Lion : ગીરથી સેંડકો કિલોમીટર દૂર કોડીનારમાં દેખાયો સિંહ, ઓરડીના છાપરા પર ફરમાવ્યો આરામ, જુઓ Video
Lion Video : કોડીનારના આલિદર ગામે રહેતા કૌશિકભાની વાડીનો મહેમાન બન્યો વનરાજ.
Gir Somnath : ગીરથી સેંકડો કિલોમીટર દૂર ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર (Kodinar) માં સીંગ દેખાયો છે. વનરાજ કોડીનારના આલિદર ગામે રહેતા કૌશિકભાની વાડીનો મહેમાન બન્યો છે. અહીં વાડીના છાપરા પર સિંહ આરામ ફરમાવતો જોવા મળ્યો હતો. ચોમાસામાં ગીરથી દુર ગામડામાં આરામ ફરમાવતો સિંહ ખેડૂતે મોબાઈલ કેમેરામાં કેદ કર્યો છે. સિંહનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જુઓ આ વિડીયો -
કોડીનારમાં આલિદર ગામે દેખાયો સિંહ#GirSomanth #Kodinar #Alidar #Lion #Video #AsiaticLion pic.twitter.com/hRzkd8pcyk
— ABP Asmita (@abpasmitatv) July 11, 2022
ગીર ગઢડાના ખિલાવડ રોડ પર એક સાથે 11 સિંહ દેખાયા હતા
ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકામાં એક સાથે 11 સિંહો રોડ પર લટાર મારતા દેખાયા હતા. આ 11 સિંહોના ટોળામાં સિંહણ અને સિંહબાળ પણ સામેલ હતા.મોડી રાત્રે એક સાથે 11 સિંહોનું ટોળું રોડ પર આવતા અમુક સમય માટે વાહનવ્યવહાર થંભી ગયો હતો. આ વિડીયો ક્યાંનો છે એ સ્પષ્ટ થઇ શક્યું નથી, પણ કહેવામાં આવી રહ્યું છે કે આ વિડીયો ગીર ગઢડાના ખિલાવડ રોડ પરનો છે. એક સાથે 11 સિંહ આવતા ગ્રામજનોમાં ભય ફેલાયો હતો અને ગ્રામજનો દ્વારા વનવિભાગને જાણ કરવામાં આવી હતી. આ વિડિઓ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. જુઓ આ વિડીયો -&
ગીર સોમનાથના ગીર ગઢડામાં એક સાથે 11 સિંહો રોડ પર લટાર મારતા દેખાતા #GirSomnath #Gir #Lion #AsiaticLion #Gujarat pic.twitter.com/zLTPCQyzWv
— ABP Asmita (@abpasmitatv) May 22, 2022
સાવરકુંડલાના આંબરડી ગામમાં સિંહોની લટાર
સાવરકુંડલાના આંબરડી ગામની બજારમાં સિંહો જોવા મળતા ફફડાટ ફેલાયો હતો. આ અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. બે બચ્ચાં સાથે એક સિંહણ શિકારની શોધમાં ગામની અંદર આવી ચડી હતી. સિંહણના આવવાથી ગામની શાક માર્કેટ સામે આરામ ફરમાવી રહેલ રેઢિયાળ પશુઓના ટોળામાં ભાગ દોડ મચી ગઈ હતી. વહેલી સવારે પોણા પાંચ વાગ્યે બનેલ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. નોંધનિય છે કે, આંબરડી ગામે સિંહો અવાર નવાર ગામમાં ઘૂસી આવી પશુઓનો શિકાર કરે છે. તો બીજી તરફ જાણકાર લોકોનું કહેવું છે કે, જંગલમાં શિકાર ઓછો મળતો હોવાથી સિંહ ગામ તરફ આવવા લાગ્યા છે. જુઓ આ વિડીયો -
સાવરકુંડલાના આંબરડી ગામની બજારમાં સિંહો જોવા મળતા ફફડાટ ફેલાયો pic.twitter.com/3cb5DMhzP8
— ABP Asmita (@abpasmitatv) June 21, 2022