Gujarat Budget 2024: રાજ્યનું ત્રણ લાખ 32 હજાર 465 કરોડનું બજેટ રજૂ, મહિલાઓ માટે નમો શ્રી યોજનાની જાહેરાત
Gujarat Budget 2024 live updates:ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ગુરુવારથી શરૂ થયું હતું. બજેટ સત્રના બીજા દિવસે ગુજરાતનું બજેટ રજૂ કરવામા આવશે.
LIVE
Background
Gujarat Budget 2024 live updates: ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ગુરુવારથી શરૂ થયું હતું. બજેટ સત્રના બીજા દિવસે ગુજરાતનું બજેટ રજૂ કરવામા આવશે. ગુજરાત વિધાનસભામાં આજે વર્ષ 2024-25નું બજેટ રજૂ કરવામાં આવશે. નાણામંત્રી પ્રશ્નોતરી બાદ બપોરના સમયે બજેટ રજૂ કરશે. પાંચ સ્તંભ હેઠળ વધુ રકમ ફાળવાશે.કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકાર અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રજૂ કરશે. આ સાથે સરકાર બજેટ સત્રમાં રામ મંદિરને લઈને અભિનંદન પ્રસ્તાવ રજૂ કરવાની પણ તૈયારી કરી રહી છે. દેશમાં લોકસભાની ચૂંટણી પહેલા શરૂ થઈ રહેલું ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર એક મહિનો ચાલશે.
ભૂપેન્દ્ર સરકાર પૂર્ણ બજેટ રજૂ કરશે
ભૂપેન્દ્ર સરકાર પૂર્ણ બજેટ રજૂ કરશે.બજેટ સત્રની શરૂઆત બાદ ગુજરાત સરકારનું બજેટ બીજા દિવસે 2 ફેબ્રુઆરી 2024ના રોજ રજૂ કરવામાં આવશે. જે અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ હશે. છેલ્લા ઘણા સમયથી ગુજરાત સરકાર બજેટમાં સતત વધારો કરી રહી છે, જેથી પ્રજાના વિકાસના કામોને વેગ મળે અને લોકોને સીધો લાભ મળી શકે. માનવામાં આવે છે કે આ વખતે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર કેટલીક મોટી જાહેરાતો કરી શકે છે. સામાન્ય રીતે લોકસભાની ચૂંટણી સમયે રાજ્ય સરકાર વોટ ઓન એકાઉન્ટ પણ લાવે છે, પરંતુ આ વખતે ભૂપેન્દ્ર પટેલ સરકારે સંપૂર્ણ બજેટ રજૂ કરવાનો નિર્ણય લીધો છે.
નાણામંત્રી કનુભાઈ પટેલ સતત ત્રીજીવાર બજેટ રજૂ કરશે. લોકસભા ચૂંટણી હોવા છતાં રાજ્ય સરકાર પૂર્ણ બજેટ રજૂ કરશે. આ બજેટમાં રાજ્યની જનતા પર વધારાના કોઈ કર લાગૂ થાય તેવી સંભાવના દેખાતી નથી. જો કે નવી યોજનાઓ તેમજ વિભાગોમાં ફાળવણીની રકમમાં વધારો શઈ શકે છે. ગત વર્ષના બજેટમાં 10થી 15ટકાના વધારા સાથે 3.30થી 3.50 લાખ કરોડના કદના બજેટની શક્યતા છે. બજેટમાં ખેડૂત, યુવાનો, સ્વાસ્થ્ય, શિક્ષણ અને મહિલાઓ કેન્દ્રમાં રહે તેવી સંભાવના છે. આ બજેટમાં સ્વાસ્થ્ય, શિક્ષણ, ખેતી અને માળખાકીય સુવિધાઓ પર ભાર મૂકાઈ શકે છે.
