Accident: હિમાચલ પ્રદેશના મંડી નજીક કાર ખીણમાં ખાબકતાં, 5 યુવકના ઘટનાસ્થળે જ મોત
Accident: હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં એક ભયંકર માર્ગ અકસ્માતમાં 5નાં મૃત્યુ થયા છે. ચૌહર ઘાટીના બર્ધનમાં મારુતિ કાર ઊંડી ખાઈમાં પડી હતી, જેમાં મુસાફરી કરી રહેલા પાંચ યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા
Himachal pradesh:હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાના ચૌહરઘાટીના બર્ધનમાં એક મારુતિ કાર ઊંડી ખાઈમાં પડી હતી. જેના કારણે કારમાં સવાર પાંચ યુવકોના ઘટના સ્થળે જ મૃત્યુ ત નિપજ્યા હતા. આ પાંચેય જણ લગ્ન પ્રસંગે હાજરી આપીને ઘરે પરત ફરી રહ્યા હતા. આ ભયંકર અકસ્માત શનિવારે મોડી રાત્રે થયો હતો. કારમાં સવાર તમામ યુવકો ધામચ્યાણ ગામના રહેવાસી છે. જે બારોટમાં લગ્ન પ્રસંગમાં ગયા હતા. મોડી રાત્રે ઘરે પરત ફરતી વખતે આ અકસ્માત થયો હતો. જે અંગેની માહિતી રવિવારે સવારે મળી હતી.
ઘેટાંના પશુપાલકે કારને ખાડામાં પડતી જોઈ
જ્યારે એક ઘેટાંના પશુપાલક એક કારને રસ્તાથી લગભગ 700 મીટર નીચે ખાડામાં પડેલી જોઈ. આ અંગે આસપાસના ગ્રામજનોને જાણ કરી હતી. જે બાદ પંચાયતના પ્રતિનિધિઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને ઘટના અંગે તિક્કન પોલીસ ચોકીને જાણ કરી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સ્થાનિક મૃતદેહો ખીણમાંથી બહાર કાઢ્યા હતા.
અકસ્માતના પગલે આ વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું
મૃતકોની ઓળખ રાજેશ, ગંગુ, કર્ણ, સાગર અને અજય તરીકે થઈ છે. જેમાં એક 16 વર્ષની આસપાસનો કિશોર અને અન્ય ચારની ઉંમર 25 થી 30 વર્ષની વચ્ચે હોવાનું કહેવાય છે. આ દુ:ખદ અકસ્માતને કારણે સમગ્ર ચૌહાર ઘાટીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
જો કે, પોલીસ તમામ મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ જોગેન્દ્રનગર લાવશે. જ્યાં પંચનામા બાદ મૃતદેહ સ્વજનોને સોંપવામાં આવશે. એસપી મંડીએ જણાવ્યું કે પોલીસે કેસ નોંધી લીધો છે અને મૃતદેહોને બહાર કાઢવા માટે ગ્રામજનોની મદદથી બચાવ કામગીરી શરૂ કરી હતી. અકસ્માત પાછળના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.