શોધખોળ કરો

Dahod: 17 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ, મજૂરી કામના બહાને યુવકે ખેતરમાં લઇ જઇને આચર્યુ દુષ્કર્મ

દાહોદ જિલ્લામાં આવેલા પીપળીયા ગામમાં આ દુષ્કર્મની ઘટના ઘટી છે. અહીં એક અજાણ્યો યુવક પીપળીયા ગામની 17 વર્ષીય સગીરાને ઉઠાવી ગયો હતો

Dahod News: દાહોદ જિલ્લામાંથી આજે એક દુષ્કર્મની ઘટના સામે આવી છે, અહીં એક અજાણ્યા યુવકે એક મજૂરી કામ કરતી સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ છે. દુષ્કર્મ આચર્યા બાદ યુવક ફરાર થઇ ગયો હતો, આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે, દાહોદ જિલ્લામાં આવેલા પીપળીયા ગામમાં આ દુષ્કર્મની ઘટના ઘટી છે. અહીં એક અજાણ્યો યુવક પીપળીયા ગામની 17 વર્ષીય સગીરાને ઉઠાવી ગયો હતો. આ યુવકે સગીરાને પીપળીયા ગામની નજીક લીમડી સર્કલ પાસેથી મૉટરસાયકલમાં બેસાડી હતી, યુવક સગીરાને મજૂરી કામના બહાને મૉટર સાયકલ પર બેસાડીને સૌથી પહેલા ત્યાં બાજુમાં એક મકાઇના ખેતરમાં લઇ ગયો હતો. અહીં ખેતરમાં આ યુવકે 17 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હતુ, જોકે, સગીરાએ બૂમાબૂમ કરી તો યુવક ત્યાથી ફરાર થઇ ગયો હતો. આ ઘટના બાદ લીમડી પોલીસે 17 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ આચરાયાની ઘટના અંગે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. 

મુસ્લિમ યુવકે મજૂરી કરવા આવેલી આદિવાસી યુવતી પર દાનત બગાડી

બનાસકાંઠા જિલ્લામાં એક યુવતીની છેડતી અને ધમકી આપવાને લઇને પોલીસ ફરિયાદ નોંધાઇ છે, આ ફરિયાદ બાદ પોલીસે મુસ્લિમ યુવકની શોળખોળ શરૂ કરી દીધી છે. મળતી માહિતી પ્રમાણે, બનાસકાંઠા જિલ્લાના અમીરગઢના ગાંજી ગામે એક આદિવાસી યુવતી મજૂરી માટે આવી હતી, અહીં તેને એક મુસ્લિમ યુવક દ્વારા છેડતી કરવામાં આવી હતી, એટલું જ નહીં તેની સાથે મુસ્લિમ યુવકે છેડતી કરીને મારી ધમકી પણ કરી હતી. જોકે, આ બનાવ બાદ યુવતીએ અમીરગઢ પોલીસ મથકે આરોપી મુસ્તુફા કાલુખાન વિરુદ્ધ છેડતી અને એટ્રૉસિટીની ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાનો આરોપી મુસ્તુફા મૂળ ભાવનગરનો વતની છે અને વિરમપુર વિસ્તારમાં રહીને સામાજિક સંસ્થા ચલાવતો અને સામાજિક કાર્યો કરતો હતો. હાલમાં અમીરગઢ પોલીસે આ ઘટના અંગે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. 

યુવતી સાથે બંધાયો પ્રેમ સંબંધ, સગાઇ ના થતાં યુવકે જે કર્યું તે સાંભળી ચોંકી જશો

ભાવનગરમાં એક યુવકે ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હતી. મળતી જાણકારી અનુસાર, ભાવનગર જિલ્લાના અધેલાઈ ખાતે એક યુવકે પ્રેમ સંબંધમાં યુવતી સાથે સગાઇ ના થતા આત્મહત્યા કરી લીધી હતી. રોશન તલાવીયા નામના યુવકે યુવતીના ઘર સામે જ કરી ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. યુવકે આત્મહત્યા કરતા પહેલા વીડિયો બનાવ્યો હતો જેમાં તેણે બે-ત્રણ વ્યક્તિઓ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. મળતી માહિતી અનુસાર, ભાવનગર જિલ્લાના અધેલાઈ ખાતે રહેતા રોશનભાઈ દિનેશભાઈ તલાવીયાને એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. અગાઉ તે યુવતી ભાગીને રોશનના ઘરે રહેવા જતી રહી હતી પરંતુ તે સમયે યુવતીના પિતાએ બંન્નેની સગાઇ કરી આપવામાં આવશે તેમ કહીને યુવતીને ઘરે પરત લઇ ગયા હતા. જોકે ત્યારબાદ યુવતીના પિતાએ સગાઇ કરવાની ના પાડતા રોશને યુવતીના ઘર સામે આવીને ઝેરી દવા પી લીધી હતી.  આત્મહત્યા કરતા પહેલા રોશને એક વીડિયો બનાવ્યો હતો જેમાં તેના મોત પાછળ બેથી ત્રણ લોકોને જવાબદાર ગણાવી રહ્યો છે. રોશનને સારવાર માટે સર ટી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ડોનાલ્ડ ટ્રમ્પનું વલણ નરમ પડ્યું? આ દેશો માટે ટેરિફ મુક્તિની કરી જાહેરાત
ડોનાલ્ડ ટ્રમ્પનું વલણ નરમ પડ્યું? આ દેશો માટે ટેરિફ મુક્તિની કરી જાહેરાત
આગામી 72 કલાક ભારે! ગુજરાતમાં આગામી 3 દિવસ ઘાતક વરસાદની પરેશ ગોસ્વામીની આગાહી, કારણ વગર ઘરની બહાર ન નીકળવું
આગામી 72 કલાક ભારે! ગુજરાતમાં આગામી 3 દિવસ ઘાતક વરસાદની પરેશ ગોસ્વામીની આગાહી
‘સંબંધ સુધારવા માટે માત્ર એક ટ્વીટ....’ ટ્રમ્પ-મોદીની 'મિત્રતા' પર શશિ થરૂરે કહી મોટી વાત
‘સંબંધ સુધારવા માટે માત્ર એક ટ્વીટ....’ ટ્રમ્પ-મોદીની 'મિત્રતા' પર શશિ થરૂરે કહી મોટી વાત
રશિયા, ભારત અને ચીનની એકતા જોઈને ડરી ગયું NATO? યુક્રેન યુદ્ધને લઈ આ નેતાએ કહી મોટી વાત
રશિયા, ભારત અને ચીનની એકતા જોઈને ડરી ગયું NATO? યુક્રેન યુદ્ધને લઈ આ નેતાએ કહી મોટી વાત
Advertisement

