શોધખોળ કરો

Aravalli: નકલી કપાસિયા તેલ બનાવતી કંપની પકડાઇ, આરોપી અમિત શાહ વિરુદ્ધ ગુનો દાખલ

અરવલ્લી જિલ્લાના મોડાસામાં તિરૂપતિ કપાસિયા તેલના નામે નકલી તેલના ડબાનું પેકિંગ કરતી ફેકટરી ઝડપાઈ છે

Aravalli: મોડાસામાંથી વધુ એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે, એસઓજી પોલીસની ટીમે અચાનક દરોડા પાડતા મોડાસામાંથી નકલી કપાસિયા તેલ બનાવતી કંપનીને પકડી પાડી છે. આ કામનો મુખ્ય આરોપી અમિત શાહ છે, જેને પકડીને પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

માહિતી પ્રમાણે, અરવલ્લી જિલ્લાના મોડાસામાં તિરૂપતિ કપાસિયા તેલના નામે નકલી તેલના ડબાનું પેકિંગ કરતી ફેકટરી ઝડપાઈ છે. મોડાસા GIDCમાંથી નકલી કપાસિયા તેલના ડબાના પેકિંગનું પર્દાફાશ અરવલ્લી SOGએ કર્યો છે. મોડાસા GIDC ખાતે લક્ષ્મી પ્રૉટીન્સ ફેકટરીમાં નકલી તિરૂપતિ કપાસિયા તેલના ડબાનું પેકિંગ કરવામાં આવતુ હતુ, તેલના જૂના ડબા પર અન્ય બીજુ તેલ ભરી તિરૂપતિ કપાસિયા તેલના સ્ટીકર અને બૂચ મારીને પેકિંગ કરવામાં આવતુ હતુ. SOG પોલીસને આ મામલે બાતમી મળતા અચાનક દરોડા પાડ્યા હતા, જ્યાંથી પોલીસે 8 ડબ્બા, 36 સ્ટીકર અને 38 જેટલા ડબ્બાના બૂચ જપ્ત કર્યા હતા. 

આ સમગ્ર ઘટનાનો પર્દાફાસ અરવલ્લીની SOG પોલીસે કર્યો છે, આ ગુનાખોરીનો મુખ્ય આરોપી મોડાસાનો અમિત શાહ છે, અને પોલીસે હવે અમિત શાહને ઝડપી પાડીને કૉપીરાઇટ એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રિફાઇન્ડ તેલના નામે ડબ્બા પર અન્ય તેલ ભરી તિરૂપતિ કપાસિયા તેલના સ્ટીકર મારી વેચાણ કરતું આ મોટુ કૌભાંડ બહાર આવ્યુ છે. 

મતદાર યાદીમાં આપોઆપ તમારું નામ ઉમેરાઈ જશે અને દૂર થઈ જશે, ગૃહ પ્રધાન અમિત શાહે કરી મોટી જાહેરાત

Births Death Data Link With Electoral Rolls: સરકાર જન્મ અને મૃત્યુ સંબંધિત ડેટાને મતદાર યાદી સાથે લિંક કરવા સંસદમાં બિલ લાવવાની યોજના બનાવી રહી છે. ભારતના રજિસ્ટ્રાર જનરલ અને સેન્સસ કમિશનરના કાર્યાલય 'જનગણના ભવન'નું ઉદ્ઘાટન કરતાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે વસ્તી ગણતરી એવી પ્રક્રિયા છે જે વિકાસના એજન્ડાનો આધાર બની શકે છે.

તેમણે કહ્યું કે, ડિજિટલ, સંપૂર્ણ અને સચોટ વસ્તી ગણતરીના ડેટાના બહુ-પરિમાણીય લાભ થશે. વસ્તી ગણતરીના ડેટા પર આધારિત આયોજન એ સુનિશ્ચિત કરે છે કે વિકાસ ગરીબમાં ગરીબ સુધી પહોંચે. શાહે એમ પણ કહ્યું હતું કે, જન્મ-મરણ પ્રમાણપત્રના ડેટાને વિશેષ રીતે સાચવવામાં આવે તો વિકાસના કામોનું યોગ્ય આયોજન કરી શકાય.

'મતદાર યાદીમાંથી તમારું નામ આપોઆપ ઉમેરાઈ જશે અને દૂર થઈ જશે'

અમિત શાહે કહ્યું, “મૃત્યુ અને જન્મ રજીસ્ટરને મતદાર યાદી સાથે જોડવા માટે સંસદમાં બિલ રજૂ કરવામાં આવશે. આ પ્રક્રિયા હેઠળ, જ્યારે વ્યક્તિ 18 વર્ષની થાય છે, ત્યારે તેનું નામ આપોઆપ મતદાર યાદીમાં સામેલ થઈ જશે. તેવી જ રીતે, જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે, ત્યારે તે માહિતી આપમેળે ચૂંટણી પંચ પાસે જશે, જે મતદાર યાદીમાંથી નામ કાઢી નાખવાની પ્રક્રિયા શરૂ કરશે.” અધિકારીઓએ જણાવ્યું હતું કે જન્મ અને મૃત્યુની નોંધણી અધિનિયમ (RBD), 1969 માં સુધારો કરવા માટેનું બિલ, ડ્રાઇવિંગ લાઇસન્સ અને પાસપોર્ટ જારી કરવા, લોકોને સરકારી કલ્યાણ યોજનાઓનો લાભ આપવા વગેરે સંબંધિત બાબતોને પણ સરળ બનાવશે. શાહે જણાવ્યું હતું કે, "જો જન્મ અને મૃત્યુ પ્રમાણપત્રના ડેટાને વિશેષ રીતે સાચવવામાં આવે તો વસ્તી ગણતરી વચ્ચેના સમયનો અંદાજ લગાવીને વિકાસના કામોનું આયોજન યોગ્ય રીતે કરી શકાય છે."

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Brest Cancer Symptoms:  TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
Brest Cancer Symptoms: TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad News । અમદાવાદના જોધપુરમાં અથાણાંમાંથી નીકળી ગરોળીDelhi Rain | ધોધમાર વરસાદથી દિલ્હીથી થયું પાણી પાણી... જુઓ વીડિયોSurat | હવે સુરત મનપા ડ્રોન ઉડાવીને કરશે મચ્છરોનો નાશ, જુઓ વીડિયોમાંBanaskantha Rain | જિલ્લામાં ખાબક્યો ઝરમર વરસાદ, ક્યાં ખાબક્યો સૌથી વધુ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Brest Cancer Symptoms:  TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
Brest Cancer Symptoms: TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Maharashtra Budget: મહિલાને દર મહિને 1500 રૂપિયા મળશે, પાંચ લોકોના પરિવારને મળશે ત્રણ મફત સિલેન્ડર
Maharashtra Budget: મહિલાને દર મહિને 1500 રૂપિયા મળશે, પાંચ લોકોના પરિવારને મળશે ત્રણ મફત સિલેન્ડર
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે રચ્યો ઇતિહાસ, 21 લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપ ધરાવતી પ્રથમ કંપની બની
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે રચ્યો ઇતિહાસ, 21 લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપ ધરાવતી પ્રથમ કંપની બની
પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર
પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર
Embed widget