શોધખોળ કરો

'રેખાબેનને તો છોકરા ભણાવતા જ આવડે, ડેરીમાં નોકરીની લાલચ આપશે ને પછી......' - શિવા ભૂરીયાના બનાસકાંઠા બેઠક પર આકરા પ્રહાર

બનાસકાંઠા બેઠક પર ભાજપ અને કોંગ્રેસની સીધી ટક્કર જોવા મળી રહી છે, અહીં બન્ને પક્ષોએ મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતારી છે

Lok Sabha Election: ભાજપ અને કોંગ્રેસ ગુજરાતમાં આમને સામને છે, લોકસભાની ચૂંટણી માટે જંગ જામ્યો છે. ભાજપે આ વખતે પણ 26માંથી 26 બેઠકો પર કેસરિયો કરવાનો નિર્ધાર કર્યો છે ત્યારે આ બધાની વચ્ચે બનાસકાંઠાની ચર્ચા સૌથી વધુ થઇ રહી છે, ભાજપે અહીંથી ડૉ. રેખાબેન ચૌધરીને ટિકીટ આપી છે, તો કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. બનાસકાંઠાની ચૂંટણીના પ્રચારમાં હવે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય શિવા ભૂરીયાની એન્ટ્રી થઇ ચૂકી છે, હાલમાં જ શિવા ભૂરીયાએ ભાજપ અને રેખાબેન ચૌધરી પર વાકબાણ છોડ્યા હતા. આ પછી ફરી એકવાર રાજનીતિ ગરમાઇ છે. 

બનાસકાંઠા બેઠક પર ભાજપ અને કોંગ્રેસની સીધી ટક્કર જોવા મળી રહી છે, અહીં બન્ને પક્ષોએ મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતારી છે. હાલમાં જ દિયોદરના કોંગ્રેસના પૂર્વ MLA શિવા ભુરીયાના ભાજપ પર આકરા પ્રહાર જોવા મળ્યા છે. ભાજપના ઉમેદવાર રેખાબેન પર શિવા ભૂરીયાએ સીધા પ્રહારો કરીને મતદારો સાથે છેતરપિંડી થઇ રહી હોવાની વાત કહી છે. શિવા ભૂરીયાએ મંચ પરથી કહ્યું કે, રેખાબેનને તો છોકરા ભણાવતા જ આવડે, ચૂંટણી આવી છે એટલે લાલચ આપશે, તેઓ કહેશે કે અમારી સાથે આવી જાઓ એટલે ડેરીમાં નોકરી મળી શકે. શિવા ભૂરીયાએ રેખાબેનની સાથે સાથે ભાજપ પર પણ સીધો પ્રહાર કર્યો, તેમને કહ્યું કે, જોરથી બોલવું અને જુઠ્ઠુ બોલવુ એ ભાજપની આદત છે. મતદારો આ વખતે બેંક અને ડેરીમાં નોકરીની લોભામણી લાલચોમાં છેતરાય ના જતા. ઉલ્લેખનીય છે કે, શિવા ભુરીયા દિયોદર વિધાનસભાની 2022માં ચૂંટણી હાર્યા હતા, આ પહેલા તેઓ કોંગ્રેસના ધારાસભ્ય રહી ચૂક્યા છે.  

ભાજપ વધુ બે બેઠકો પર ઉમેદવારો બદલશે ? વડોદરા-સાબરકાંઠા બાદ ચર્ચા

ગુજરાતમાં ભાજપ પક્ષ પોતાની તમામ બેઠકો માટે ઉમેદવારો નક્કી કરે તે પહેલા આજે સવારે ડબલ ટ્વીસ્ટ્સ આવ્યુ છે. રાજ્યમાં બે વિવાદિત બેઠકો - વડોદરા અને સાબરકાંઠા પરના ઉમેદવારોએ ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો છે. વડોદરા લોકસભા બેઠક પરથી રંજનબેન ભટ્ટ અને સાબરકાંઠા બેઠક પરથી ભીખાજી ઠાકોર સોશ્યલ મીડિયા પૉસ્ટ શેર કરીને ચૂંટણી લડવાનો ઇન્કાર કરી દીધો છે.

ગુજરાત ભાજપમાં અત્યારે ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઇ છે, આજે સવારે ભાજપના વડોદરા બેઠક અને સાબરકાંઠા બેઠક પરથી ઉમેદવારોએ ના પાડી દીધી છે. સોશ્યલ મીડિયા પૉસ્ટ દ્વારા ના પાડ્યા બાદ હવે રાજ્યમાં ભાજપના વધુ બે ઉમેદવારો પણ લાઇનમાં હોવાની ચર્ચાઓ છે. હાલમાં રાજકીય વર્તુળો અને લોકોમાં ચર્ચાએ જોર પકડ્યું છે કે, ગુજરાતમાં વધુ બે ઉમેદવારો ભાજપ બદલી શકે છે. ચર્ચા છે કે, બનાસકાંઠા અને આણંદના ઉમેદવારો ભાજપ બદલી શકે છે. 

