PM Modi Gujarat visit: PM મોદી મહીસાગર જિલ્લાની લઈ શકે છે મુલાકાત, આદિવાસીઓની વર્ષો જૂની માગ પૂરી થશે
PM Modi Gujarat visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ મહીસાગર જિલ્લાના પ્રવાસે આવી શકે છે. સંતરામપુરના માનગઢ હિલ ખાતે 1 નવેમ્બરના રોજ પ્રધાનમંત્રીનો કાર્યક્રમ યોજાશે.
PM Modi Gujarat visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ મહીસાગર જિલ્લાના પ્રવાસે આવી શકે છે. સંતરામપુરના માનગઢ હિલ ખાતે 1 નવેમ્બરના રોજ પ્રધાનમંત્રીનો કાર્યક્રમ યોજાશે. માનગઢ હિલને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરે તેવી શક્યતા છે. લાંબા સમય આદિવાસી સમાજના લોકો માનગઢ હિલને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવા માટે માગ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, માનગઢ હિલ ખાતે 1507 આદિવાસી યુવાનોએ અંગ્રેજો સામે આઝાદીની લડતમાં શહીદી વહોરી હતી. આ ઉપરાંત ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશ આ ત્રણેય રાજ્યોના આદિવાસી સમાજના લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે માનગઢ હિલ. વડાપ્રધાનના પ્રવાસને લઈને તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 31મી ઓક્ટોબરે ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. તેઓ ચૂંટણી પહેલાં 3 કાર્યક્રમો કરશે. મલુપુરમાં 4 ખાતમૂહૂર્ત કરીને જંગી સભાને સંબોધશે તથા કેવડિયામાં સરદાર જયંતિએ એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે. સરદાર જયંતિએ પરંપરા મુજબ કેવડિયામાં એકતા દિવસ સવારે પરેડ સાથે ઊજવાશે. આ કાર્યક્રમમાં ગૃહમંત્રી પણ સામેલ થાય તેવી શક્યતા છે. દર વર્ષની માફક કેવડિયામાં પ્રધાનમંત્રી IAS પ્રોબેશનર્સને પણ સંબોધશે. કેવડિયાથી પ્રધાનમંત્રી બપોરે અમદાવાદ એરપોર્ટ આવી ત્યાંથી બપોરના ત્રણ વાગે થરાદના મલુપુર ગામના હેલિપેડ ખાતે તેઓ જાહેરસભાને સંબોધશે.
થરાદમાં ચાર યોજનાઓનું ખાતમુહૂર્ત અને ત્રણ યોજનાઓની જાહેરાત કરશે
ખાતમુહૂર્ત થનારી ચારે યોજના સિંચાઈને લગતી છે, જેમાં રૂ. 1,566 કરોડની કસરા-દાંતીવાડા નર્મદા પાઇપલાઇન યોજના, રૂ. 191 કરોડની ડીંડરોલની મુકતેશ્વર ડેમ સુધીની નર્મદા પાઇપલાઇન યોજના, નર્મદા નિગમની રૂ. 88 કરોડની 32 કિમીની સૂઈગામ નર્મદા બ્રાન્ચ કેનાલ અને રૂ. 13 કરોડની કાંકરેજ-દિયોદર-પાટણ માટે પાણી પુરવઠા બોર્ડની યોજના સામેલ છે.
11 ગામોને પાઇપલાઇનથી પાણી આપવાની યોજનાની જાહેરાત થશે
મોઢેરા-મોટી ધાઉ હયાત પાઇપલાઇન મુક્તેશ્વર ડેમ અને કર્માવત તળાવ સુધી લંબાવવાની રૂ. 550 કરોડની યોજના, રૂ. 145 કરોડના ખર્ચે બાલારામ નદી ઉપરના ડેમમાંથી પાણી લઈ મલાણી તળાવ સહિત 13 તળાવો ભરવાની યોજના અને રૂ. 126 કરોડની સાંતલપુરના ઊંચાઈ ઉપરના 11 ગામોને પાઇપલાઇનથી પાણી આપવાની યોજનાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાહેરાત કરશે.