મહિલા-બાળ વિકાસ વિભાગ માટે 6885 કરોડની જોગવાઈ
મહિલા-બાળ વિકાસ વિભાગ માટે 6885 કરોડની જોગવાઈ
ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ 2363 કરોડની જોગવાઈ
પૂર્ણા યોજના હેઠળ 344 કરોડની જોગવાઈ
વ્હાલી દીકરી યોજના માટે 252 કરોડની જોગવાઈ
NFSA લાભાર્થીઓને ખાદ્યતેલ આપવા 160 કરોડની જોગવાઈ
નાગરિક પુરવઠા નિગમ હસ્તકના ગોડાઉન બાંધકામ કામગીરી માટે 25 કરોડની જોગવાઈ
ઓલિમ્પિક કક્ષાનું માળખુ, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય કક્ષાના રમતવીરો તૈયાર કરવા આયોજન
મનરેગા યોજના હેઠળ રોજગારી પુરી પાડવા 1309 કરોડની જોગવાઈ
માહિતી અને પ્રસારણ વિભાગ માટે કુલ `૩૮૪ કરોડની જોગવાઈ
સરકાર અને પ્રજા વચ્ચેનો સંવાદ સતત ચાલુ રહે તે માટે સરકારની કલ્યાણકારી યોજનાઓ, નીતિઓ તેમજ કાર્યક્રમોની માહિતી નાગરિકો સુધી પહોંચાડવામાં આવે છે. પ્રચાર માધ્યમોના યોગ્ય ઉપયોગ દ્વારા આવી માહિતી ડિજિટલ સ્વરૂપે પારદર્શી રીતે પહોંચાડવા હાલની વ્યવસ્થાને અપગ્રેડ કરવામાં આવશે.
• રાજય સરકારના વિવિધ વિભાગોની યોજનાઓને લગતી માહિતી સામાન્ય લોકોને સરળતાથી મળી રહે તે માટે તમામ વિગતો મલ્ટી મીડિયા ફોર્મેટમાં એક જ પોર્ટલ પરથી ઉપલબ્ધ કરાવવામાં આવશે.
• ૨૫ થી ૬૦ વર્ષ વચ્ચેની વયના માન્ય પત્રકારોને “સામુહિક જૂથ વીમા” યોજનાની નાણાકીય સહાયમાં કુદરતી મૃત્યુના કિસ્સામાં `૧ લાખથી વધારીને `૨ લાખ તથા અકસ્માતથી મૃત્યુના કિસ્સામાં `૫ લાખથી વધારીને `૧૦ લાખનું વીમા કવચ પૂરું પાડવામાં આવશે.
સામાન્ય વહીવટ વિભાગ માટે કુલ `૨૨૩૯ કરોડની જોગવાઇ
કર્મયોગીઓને અદ્યતન તાલીમ આપવા વાર્ષિક મહેકમ ખર્ચના ૧.૫% જેટલી રકમ તાલીમ ખર્ચ માટે ફાળવવાનો સરકારે નિર્ણય કરેલ છે. ચાલુ વર્ષે ડી.બી.ટી. થકી ૪૦૦ કરતા વધુ યોજનાઓમાં લાભાર્થીઓને અંદાજે `૧૪ હજાર કરોડની નાણાકીય સહાય ઓછા સમયમાં અને સીધી જ લાભાર્થીના બેન્ક ખાતામાં જમા થાય તે પદ્ધતિ અમલમાં મૂકેલ છે.
• વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ, એ.ટી.વી.ટી. અને અન્ય યોજનાઓ હેઠળ સ્થાનિક જરૂરિયાતોના વિકાસના કામો માટે `૧૩૧૦ કરોડની જોગવાઇ.
• યોજનાઓના નિર્ધારણ, અમલીકરણ અને ગુણવત્તાલક્ષી ફેરફારો માટે મૂલ્યાંકન કરવા માટે `૩ કરોડની જોગવાઇ.
