શોધખોળ કરો
Advertisement
Navratri 2020 LIVE: નવરાત્રિનું આજે આઠમું નોરતું
આજના દિવસે સ્કંદમાતાની પૂજા અર્ચના કરવામાં આવે છે.
LIVE
Background
કોરોના વાયરસના કારણે ચાલુ વર્ષે ગુજરાતમાં ગરબાને મંજૂરી આપવામાં આવી નથી. માત્ર સોસાયટી, ફલેટોમાં માતાજીની આરતી સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે કરવાની મંજૂરી આપી છે. 17 ઓક્ટોબર થી 25 ઓક્ટોબર નવરાત્રિ યોજાશે.
08:27 AM (IST) • 24 Oct 2020
આજે નવરાત્રિનો આઠમો દિવસ અર્થાત આઠમું નોરતું છે. આજના દિવસે મા જગદંબાએ મહાગૌરી સ્વરૂપ ધારણ કર્યું હતું. “માં” શબ્દ જ એવો છે કે તેને બોલતાં જ મોં ભરાઈ જાય અને અનન્ય આનંદની અનુભૂતિ થાય છે. અને “માં” નો મહિમા અને મમતા પણ એવી છે કે હૃદયના સાચા ભાવથી જો તેમની ઉપાસના કરવામાં આવે તો “માં” ચોક્કસ રીઝે અને અણધાર્યા કામ પાર પાડે. સ્વપ્નમાં પણ જે ન વિચાર્યા હોય તેવા કામો પાર પાડે અને મોટા ડુંગર જેવી અતુટ તકલીફોનો પળવારમાં ભાંગીને ભૂક્કો કરી નાંખે એનુ નામ “માં”.
09:31 AM (IST) • 23 Oct 2020
નવરાત્રીનો સાતમા દિવસે મા કાલરાત્રિની પૂજા કરાય છે. માતાનું આ સ્વરુપ રિઘ્ધિ-સિઘ્ધિ પ્રદાન કરે છે. તંત્ર ક્રિયાની સાધના કરવા માટે આજનો દિવસ મહત્વ પૂર્ણ છે. નવરાત્રીની સાતમી એ તંત્ર ક્રિયાની સાધના કરનારા સાધક રાત્રીના સમયે દેવીની તાંત્રિક વિધિથી પૂજા કરે છે. મા કાલરાત્રિનું સ્વરુપ જોવામાં ભયાનક છે. માનવામાં આવે છે કે મા નું આ ભયાનક સ્વરુપ માત્ર પાપીઓનો નાશ કરવા માટે છે. પરંતુ પોતાના ભકતો માટે માંનું હ્રદય અત્યંત કોમળ છે.
09:39 AM (IST) • 22 Oct 2020
07:18 AM (IST) • 22 Oct 2020
નવરાત્રિમાં છઠ્ઠા દિવસે માતા કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે. તેમની ઉપાસના અને આરાધના કરવાથી ભક્તોને ઘણી સરળતાથી અર્થ, ધર્મ, કામ અને મોક્ષ ચારેય ફળ પ્રાપ્ત થાય છે. તેમની ભક્તિથી રોગ, શોક, સંતાપ અને ભય નષ્ટ થઈ જાય છે. માતા કાત્યાયનીને ગમ-દુઃખો દૂર કરનારી માનવામાં આવે છે. ભક્તોના રોગ, શોક, સંતાપ અને ભય નષ્ટ થાય છે. જન્મોજનમના પાપ સમાપ્ત થઈ જાય છે. માતા કાત્યાયનીની પૂજાથી પરમપદ પ્રાપ્ત થાય છે.
19:31 PM (IST) • 21 Oct 2020
ખેડબ્રહ્મામાં અંબિકા માતાજી મંદિરમાં બંધ દરવાજે આઠમનો હવન કરાશે. 24 ઓક્ટોબરે બપોરે 12 થી 4 વાગ્યા સુધી બંધ બારણે હવન કરાશે.
Load More
Tags :
Navratri 2020 Navratri 2020 Date And Time Navratri 2020 LIVE Navratri 2020 LIVE Updates Navratri 2020 Muhurat Navratri Celebrations Navratri Dates Navratri Photosગુજરાતીમાં એબીપી અસ્મિતા પર સૌથી પહેલા વાંચો તમામ બ્રેકિંગ ન્યૂઝ.બોલિવૂડ, રમતગમત અને કોવિડ-19 વેક્સિન અપડેટ્સ વિશેની દરેક વસ્તુ માટે સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ એબીપી ન્યૂઝ. વધુ સંબંધિત સ્ટોરી માટે ફોલો કરો: ગુજરાતી સમાચાર
New Update
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
મનોરંજન
દેશ
દેશ
Advertisement