ગોધરા કાંડ મામલે ભાજપનો સોનિયા ગાંધી પર સીધો હુમલો,અહમદ પટેલ તો મહોરુ...
ગુજરાતમાં 2002ના રમખાણ કેસમાં તિસ્તા સેતલવાડ પર એસઆઈટીના દાવા બાદ ભાજપ અને કૉંગ્રેસ સામ-સામે આવી ગયા છે
ગાંધીનગરઃ ગુજરાતમાં 2002ના રમખાણ કેસમાં તિસ્તા સેતલવાડ પર એસઆઈટીના દાવા બાદ ભાજપ અને કૉંગ્રેસ સામ-સામે આવી ગયા છે. એક તરફ ભાજપ પ્રવકતા સંબિત પાત્રાએ કહ્યું હતું કે તિસ્તા સેતલવાડે જે પણ કર્યું તે સોનિયા ગાંધીના ઈશારે કર્યું છે. સોનિયા ગાંધીએ અહમદ પટેલના માધ્યમથી તિસ્તા સેતલવાડને 30 લાખ રૂપિયા આપ્યા હતા.
Ahmed Patel is just a name,driving force was his boss Sonia Gandhi. Through her Chief Political Advisor Ahmed Patel, Sonia Gandhi attempted to malign Gujarat's image. Through him,she attempted to insult Narendra Modi &she was architect of this entire conspiracy: Sambit Patra(2/2) pic.twitter.com/x00bKSG5g7
— ANI (@ANI) July 16, 2022
ગુજરાત 2002ના રમખાણ કેસને લઇને ભાજપે સોનિયા ગાંધી પર સીધો આરોપ લગાવ્યો છે. સોનિયા ગાંધીએ અહમદ પટેલના માધ્યમથી તિસ્તાને 30 લાખ રૂપિયા આપ્યા હતા. પત્રકાર પરિષદ યોજી સંબિત પાત્રાએ કહ્યુ હતું કે સોનિયા ગાંધીએ અહમદ પટેલના માધ્યમથી તિસ્તાને 30 લાખ રૂપિયા આપ્યા હતા. સંબિત પાત્રાએ આરોપ લગાવ્યો હતો કે સોનિયા ગાંધીએ પોતાના મુખ્ય રાજકીય હરિફને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો.
Affidavit has brought the truth out that who were the ones who were driving these conspiracies - Ahmed Patel: BJP leader Sambit Patra on 2002 Gujarat riots' SIT's affidavit stating that at Ahmed Patel’s behest, Teesta Setalvad and others plotted to destabilise Gujarat govt (1/2) pic.twitter.com/J1WIGuNCRo
— ANI (@ANI) July 16, 2022
ભાજપે આરોપ લગાવ્યો હતો કે ગુજરાત સરકારને અસ્થિર કરવા માટે ષડયંત્ર રચાયુ હતું. સંબિત પાત્રાએ કહ્યું કે સોનિયા ગાંધીએ સામે આવીને આ મામલે દેશને જવાબ આપવો જોઇએ. સંબિત પાત્રાએ કહ્યું કે અહમદ પટેલના નિવાસસ્થાને તિસ્તા, શ્રીકુમારની બેઠક થઇ હતી. તિસ્તાને અપાયેલા પદ્મશ્રી પર સંબિત પાત્રાએ સવાલ ઉઠાવ્યા હતા. સોનિયા ગાંધીએ તિસ્તાને પદ્મશ્રી અપાવ્યો હતો. પાત્રાએ કહ્યું કે અમે સરકારમાં ના આવ્યા હોત તો આજે તિસ્તા મોટા પદ પર હોત.
Gujarat riots: SIT reveals Teesta, Sreekumar, Sanjeev Bhatt received money from Ahmed Patel to frame Narendra Modi
— ANI Digital (@ani_digital) July 16, 2022
Read @ANI Story | https://t.co/qfLALA2I8X#gujaratriots #TeestaSetalvad #PMModi #gujaratriots2002 pic.twitter.com/9CtP4lGCtT
ભાજપના આરોપો પર અહમદ પટેલની દીકરીએ મુમતાજ પટેલે વળતો પ્રહાર કર્યો હતો. મુમતાજ પટેલે કહ્યું હતું કે ચૂંટણી નજીક આવતી હોવાથી ખોટા આરોપો લગાવવામાં આવી રહ્યા છે. વિપક્ષની છબી ખરાબ કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. મારા પિતા સામે ત્યારે કેમ કોઇ કાર્યવાહી થઇ નહોતી.