ભાજપે બનાસકાંઠા લોકસભા બેઠક પથી ડૉ.રેખાબેન ચૌધરી અને આણંદ બેઠક પરથી મિતેશ પટેલ લોકસભાની ટિકીટ આપી છે. જોકે, સુત્રો અનુસાર, બન્ને ઉમેદવારો કોંગ્રેસ સામે નબળા સાબિત થઇ શકે છે, કેમ કે બનાસકાંઠામાં કોંગ્રેસે દમદાર નેતા ગેનીબેન ઠાકોરને ટિકીટ આપી છે, તો વળી, આણંદ બેઠક પરથી કોંગ્રેસે દિગ્ગજ નેતા અમિત ચાવડાને ટિકીટ આપી છે. આ બન્ને નેતાઓ સામે ભાજપના ઉમેદવારો નબળા પડી રહ્યાં હોવાની પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે. 

આણંદ બેઠક - કોણ છે મિતેષ પટેલ ? 
આણંદ લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ સાંસદ મિતેષ પટેલ પર પુનઃ વિશ્વાસ મૂકીને આગામી લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. મિતેશભાઈ પટેલ કે જેઓ “બકાભાઈ” ના હુલામણા નામથી ઓળખાય છે, તેમનો જન્મ 27 મી ઓગસ્ટ, 1965ના રોજ આણંદ જિલ્લાના સારસા ગામમાં એક ખેડૂત પરિવારમાં થયો હતો. તેઓએ બોર્ડ ઓફ ટેકનિકલ એક્ઝામિનેશન, કર્ણાટકમાંથી ટેલિકોમ એન્જિનીયરિંગ (ઈલેક્ટ્રોનિક્સ અને ટી.સી.) માં ડિપ્લોમા કર્યું છે. તેઓ નાનપણથી જ ભાજપ સાથે જોડાયાં હતાં અને રાજકારણમાં સતત સક્રિય છે. આગવી રાજકીય સુઝબુઝ ધરાવતાં મિતેશભાઈ ઉપર ગત ટર્મમાં ભાજપે વિશ્વાસ મુક્યો હતો અને 2019 ની લોકસભા ચૂંટણી માટે આણંદ બેઠકના ઉમેદવાર બનાવ્યાં હતાં. પ્રથમ ચૂંટણીમાં જ મિતેશભાઈ 1,97,718 મતોથી જીત હાંસલ કરી હતી.

બનાસકાંઠા બેઠક - કોણ છે ડૉ. રેખાબેન ચૌધરી ? 
ભાજપે આ વખતે બનાસકાંઠાથી રેખાબેન ચૌધરી ટિકિટ આપી છે. રેખાબેન ચૌધરી પાલનપુરના રહેવાસી છે. જેઓએ એમએસસી, એમફિલ અને મેથેમેટિક્સમાં પીએચડીનો અભ્યાસ કર્યો છે. તેઓ એન્જિનિયરિંગ કોલેજમાં અધ્યાપક પણ રહ્યા છે. રેખાબેન ચૌધરીની ઉંમર 44 વર્ષ છે.

ડૉ. રેખાબેન ચૌધરી ઉચ્ચ અભ્યાસ કર્યા બાદ 20 વર્ષથી એન્જિનિયરિંગ કોલેજમાં અધ્યાપક તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓ બનાસ ડેરીના આદ્યસ્થાપક સ્વર્ગીય ગલબાભાઇ નાનજીભાઇ પટેલના પૌત્રી છે. તેઓ મહિલા સશક્તિકરણના કાર્યોમાં સતત સક્રિય રહીને દાદાનો વારસો આગળ વધારી રહ્યા છે. રેખાબેનનો પરિવાર ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે. ડૉ. રેખાબેન ચૌધરી અને તેમના પતિ હિતેશભાઇ ચૌધરી લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. તેમના પતિ હિતેશભાઇ ચૌધરી હાલ મોરબી જિલ્લાના પ્રભારી છે. આ અગાઉ તેઓ કચ્છ જિલ્લાના પ્રભારી તરીકે ફરજ નિભાવી રહ્યા હતા. આ ઉપરાંત તેઓ બનાસકાંઠા જિલ્લા ભાજપના મહામંત્રી, યુવા મોર્ચામાં ત્રણ ટર્મ સુધી પ્રદેશ તેમજ રાષ્ટ્રીયકક્ષાએ વિવિધ જવાબદારીઓ નિભાવી છે.

