Gujarat: રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ફરી આંદોલનના માર્ગે, પડતર માંગોના ઠરાવને લઇને હજારો શિક્ષક રાજ્યભરમાં કરશે વિરોધ
રાજ્યમાં ફરી એકવાર શિક્ષકો સરકારની સામે બાંયો ચઢાવવાના મૂડમાં છે, આગામી સમયમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે પોતાની પડતર માંગોને લઇને સરકાર સામે વિરોધ પ્રદર્શન કરશે
Ahmedabad: રાજ્યમાં ફરી એકવાર શિક્ષકો સરકારની સામે બાંયો ચઢાવવાના મૂડમાં છે, આગામી સમયમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે પોતાની પડતર માંગોને લઇને સરકાર સામે વિરોધ પ્રદર્શન કરશે, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ 9મી ડિસેમ્બરે સરકારની સામે રાજ્યભરમાં પદયાત્રા યોજીને મહાપંચાયત કરશે, જેમાં પડતર માંગણીઓને લઇને વિરોધ નોંધાવશે. ખાસ વાત છે કે, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની પડતર માંગણીઓ સરકારે સ્વીકારી લીધી છે પરંતુ ઠરાવ હજુ સુધી પસાર કરવામાં આવ્યો નથી.
આગામી 9મી ડિસેમ્બરે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે રાજ્ય સરકાર સામે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે. પોતાની પડતર માંગણીઓ સાથે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ખુલ્લો વિરોધ નોંધાવશે. 9મી ડિસેમ્બરે રાજ્યભરમાં પદયાત્રા કરશે અને બાદમાં મહાપંચાયત કાર્યક્ર્મનું આયોજન કરશે. આ આંદોલનમાં રાજ્યભરમાંથી મોટા પ્રમાણમાં શિક્ષકો જોડાશે, આ આંદોલનમાં પ્રાથમિકથી લઈને ઉચ્ચતર માધ્યમિક સુધીના શિક્ષકો, આચાર્યો, વહીવટી કર્મચારી અને સંચાલકો જોડાશે. અલગ-અલગ જિલ્લાઓમાં પદયાત્રા અને મહાપંચાયત કરી આ વિરોધ નોંધાવશે. પડતર માંગણીઓ સ્વીકારાઇ ગઇ છે, પરંતુ હજુ સુધી કોઇ ઠરાવ પસાર ના કરતા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ આંદોલનના માર્ગે પડ્યો છે. જ્ઞાન સહાયક શિક્ષક યોજના, જૂની પેન્શન યોજનાનો લાભ, ગ્રાન્ટ વધારો, કર્મચારીઓને બદલીના લાભ સહિતની બીજી કેટલાય પડતર માંગણીઓ છે, જેનો વિરોધ કરશે.
આખરે TRB જવાનોને છૂટ્ટા કરવાનો નિર્ણય રાખવામાં આવ્યો મોકૂફ
TRB જવાન માટે સારા સમાચાર સામે આવ્યા છે. આખરે TRB જવાનોને તબક્કાવાર છુટ્ટા કરવાનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો છે. સરકારે TRB જવાનોને છુટ્ટા કરવાની બાબતે યૂ ટર્ન માર્યો છે. થોડા દિવસ પહેલા પોતે કરેલા ઓર્ડરને પોલીસવડા વિકાસ સહાયે જ રદ્દ કર્યો છે. 9000 જવાનોને તબક્કાવાર છૂટા કરવાનો ઓર્ડર મુલતવી રહેતા ટીઆરબી જવાનોમાં ખુશી વ્યાપી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની દરમિયાનગીરી બાદ જવાનોની તરફેણમાં નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે વિગતે વાત કરીએ તો, TRB જવાનોને છૂટા કરવાના મુદ્દે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે બેઠક મળી હતી. આ દરમિયાન બેઠકમાં ટીઆરબી જવાનો માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. હાલ TRB જવાનોને ફરજ પરથી મોકૂફ કરવાનો નિર્ણય મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
નોંધનીય છે કે, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય ઉપરાંત કે કૈલાશનાથન પણ આ બેઠકમાં હજાર રહયા હતા. તો બીજી તરફ ગૃહમંત્રી હર્ષ સંઘવી વર્ચ્યુઅલી આ બેઠકમાં જોડાયા હતા. જેમાં નિર્ણય મોકૂફ રાખવા અંગે નિર્ણય લેવાયો હતો. તમને જણાવી દઈએ કે, પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડના નિવાસસ્થાન લુણાવાડાના કડાછલ ગામે આજે નવા વર્ષ નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને મીડિયા દ્વારા ગુજરાતના TRB જવાનોને લઈ પ્રશ્ન કરતાં તેમણે આજ સાંજ સુધી સારા સમાચાર મળશે એવું જણાવ્યું હતું.
શું છે મામલો?
રાજ્ય પોલીસ વડાએ મોટો નિર્ણય લીધો છે. ગુજરાતના નવ હજાર TRB જવાનની નિમણુક રદ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં 9000 ટ્રાફિક બ્રિગેડના જવાનો પાસે કામગીરી લેવાતી હતી. રાજ્ય પોલીસ વડાએ રાજ્યના તમામ જિલ્લાના વડાને પત્ર લખી TRB જવાનને છૂટા કરવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણયથી ગુજરાતના હજારો TRB જવાનની રોજગારી બંધ થઈ ગઈ છે.
રાજ્યના 9000 પૈકી 6300 TRB જવાનોને છુટ્ટા કરવા પોલીસ વડાનો આદેશ આવતા ચકચાર મચી જવા પામી છે. વર્ષોથી એક જ જગ્યામાં ફરજ બજાવવી વહીવટી અનુકૂળતા માટે યોગ્ય ન હોવાના કારણે નિર્ણય લેવાયો હોવાની વાત સામે આવ્યો છે. રાજ્યના 9 હજાર પૈકી 6300 જેટલા TRB જવાનોને છુટ્ટા કરવાની વાતને લઈને અનેક તર્કવિતર્ક સર્જાઈ રહ્યા છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર પાંચ વર્ષથી વધૂ સમય ફરજ બજાવનાર TRB જવાનોને 31મી ડીસેમ્બર 2023ના સુધી મુક્ત કરાશે. જ્યારે 10 વર્ષ ફરજ બજાવી હોઇ તેવા જવાનને 30મી નવેમ્બર 2023 સુધીમાં મુક્ત કરાશે. આ ઉપરાંત 3 વર્ષથી વધૂ સમય પુર્ણ થયેલ હોઇ તેવા TRB જવાનોને 31મી માર્ચ 2024 સુધીમાં છુટ્ટા કરવાનો આદેશ અપાયો છે.