Monkeypox: ગુજરાતમાં મંકીપોક્સ વાયરસ સામે આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર, જાણો શું કરાઈ વ્યવસ્થા
વિશ્વ આરોગ્ય સંસ્થા WHOએ મંકીપોક્સ વાયરસ મામલે હેલ્થ ઈમરજન્સી જાહેર કરી છે. વિશ્વના 75 દેશમાં અત્યાર સુધીમાં અંદાજે 16 હજાર મંકીપોક્સનાં દર્દીઓ નોંધાઈ ચૂક્યા છે.

Gujarat Monkeypox Alret: વિશ્વ આરોગ્ય સંસ્થા WHOએ મંકીપોક્સ વાયરસ મામલે હેલ્થ ઈમરજન્સી જાહેર કરી છે. વિશ્વના 75 દેશમાં અત્યાર સુધીમાં અંદાજે 16 હજાર મંકીપોક્સનાં દર્દીઓ નોંધાઈ ચૂક્યા છે. હાલ દેશમાં મંકીપોક્સ વાયરસ દસ્તક આપી ચુક્યો છે અને અત્યાર સુધીમાં મંકીપોક્સ વાયરસના કુલ 4 કેસ નોંધાઈ ચુક્યા છે. ત્યારે મંકી પોક્સનું સંક્રમણ વધુ ફેલાય તે પહેલાં ગુજરાત સરકારનું આરોગ્ય વિભાગ પણ સતર્ક થઈ ગયું છે.
મંકીપોક્સ વાયરસ સામે તંત્ર એલર્ટઃ
હજી સુધી ગુજરાતમાં મંકીપોક્સ વાયરસનો એક પણ કેસ નથી જોવા મળ્યો પરંતુ તકેદારીના ભાગરૂપે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આ વાયરસ સામે તૈયારીઓ શરુ કરાઈ છે. સિવિલ હોસ્પિટલમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં D9 વોર્ડમાં 8 બેડ તૈયાર કરવામાં આવ્યા છે. જેથી કરીને, ગુજરાતમાં મંકીપોક્સનો કોઈ કેસ આવે તો તાત્કાલિક સારવાર આપવા માટે આ વ્યવસ્થા ઉભી કરાઈ છે. હાલ કોઈપણ વ્યક્તિને તાવ આવે, શરીર પર ફોલ્લા પડે, ગળામાં દુખાવો થાય તો ડોક્ટરનો સંપર્ક કરવા માટે સૂચના અપાઈ છે.
મંકીપોક્સ શું છે?
મંકીપોક્સ પણ એક વાયરલ રોગ છે. તે ઉચ્ચ તાવ, ચામડીના જખમ, ફોલ્લીઓ અને સોજો લસિકા ગાંઠો દ્વારા ઓળખાય છે. જો કે નિષ્ણાતો કહે છે કે આ રોગ ચેપ ફેલાવે છે, પરંતુ તેનો દર્દી મોટાભાગે ચાર અઠવાડિયાની વચ્ચે જાતે જ સાજો થઈ જાય છે. ફોર્ટિસ મેમોરિયલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના ડોકટર ઓફ ઈન્ટરનલ મેડિસિન શ્રી બાલાજીએ મંકીપોક્સ વિશે જણાવ્યું કે સૌથી પહેલા આપણે સમજવું પડશે કે ગભરાવાની કોઈ જરૂર નથી. લોકોએ માત્ર વધુ સજાગ રહેવાની જરૂર છે. મંકીપોક્સ એક હળવો ચેપ છે, જેમાં શીતળા જેવા લક્ષણો પણ દેખાય છે.
મંકીપોક્સ કેવી રીતે ફેલાય છે?
સેન્ટર ફોર કોમ્યુનિટી મેડિસિન, AIIMS ખાતે કામ કરતા એડિશનલ પ્રોફેસર હર્ષલ સાલ્વે કહે છે કે મંકીપોક્સ દર્દીઓના શ્વાસોચ્છવાસના ટીપાં અને શરીરના પ્રવાહીના સંપર્કથી મનુષ્યમાં ફેલાય છે. દર્દીઓને અલગ કરીને અને તેમના સંપર્કમાં આવેલા લોકોની ઓળખ કરીને તેને ફેલાવાથી રોકી શકાય છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