ડૉ. હિતેશભાઇ ચૌધરી ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ મેમ્બર અને તથા ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ તથા સિન્ડિકેટ મેમ્બર પણ રહી ચુક્યા છે. આ સાથે તેઓ વિદ્યાર્થીકાળ દરમિયાન એબીવીપીમાં સક્રિય કાર્યકર્તા પણ રહ્યા છે. આ સાથે તેઓ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના દ્રીતીય વર્ષ શિક્ષિત સ્વયં સેવક પણ રહી ચુક્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

નવસારીના દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા, 2ને બચાવી લેવાયા, 4 લાપતા
નવસારીના દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા, 2ને બચાવી લેવાયા, 4 લાપતા
અંબાલાલ પટેલની આગાહીઃ આગામી ચાર દિવસ આંધી, વંટોળ સાથે આ વિસ્તારમાં વરસાદ પડશે
અંબાલાલ પટેલની આગાહીઃ આગામી ચાર દિવસ આંધી, વંટોળ સાથે આ વિસ્તારમાં વરસાદ પડશે
CSK vs RR Match Highlights: ચેન્નાઈએ રાજસ્થાનને 5 વિકેટે હરાવી પ્લે ઓફ માટે ઠોક્યો દાવો
CSK vs RR Match Highlights: ચેન્નાઈએ રાજસ્થાનને 5 વિકેટે હરાવી પ્લે ઓફ માટે ઠોક્યો દાવો
Delhi Bomb Threat:  દિલ્હીમાં ફરી એકવાર બોમ્બની ધમકી, બે હોસ્પિટલોને ધમકીભર્યો ઈમેલ મળતા ખળભળાટ
Delhi Bomb Threat: દિલ્હીમાં ફરી એકવાર બોમ્બની ધમકી, બે હોસ્પિટલોને ધમકીભર્યો ઈમેલ મળતા ખળભળાટ
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ભાજપમાં ભડકાનું કારણ શું?Hun To Bolish | હું તો બોલીશ | હવે તો કરો પંચાયતની ચૂંટણીSurat: હિંદુવાદી નેતાની હત્યાની સોપારીનો કેસ મૌલાના બાદ વધુ એક આરોપીની કરાઈ ધરપકડRajkot:

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવસારીના દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા, 2ને બચાવી લેવાયા, 4 લાપતા
નવસારીના દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા, 2ને બચાવી લેવાયા, 4 લાપતા
અંબાલાલ પટેલની આગાહીઃ આગામી ચાર દિવસ આંધી, વંટોળ સાથે આ વિસ્તારમાં વરસાદ પડશે
અંબાલાલ પટેલની આગાહીઃ આગામી ચાર દિવસ આંધી, વંટોળ સાથે આ વિસ્તારમાં વરસાદ પડશે
CSK vs RR Match Highlights: ચેન્નાઈએ રાજસ્થાનને 5 વિકેટે હરાવી પ્લે ઓફ માટે ઠોક્યો દાવો
CSK vs RR Match Highlights: ચેન્નાઈએ રાજસ્થાનને 5 વિકેટે હરાવી પ્લે ઓફ માટે ઠોક્યો દાવો
Delhi Bomb Threat:  દિલ્હીમાં ફરી એકવાર બોમ્બની ધમકી, બે હોસ્પિટલોને ધમકીભર્યો ઈમેલ મળતા ખળભળાટ
Delhi Bomb Threat: દિલ્હીમાં ફરી એકવાર બોમ્બની ધમકી, બે હોસ્પિટલોને ધમકીભર્યો ઈમેલ મળતા ખળભળાટ
Chips Packets:  એક 20 રુપિયાના ચિપ્સના પેકેટમાં કેટલું તેલ હોય છે? જવાબ સાંભળીને ખાવાનું છોડી દીધું
Chips Packets: એક 20 રુપિયાના ચિપ્સના પેકેટમાં કેટલું તેલ હોય છે? જવાબ સાંભળીને ખાવાનું છોડી દીધું
Watch: દડો સ્ટમ્પને ન લાગ્યો છતા પણ જાડેજાને આપી દેવામાં આવ્યો આઉટ, જાણો અજીબોગરીબ ઘટના
Watch: દડો સ્ટમ્પને ન લાગ્યો છતા પણ જાડેજાને આપી દેવામાં આવ્યો આઉટ, જાણો અજીબોગરીબ ઘટના
Exclusive: 'ભ્રામક છે BJPનું ઈકોનોમી મોડલ', નિર્મલા સીતારમણના પતિએ કહ્યું, મોદીનો ત્રીજો કાર્યકાળ હશે 'વિનાશક'
Exclusive: 'ભ્રામક છે BJPનું ઈકોનોમી મોડલ', નિર્મલા સીતારમણના પતિએ કહ્યું, મોદીનો ત્રીજો કાર્યકાળ હશે 'વિનાશક'
પી.ટી. જાડેજાનાં રાજીનામાં મુદ્દે સંકલન સમિતિનાં રમજુભાએ કર્યો મોટો ખુલાસો
પી.ટી. જાડેજાનાં રાજીનામાં મુદ્દે સંકલન સમિતિનાં રમજુભાએ કર્યો મોટો ખુલાસો
Embed widget