શોધખોળ કરો

Ram Mandir: રામ મંદિર નિર્માણમાં કોનું સૌથી મોટું યોગદાન? સુપ્રીમ કોર્ટ કે મોદી સરકાર, જાણો સર્વેમાં શું બોલ્યા લોકો

Ram Mandir: અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. સોમવારે (22 ડિસેમ્બર)ના રોજ પ્રાણ પ્રતિષ્ઠાનો વિશેષ કાર્યક્રમ છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભાગ લેશે.

Ram Mandir: અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. સોમવારે (22 ડિસેમ્બર)ના રોજ પ્રાણ પ્રતિષ્ઠાનો વિશેષ કાર્યક્રમ છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભાગ લેશે. રામ મંદિરને લઈને વિરોધ પક્ષો સતત ભાજપ પર આરોપ લગાવી રહ્યા છે કે તેણે તેને રાજકીય કાર્યક્રમ બનાવી દીધો છે. આ દરમિયાન, એબીપી ન્યૂઝ માટે સી-વોટરે રામ મંદિર સંબંધિત તમામ પ્રશ્નો પર જનતાના અભિપ્રાયને સમજવાનો પ્રયાસ કર્યો છે. સી-વોટરે એક ઝડપી સર્વે કર્યો છે જેમાં પૂછવામાં આવ્યું હતું કે રામ મંદિરના નિર્માણમાં કોનો સૌથી મોટો ફાળો છે, સુપ્રીમ કોર્ટ કે મોદી સરકાર? આ અંગે જનતાએ ચોંકાવનારા જવાબો આપ્યા છે.

રામ મંદિર નિર્માણમાં કોનું સૌથી મોટું યોગદાન છે?

સુપ્રીમ કોર્ટ =          37
નરેન્દ્ર મોદી સરકાર=  34
RSS અને VHP =     8
રાજીવ ગાંધી સરકાર=  3
નરસિમ્હા રાવ સરકાર=  1
કલ્યાણ સિંહ સરકાર=  1
રામ ભક્ત કારસેવક=  6
કહી શકતા નથી= 10 

આવતીકાલે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું ઉદઘાટન થવાનું છે, રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા હાલમાં એક લેટેસ્ટ તસવીરો સામે આવી છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ સ્વદેશી ઉપગ્રહોનો ઉપયોગ કરીને અવકાશમાંથી ભવ્ય રામ મંદિરની પ્રથમ ઝલક બતાવી છે. ઈસરોએ જાહેર કરેલી તસવીરમાં કુલ 2.7 એકરમાં ફેલાયેલું રામ મંદિર સ્પષ્ટ જોઈ શકાય છે. અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિરની આ તસવીરો ગયા વર્ષે 16 ડિસેમ્બરે લેવામાં આવી હતી. આ સેટેલાઇટ ફોટામાં દશરથ મહેલ અને સરયુ નદી સ્પષ્ટ દેખાઈ રહી છે. સાથે જ તેમાં નવિનીકરણ કરાયેલું અયોધ્યા રેલવે સ્ટેશન પણ દેખાઈ રહ્યું છે. રામ મંદિરની આ તસવીરો ભારતીય રિમોટ સેન્સિંગ સીરિઝ સેટેલાઇટ દ્વારા લેવામાં આવી છે.

Ayodhya Ram Mandir Space Photos Real: ISRO Released Satellite Images Of Ayodhya Ram Mandir Ayodhya Ram Mandir: અંતરિક્ષમાંથી પણ આટલું સુંદર દેખાય છે રામ મંદિર, ઇસરોએ સેટેલાઇટ તસવીર કરી શેર

તમને જણાવી દઈએ કે ભારત પાસે હાલમાં અંતરિક્ષમાં 50 થી વધુ ઉપગ્રહો છે. તેમાંના કેટલાકનું રિઝૉલ્યૂશન એક મીટર કરતા ઓછું છે. આ તસવીરો હૈદરાબાદની ઈન્ડિયન સ્પેસ એજન્સીના નેશનલ રિમૉટ સેન્સિંગ સેન્ટર દ્વારા પ્રોસેસ કરવામાં આવી છે.

મંદિર નિર્માણ માટે ઇસરોનો ઉપયોગ 
મંદિરના નિર્માણ માટે ઈસરોની ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ભવ્ય પ્રોજેક્ટમાં એક મોટો પડકાર ભગવાન રામની મૂર્તિ સ્થાપિત કરવા માટે ચોક્કસ સ્થાનની ઓળખ કરવાનો હતો. રામ મંદિર ટ્રસ્ટ ઇચ્છે છે કે મૂર્તિને 3 ફૂટ બાય 6 ફૂટની જગ્યા પર મૂકવામાં આવે જ્યાં ભગવાન રામનો જન્મ થયો હોવાનું માનવામાં આવે છે.