વિડિઓઝ

Upleta News : ઉપલેટાના નાગવદર ગામે વેણુ નદીમાં યુવક તણાયો
Hun To Bolish: હું તો બોલીશ : આસ્થા અને શક્તિના દર્શન
Hun To Bolish: હું તો બોલીશ : સમૃદ્ધ જાતિના લોકોને ન મળવો જોઈએ અનામત લાભ?
Hun To Bolish: હું તો બોલીશ : મિસ્ટર પ્રેસિડેન્ટ ટ્રમ્પ, આપ આવા કેમ છો?
Gujarat Rain Forecast : આગામી 48 કલાક ગુજરાત માટે ભારે, હવામાન વિભાગની મોટી આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડોનાલ્ડ ટ્રમ્પનું વલણ નરમ પડ્યું? આ દેશો માટે ટેરિફ મુક્તિની કરી જાહેરાત
ડોનાલ્ડ ટ્રમ્પનું વલણ નરમ પડ્યું? આ દેશો માટે ટેરિફ મુક્તિની કરી જાહેરાત
આગામી 72 કલાક ભારે! ગુજરાતમાં આગામી 3 દિવસ ઘાતક વરસાદની પરેશ ગોસ્વામીની આગાહી, કારણ વગર ઘરની બહાર ન નીકળવું
આગામી 72 કલાક ભારે! ગુજરાતમાં આગામી 3 દિવસ ઘાતક વરસાદની પરેશ ગોસ્વામીની આગાહી
‘સંબંધ સુધારવા માટે માત્ર એક ટ્વીટ....’ ટ્રમ્પ-મોદીની 'મિત્રતા' પર શશિ થરૂરે કહી મોટી વાત
‘સંબંધ સુધારવા માટે માત્ર એક ટ્વીટ....’ ટ્રમ્પ-મોદીની 'મિત્રતા' પર શશિ થરૂરે કહી મોટી વાત
રશિયા, ભારત અને ચીનની એકતા જોઈને ડરી ગયું NATO? યુક્રેન યુદ્ધને લઈ આ નેતાએ કહી મોટી વાત
રશિયા, ભારત અને ચીનની એકતા જોઈને ડરી ગયું NATO? યુક્રેન યુદ્ધને લઈ આ નેતાએ કહી મોટી વાત
ઇઝરાયલનો ગાઝામાં ઘાતક હવાઈ હુમલો: થોડી જ સેકન્ડમાં 15 માળની ઇમારત કાટમાળમાં ફેરવાઈ, જુઓ હુમલાનો Video
ઇઝરાયલનો ગાઝામાં ઘાતક હવાઈ હુમલો: થોડી જ સેકન્ડમાં 15 માળની ઇમારત કાટમાળમાં ફેરવાઈ, જુઓ હુમલાનો Video
યાત્રાધામ પાવાગઢમાં દુર્ઘટના: અચાનક રોપ-વે તૂટતા 6 લોકો કાળનો કોળિયો બન્યા
યાત્રાધામ પાવાગઢમાં દુર્ઘટના: અચાનક રોપ-વે તૂટતા 6 લોકો કાળનો કોળિયો બન્યા
ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર: ટેકાના ભાવ માટેની નોંધણીમાં ડિજિટલ ક્રોપ સર્વે અનિવાર્ય
ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર: ટેકાના ભાવ માટેની નોંધણીમાં ડિજિટલ ક્રોપ સર્વે અનિવાર્ય
ડિસેમ્બર સુધીમાં ગુજરાતમાં ઘણા નેતાઓને ઘરે બેસાડી દેવામાં આવશેઃ અંબાલાલ પટેલની મોટી રાજકીય આગાહી
ડિસેમ્બર સુધીમાં ગુજરાતમાં ઘણા નેતાઓને ઘરે બેસાડી દેવામાં આવશેઃ અંબાલાલ પટેલની મોટી રાજકીય આગાહી
Embed widget