શોધખોળ કરો
Advertisement
દર્દીએ ફરિયાદ કરી શૌચાલય ગંદુ છે, તો ગિન્નાયેલા મંત્રીએ જાતેજ ઝાડૂ લઇને કરી નાંખી સફાઇ, વીડિયો વાયરલ
દર્દીઓએ ફરિયાદ કરી હતી કે કાડિરકમામની ઇન્દિરા ગાંધી સરકારી મેડિકલ કૉલેજ હૉસ્પીટલ (આઇજીજીએમસી)માં શૌચાલય ગંદુ છે, સફાઇ થતી નથી
પોન્ડુચેરીઃ પોન્ડુચેરીની એક હૉસ્પીટલમાંથી એક ખાસ કિસ્સો સામે આવ્યો છે. એક સરકારી હૉસ્પીટલમાં ખરાબ અને ગંદા શોચાલયની ફરિયાદો થઇ રહી હતી, આ વાતને લઇને ત્યાંના સ્વાસ્થ્ય મંત્રી ગિન્નાયા અને તેમને જાતેજ શૌચાલયની સફાઇ કરી દીધી હતી, આનો વીડિયો હાલ ખુબ વાયરલ થઇ રહ્યો છે.
કેન્દ્રશાસિત પ્રદેશમાં કૉવિડ-19 વિરુદ્ધ લડાઇનો મોરચો સંભાળનારા પોન્ડુચેરીના સ્વાસ્થ્ય મંત્રી મલ્લાદી કૃષ્ણ રાવને સરકારી હૉસ્પીટલમાંથી ફરિયાદો મળી હતી, દર્દીઓએ ફરિયાદ કરી હતી કે કાડિરકમામની ઇન્દિરા ગાંધી સરકારી મેડિકલ કૉલેજ હૉસ્પીટલ (આઇજીજીએમસી)માં શૌચાલય ગંદુ છે, સફાઇ થતી નથી.
આ વાતને લઇને ગિન્નાયેલા સ્વાસ્થ્ય મંત્રી શનિવારે સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓની ટીમ સાથે ત્યાં અચાનક પહોંચી ગયા, નિરીક્ષણ દરમિયાન મંત્રીએ પોતે શૌચાલયની ખરાબ હાલત જોઇ, અને હરકતમાં આવી ગયા, તેમને પીપીઇ કીટ સહિતના સાધનો લઇને જાતે જ ઝાડૂ લઇને સફાઇ કરવા લાગ્યા હતા. બાદમાં શૌચાલય સાફ કરવાનો આ વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો.
મંત્રીને સફાઇ કરતા જોઇને એક સફાઇકર્મી તેની પાસે પહોંચ્યો અને તેનો બ્રશ તેને આપવાનો અનુરોધ કર્યો, અને કહ્યું કે તે સફાઇ કરી લેશે. ઉલ્લેખનીય છે કે, મંત્રી રાવ નિયમિત રીતે હૉસ્પીટલની મુલાકાત લે છે, જેથી કોઇ ફરિયાદ ના આવે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ટેકનોલોજી
દુનિયા
ટેકનોલોજી
Advertisement