Ayodhya Ram Mandir: અંતરિક્ષમાંથી પણ આટલું સુંદર દેખાય છે રામ મંદિર, ઇસરોએ સેટેલાઇટ તસવીર કરી શેર

વિશ્વ હિંદુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ આલોક શર્માએ મીડિયાને જણાવ્યું કે 1992માં બાબરી મસ્જિદના ધ્વંસ પછી રામલલ્લાનો જન્મ જ્યાં માનવામાં આવે છે તે સ્થળ પર 40 ફૂટ કાટમાળ ઢંકાઈ ગયો હતો. આ કાટમાળને હટાવવો પડ્યો અને સ્થળને સુરક્ષિત કરવું પડ્યું જેથી નવી પ્રતિમા તે જ જગ્યાએ હોય. તેમણે વધુમાં કહ્યું કે આ કહેવું જેટલું સરળ હતું, એટલું જ કરવું મુશ્કેલ હતું કારણ કે મંદિરનું નિર્માણ તેના વિધ્વંસના લગભગ ત્રણ દાયકા પછી શરૂ થયું હતું. આવી સ્થિતિમાં, ભારતીય અવકાશ સંશોધન સંસ્થાએ આ સમસ્યાને ઉકેલવામાં મદદ કરી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Forecast: રાજ્યના વાતવરણમાં આવશે પલટો, આ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી
Weather Forecast: રાજ્યના વાતવરણમાં આવશે પલટો, આ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી
Mahakumbh 2025: મહાકુંભમાં વસંત પંચમી પર અમૃત સ્નાન શરૂ, વાંચો નવી ગાઇડલાઇન્સ
Mahakumbh 2025: મહાકુંભમાં વસંત પંચમી પર અમૃત સ્નાન શરૂ, વાંચો નવી ગાઇડલાઇન્સ
IND vs ENG: ટી-20 સીરિઝ બાદ હવે વન-ડે સીરિઝમાં દબદબો જાળવવા ઉતરશે ટીમ ઇન્ડિયા, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
IND vs ENG: ટી-20 સીરિઝ બાદ હવે વન-ડે સીરિઝમાં દબદબો જાળવવા ઉતરશે ટીમ ઇન્ડિયા, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
Tata Steel Chess Masters: આર.પ્રજ્ઞાનાનંદાએ જીતી ટાટા સ્ટીલ ચેસ માસ્ટર્સ, ગુકેશને ટાઇ બ્રેકરમાં હરાવ્યો
Tata Steel Chess Masters: આર.પ્રજ્ઞાનાનંદાએ જીતી ટાટા સ્ટીલ ચેસ માસ્ટર્સ, ગુકેશને ટાઇ બ્રેકરમાં હરાવ્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Accident:દારુ ઢીંચીને નશાખોરે BMW કાર અથડાવી રેલિંગ સાથે, રફ્તારનો કહેરVadodara Crime: વડોદરામાં પતિએ પત્નીને ગોળી મારી હત્યાનો પ્રયાસ કરતા ચકચારMorbi News:  મોરબીમાં ફરી સામે આવ્યો અસામાજિક તત્વોનો આતંક, સનાળા રોડ પરની ઑફિસમાં કરી તોડફોડHun To Bolish : હું તો બોલીશ : બાબાના 'બોલ બચ્ચન'

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Forecast: રાજ્યના વાતવરણમાં આવશે પલટો, આ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી
Weather Forecast: રાજ્યના વાતવરણમાં આવશે પલટો, આ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી
Mahakumbh 2025: મહાકુંભમાં વસંત પંચમી પર અમૃત સ્નાન શરૂ, વાંચો નવી ગાઇડલાઇન્સ
Mahakumbh 2025: મહાકુંભમાં વસંત પંચમી પર અમૃત સ્નાન શરૂ, વાંચો નવી ગાઇડલાઇન્સ
IND vs ENG: ટી-20 સીરિઝ બાદ હવે વન-ડે સીરિઝમાં દબદબો જાળવવા ઉતરશે ટીમ ઇન્ડિયા, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
IND vs ENG: ટી-20 સીરિઝ બાદ હવે વન-ડે સીરિઝમાં દબદબો જાળવવા ઉતરશે ટીમ ઇન્ડિયા, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
Tata Steel Chess Masters: આર.પ્રજ્ઞાનાનંદાએ જીતી ટાટા સ્ટીલ ચેસ માસ્ટર્સ, ગુકેશને ટાઇ બ્રેકરમાં હરાવ્યો
Tata Steel Chess Masters: આર.પ્રજ્ઞાનાનંદાએ જીતી ટાટા સ્ટીલ ચેસ માસ્ટર્સ, ગુકેશને ટાઇ બ્રેકરમાં હરાવ્યો
પતિને કિડની વેચવા પત્નીએ કર્યો તૈયાર, બાદમાં 10 લાખ રૂપિયા લઇને બોયફ્રેન્ડ સાથે ફરાર
પતિને કિડની વેચવા પત્નીએ કર્યો તૈયાર, બાદમાં 10 લાખ રૂપિયા લઇને બોયફ્રેન્ડ સાથે ફરાર
Forbes List: ભારતને મોટો ઝટકો, ફોર્બ્સની શક્તિશાળી દેશોના રેન્કિંગમાં ભારત ટોપ 10માંથી બહાર
Forbes List: ભારતને મોટો ઝટકો, ફોર્બ્સની શક્તિશાળી દેશોના રેન્કિંગમાં ભારત ટોપ 10માંથી બહાર
ઘરે બેઠા આયુષ્યમાન વય વંદના કાર્ડ બનાવી શકે છે 70 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધ, જાણો પ્રક્રિયા
ઘરે બેઠા આયુષ્યમાન વય વંદના કાર્ડ બનાવી શકે છે 70 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધ, જાણો પ્રક્રિયા
ટ્રમ્પે ભારત સાથે નિભાવી મિત્રતા! ચીન, કેનેડા, મેક્સિકોને આપ્યો ટેરિફનો મોટો ફટકો, ભારતને રાખ્યું બાકાત
ટ્રમ્પે ભારત સાથે નિભાવી મિત્રતા! ચીન, કેનેડા, મેક્સિકોને આપ્યો ટેરિફનો મોટો ફટકો, ભારતને રાખ્યું બાકાત
Embed widget