મહેસૂલ વિભાગ માટે કુલ `૫૧૯૫ કરોડની જોગવાઇ
નાગરિકોને અપાતી સેવાઓમાં સરળીકરણ અને પારદર્શિતા લાવવા જન સેવા કેન્દ્રો/ ઈ-ધરા કેન્દ્રો/ દસ્તાવેજ નોંધણી કચેરીઓ શરૂ કરેલ છે. દર વર્ષે અંદાજે ૯૦ લાખ લોકો આ કેન્દ્રોની મુલાકાત લઇ સંતોષકારક રીતે સેવાઓ મેળવે છે. નાગરિકોને મળતી સુવિધાઓમાં વધારો કરવા અને ટેકનોલોજીના ઉપયોગ દ્વારા આ સેવાઓને વધારે સરળ બનાવવા આ કેન્દ્રોનું અપગ્રેડેશન કરવામાં આવશે. મહેસૂલી કચેરીઓ અને સ્ટેમ્પ નોંધણી કચેરીઓના આધુનિકીકરણની કામગીરી હાથ ધરવામાં આવશે.
• કપરાડા, બાવળા અને અંજાર ખાતે નવી મામલતદાર કચેરીઓના નિર્માણ સહિત અન્ય કલેક્ટર/પ્રાંત કચેરીઓ/ક્વાટર્સના બાંધકામ માટે `૧૮૩ કરોડની જોગવાઇ.
• સબ રજીસ્ટ્રાર કચેરીઓનું સંપૂર્ણ નવિનીકરણ કરવામાં આવશે જેમાં બાંધકામ, ઓનલાઇન આઇ.ટી. વ્યવસ્થા, CCTV કેમેરા તેમજ નાગરિકો માટેની યોગ્ય સગવડો ઉભી કરવા માટે ₹૩૯ કરોડની જોગવાઇ.
• મહેસૂલી કામગીરીનો વ્યાપ વધતા, નાગરિકોને ગુણવત્તાયુક્ત અને ઝડપી સેવાઓ પૂરી પાડવા મહેસૂલ વિભાગ હેઠળ વિવિધ સંવર્ગોની અંદાજે ૪૦૦ નવી જગ્યાઓ ઉભી કરવા ₹૧૮ કરોડની જોગવાઇ.
• સરકારી જમીન પરના દબાણો અટકાવવાના હેતુથી ફેન્સિંગ/સાઇન બોર્ડની કામગીરી માટે ₹૧૩ કરોડની જોગવાઇ.
કાયદા વિભાગ માટે કુલ `૨૫૫૯ કરોડની જોગવાઇ
• દરેક વ્યકિતને સુગમતાથી અને સમયસર ન્યાય મળી રહે તેવા હેતુથી ન્યાયતંત્રની વ્યવસ્થામાં વિસ્તાર કરી તેને સુદ્રઢ કરવામાં આવશે. અદ્યતન ટેકનોલોજીના ઉપયોગથી ન્યાયતંત્રને સજ્જ બનાવવા રાજય સરકાર કાર્યરત છે.
• વિવિધ સ્તરે કોર્ટ બિલ્ડિંગના બાંધકામ તથા મરામત માટે `૨૧૧ કરોડની જોગવાઇ.
• ન્યાયિક અધિકારીઓ અને સ્ટાફના રહેઠાણના મકાનો માટે `૧૨૫ કરોડની જોગવાઇ.
• હાઇકોર્ટના ઇ-કોર્ટ મિશન મોડ પ્રોજેક્ટ અંતર્ગત રાજયની અદાલતોમાં તમામ સ્તરે કમ્પ્યુટરાઇઝેશન અને ડિઝિટાઇઝેશન માટે `૨૦ કરોડની જોગવાઇ.
• જનસંખ્યાના આધારે તાલુકાઓના ક્લસ્ટર (સમુહ) દીઠ એક ફેમિલી કોર્ટ મળી રહે તે રીતે ૮૦ જેટલી નવી ફેમિલી કોર્ટ સ્થાપી તેમાં જરૂરી મહેકમ ઉભુ કરવા `૫ કરોડની જોગવાઈ.
• રાજયના વકીલોના કલ્યાણ માટે ગુજરાત રાજ્ય બાર કાઉન્સીલને સહાય આપવા `૫ કરોડની જોગવાઈ.
• તમામ ટ્રીબ્યુનલોને નવતર ટેકનોલોજીથી સુસજ્જ કરી Virtual/hybrid માધ્યમથી સુનાવણીની સુવિધા ઉભી કરવા માટે `૫ કરોડની જોગવાઇ.