શોધખોળ કરો

Accident: ઘોઘંબાના દામણપુરા પાસે બાઈક એસટી બસ વચ્ચે અકસ્માત, 2નાં મોત

અન્ય ગાડીને ઓવરટેક કરીને જઈ રહેલા બાઈક ચાલકો સામેથી આવતી એસટી બસ સાથે અથડાતા અકસ્માત થયો હતો. અકસ્માતની ઘટનાને પગલે રાજગઢ પોલીસે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

Gujarat Accident News: રાજ્યમાં અકસ્માતનો સિલસિલો વણથંભ્યો છે. પંચમહાલના ઘોઘંબાના દામણપુરા પાસે બાઈક અને એસટી બસ વચ્ચે અકસ્માતમાં બે લોકોનાં મોત થયા હતા. ધાનપુરથી અમરેલી જતી બસ અને બારીયા તરફ જતા બાઈક સવાર વચ્ચે દામણપુરા ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક સવાર બે યુવકોના ઘટના સ્થળે મોત થયા હતા.

કેવી રીતે થયો અકસ્માત

અન્ય ગાડીને ઓવરટેક કરીને જઈ રહેલા બાઈક ચાલકો સામેથી આવતી એસટી બસ સાથે અથડાતા અકસ્માત થયો હતો. અકસ્માતની ઘટનાને પગલે રાજગઢ પોલીસે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

અરવલ્લીમાં બાઈક અને રીક્ષા વચ્ચે અકસ્માત

અરવલ્લીના રેલ્લાંવાડા મેઘરજ રોડ બાઈક અને રીક્ષા ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈક ચાલકનું મોત નીપજ્યું હતું. રીક્ષા ચાલક અકસ્માત સર્જી ફરાર થયો હતો. બિનવારસી હાલતમાં રીક્ષા મળી આવી હતી. મૃતક કુણોલ ગામનો 25 વર્ષીય નરેન્દ્રસિંહ હોવાનું સામે આવ્યું હતું. ઇસરી પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.

હાલોલ વડોદરા રોડ ઉપર જરોદ પાસે બે લોડિંગ ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બંને માલ ભરેલી લોડિંગ ટ્રકો પલટી ખાઈ ગઈ હતી, એક ટ્રક પલટી ખાઈને બાજુમાં પસાર થતી રીક્ષા ઉપર પડતા અને બીજી ટ્રક એક ઇકો કાર ઉપર પડતા બંને વાહનો મુસાફરો સાથે દબાઈ ગયા હતા. અકસ્માત માં ઇકો કાર નો ચુબો વળી જતા ચાલાક નું કાર માજ મોત નીપજ્યું હતું, રીક્ષામાં પણ એક વ્યક્તિનું ઘટનાસ્થળે કરૂણ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે, ત્યારે આ અકસ્માતમાં એક કિયા કાર પણ અડફેટે આવી જતા અકસ્માત ગ્રસ્ત થઈ છે. અકસ્માતને પગલે હાલોલથી વડોદરા તરફના માર્ગ ઉપર ભારે ટ્રાફિકજામ થઈ જતા વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો.

હાલોલ તરફથી જતા તમામ વાહનોને અકસ્માત સ્થળથી પહેલા જરોદ માં જવાના માર્ગ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. લોડિંગ ટ્રક નીચે દબાયેલી રિક્ષામાં અને ઇકો કાર માં કેટલા લોકો સવાર હતા તે જાણવા મળ્યું નથી. પરંતુ 108 એમ્બ્યુલન્સો ખડકી દેવામાં આવી હતી અને જરોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ક્રેનની મદદથી દબાયેલા વાહનોને અને મુસાફરોને બહાર કાઢવાના પ્રયાસો હાથ ભર્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પ્રેસ કોન્ફરન્સમાં ગિલની 10 મોટી વાતો: રોહિતની નિવૃત્તિ, અને ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલને લઈ કર્યો મોટો ધડાકો!

ક્રિકેટ જગતમાં ભૂકંપ: ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ બાદ રોહિત શર્માની ODIમાંથી નિવૃત્તિ?

જલારામબાપાનેય ના છોડ્યા? સનાતન ધર્મ પર ગણતરીપૂર્વક પ્રહારો થઈ રહ્યા છે: મોરારીબાપુનું આક્રમક નિવેદન

PoK ભૂલી જાવ, પાકિસ્તાન  એ પાછું નથી આપવાનું! જાણો રાજનાથ સિંહે કેમ કહી આ વાત
PoK ભૂલી જાવ, પાકિસ્તાન એ પાછું નથી આપવાનું! જાણો રાજનાથ સિંહે કેમ કહી આ વાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસમાં વિભિષણની શોધAhmedabad Fatehwadi Canal Tragedy: રીલ્સના ચક્કરમાં જીવ ગુમાવનારા ત્રણ મિત્રના મોત કેસમાં મોટો ખુલાસોHun To Bolish : હું તો બોલીશ : કેમ ગયો સિંઘમનો પિત્તો?Porbandar News: પોરબંદરના ફટાણા ગામમાં ચકચારી ઘટના, પત્નીની હત્યા કરી પતિએ આત્મહત્યા કર્યાની આશંકા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પ્રેસ કોન્ફરન્સમાં ગિલની 10 મોટી વાતો: રોહિતની નિવૃત્તિ, અને ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલને લઈ કર્યો મોટો ધડાકો!
પ્રેસ કોન્ફરન્સમાં ગિલની 10 મોટી વાતો: રોહિતની નિવૃત્તિ, અને ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલને લઈ કર્યો મોટો ધડાકો!
ક્રિકેટ જગતમાં ભૂકંપ: ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ બાદ રોહિત શર્માની ODIમાંથી નિવૃત્તિ?
ક્રિકેટ જગતમાં ભૂકંપ: ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ બાદ રોહિત શર્માની ODIમાંથી નિવૃત્તિ?
જલારામબાપાનેય ના છોડ્યા? સનાતન ધર્મ પર ગણતરીપૂર્વક પ્રહારો થઈ રહ્યા છે: મોરારીબાપુનું આક્રમક નિવેદન
જલારામબાપાનેય ના છોડ્યા? સનાતન ધર્મ પર ગણતરીપૂર્વક પ્રહારો થઈ રહ્યા છે: મોરારીબાપુનું આક્રમક નિવેદન
PoK ભૂલી જાવ, પાકિસ્તાન  એ પાછું નથી આપવાનું! જાણો રાજનાથ સિંહે કેમ કહી આ વાત
PoK ભૂલી જાવ, પાકિસ્તાન એ પાછું નથી આપવાનું! જાણો રાજનાથ સિંહે કેમ કહી આ વાત
પોલીસમાં નોકરીની તૈયારી કરનારાઓ માટે ખુશખબર! PSI લેખિત પરીક્ષાની તારીખ થઈ જાહેર

પતિ બન્યો કાળ, પત્નીને મારીને પોતે લટકી ગયો! પોરબંદરના ફટાણાની ખૌફનાક ઘટના!

2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતવા રાહુલ ગાંધીનો માસ્ટર પ્લાન, 33 જિલ્લામાં જઈને....

ન્યૂઝીલેન્ડના આ 4 ખેલાડીથી બચજો ભાઈ! ભારતના પૂર્વ હેડ કોચના નિવેદને રોહિતનું ટેન્શન વધાર્યું

Embed widget