News: વરસાદ વિરામ લેતાં આ શહેરમાં રોગચાળો ફાટી નીકળ્યો, રોજના 5000 દર્દીઓની ઓપીડી - બેડ ખુટ્યા
તાજા અપડેટ પ્રમાણે, સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી રોગચાળાના ભરડામાં આવી છે. અહીં સેલવાસ શહેરમાં મોટા પ્રમાણમાં જુદાજુદા રોગોના દર્દીઓથી હૉસ્પીટલોમાં ઉભરાઇ રહી છે.
News: દેશભરમાં અત્યારે વરસાદે વિરામ લીધો છે, ભારે તારાજી નોતર્યા બાદ વરસાદ છેલ્લા બે ત્રણ દિવસથી વિરામ પર છે અને આ કારણે હવે મોટાભાગના શહેરો અને ગામડાંઓમાં સ્થિતિ વિકટ બની રહી છે, લોકો રોગચાળાના ભરડાં આવી રહ્યાં છે. આ બધાની વચ્ચે સંઘ પ્રદેશમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે.
તાજા અપડેટ પ્રમાણે, સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી રોગચાળાના ભરડામાં આવી છે. અહીં સેલવાસ શહેરમાં મોટા પ્રમાણમાં જુદાજુદા રોગોના દર્દીઓથી હૉસ્પીટલોમાં ઉભરાઇ રહી છે. સેલવાસની વિનોબા ભાવે સિવિલ હૉસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ છે. અહીં હૉસ્પિટલમાં દરરોજના 5000 દર્દીઓ ઓપીડી આવી રહી છે અને હાલમાં સ્થિતિ એવી બની છે કે, હૉસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે, જેથી બેડ ખુટ્યા છે. હૉસ્પીટલમાં બેડ ના મળતા અનેક દર્દીઓને પથારી પર સુવડાવીને સારવાર અપાઇ રહી છે. એક વર્ષમાં 850થી વધુ ડેન્ગ્યૂના કન્ફર્મ કેસ અહીં નોંધાયા છે, અન્ય રોગોના દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. વધતા રોગચાળાને અટકાવવા આરોગ્ય વિભાગ પણ દોડતું થયુ છે. ખાસ વાત છે કે, અહીં દાદરા નગર હવેલી ઉપરાંત મહારાષ્ટ્ર અને વલસાડ જિલ્લાના છેવાડાના વિસ્તારોમાંથી પણ દર્દીઓ આવી રહ્યાં છે.
ડેન્ગ્યુમાં આ ફળનું સેવન કરવાથી, શું ખરેખર ડાઉન થતાં પ્લેટલેટસને રોકી શકાય છે? જાણો રિસર્ચનું તારણ
ડેન્ગ્યુ માદા એડિસ મચ્છરના કરડવાથી ફેલાઇ છે. આ એક વાયરલ ઇન્ફેકશન છે. એડીસ મચ્છરના કરડવાથી ડેન્ગ્યુ થયા છે. જ્યારે મચ્છર સંક્રમિત વ્યક્તિને કરડે છે અને પછી તે જ મચ્છર અન્યને કરડે છે તો તે પણ ડેન્ગ્યુથી સંક્રમિત થાય છે. આ રીતે ડેન્ગ્યુ વધુને વધુ ફેલાઇ છે. ડેન્ગ્યુમાં ભયંકર માથામાં દુખાવો. સાંઘામાં દુખાવો, આંખોના પોપચામાં દુખાવો, ઠંડી, તાવ અને કેટલાક કેસમાં વોમિંટ પણ થાય છે. કેટલીક વખત સ્કિન પર ચકામા પણ જોવા મળે છે. સામાન્ય રીતે ડેન્ગ્યુની પણ ખાસ કોઇ પ્રોપર દવા નથી. ડોક્ટર તેના લક્ષણોને ઓછો કરવા માટે મેડ઼િસિન આપે છે તેમજ ડાયટમાં વિટામિન સી ખાવાની અને વધુ પાણી પીવાની પણ સલાહ આપે છે.
ડેન્ગ્યુમાં ડાઉન થાય છે પ્લેટલેટસ
ડેન્ગ્યુ માત્ર શરીરને નબળું નથી પાડતું પરંતુ તેનાથી પ્લેટલેટ્સ પણ ડાઉન થાય છે. ડેન્ગ્યુમાં તાવ એટલો ખતરનાક આવે છે કે, તે તમને 6-7 દિવસમાં ખૂબ જ નબળા બનાવી દે છે. ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમ જેવી ગંભીર સમસ્યાઓ પણ પેદા કરી શકે છે. જો તમને ડેન્ગ્યુનો તાવ આવે છે, તો દવાઓ લેવાની સાથે હેલ્ધી ફૂડ ખાવું સૌથી જરૂરી છે. આ તાવમાં સૌથી જરૂરી છે કે તમે બને તેટલો પૌષ્ટિક ખોરાક લો. તમે ઓછા સમયમાં ઝડપથી સ્વસ્થ થઈ જશો. ડેન્ગ્યુ પછી પણ રિકવરી માટે આહારમાં સિઝનલ ફળો અને ગ્રીન વેજિટેબલનો સમાવેશ કરવો જોઈએ. કિવી એવું જ એક ફળ છે. જેમાં ઉચ્ચ વિટામિન સી અને પુષ્કળ પ્રમાણમાં ફાઈબર છે. આ ખાટું ફળ હૃદય અને પાચન માટે સારું છે. આ ઉપરાંત, તે રોગપ્રતિકારક શક્તિ માટે પણ ખૂબ સારું છે. આ એક પૌષ્ટિક ફળ છે જે વિટામિન્સ અને એન્ટિઓક્સિડન્ટ્સથી ભરપૂર છે.
જો તમારે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવી હોય તો તે ખૂબ જ મજબૂત હોવી જોઈએ.
કીવી એક એવું ફળ છે જે વિટામિન સીથી ભરપૂર છે. તે ઇમ્યુનિટિને બૂસ્ટ કરવામાં કારગર છે. કીવીમાં ઉચ્ચ એન્ટીઑકિસડન્ટો હોય છે, જે શરીરને મુક્ત રેડિકલ દૂર કરવામાં અને ઓક્સિડેટીવ તણાવ ઘટાડવામાં મદદ કરી શકે છે.
કીવી હૃદય માટે ખૂબ જ સારૂ છે. કીવીમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે જે એલડીએલ અથવા ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડીને હૃદય રોગના જોખમી પરિબળોને ઘટાડે છે.
કીવીમાં ઉચ્ચ સ્તરના ફાઈબર હોય છે જે કબજિયાત અને જઠરાંત્રિય સમસ્યાઓથી રાહત આપે છે. તે પેટની તકલીફમાં પણ રાહત આપે છે.
કીવીમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જે કેરોટીનોઈડ્સ અને આયર્નને વધારે છે. જેના કારણે આંખોની હેલ્થ પણ વધે છે અને દષ્ટી ક્ષમતા વધે છે
નબળી રોગપ્રતિકારક શક્તિને કારણે ડેન્ગ્યુના ઘણા દર્દીઓ અસ્થમાથી પીડાય છે. આવી સ્થિતિમાં, જો તમે કીવી ખાઓ છો, તો તે તમારા ફેફસાંને સ્વસ્થ રહશે અને યોગ્ય રીતે કામ કરવામાં પણ મદદ કરશે.