેન્શનથી લઈ DA સુધી, 8માં પગાર પંચ પર લેટેસ્ટ અપડેટ 
Gold Silver Rate: સોનું થઈ ગયું સસ્તું, ચાંદીમાં ફરી તેજી, ચેક કરી લો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: સોનું થઈ ગયું સસ્તું, ચાંદીમાં ફરી તેજી, ચેક કરી લો લેટેસ્ટ કિંમત 
Israel US Iran War: ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબાનો પ્રથમ સંદેશ, 'હોર્મુઝ બંધ રહેશે અને પિતાના ખૂનનો બદલો લઈશ'
Israel US Iran War: ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબાનો પ્રથમ સંદેશ, 'હોર્મુઝ બંધ રહેશે અને પિતાના ખૂનનો બદલો લઈશ'
25 દિવસ પછી પણ બુક ન થાય સિલિન્ડર તો ક્યાં ફરિયાદ કરવી, જાણી લો તમામ એજન્સીઓના નંબર

Embed widget