શોધખોળ કરો
Advertisement
ચીને તિબેટમાં ઈન્ડિયન એરફોર્સના સુખોઈ ફાઈટર પ્લેનને તોડી પાડ્યું ? જાણો મોદી સરકારે શું કહ્યું ?
પીઆઈબીએ ટ્વીટ કરીને આ મામલે જાણકારી આપી છે.
નવી દિલ્હીઃ પૂર્વ લદ્દાખમાં ચીન સાથે ચાલી રહેલ તણાવની વચ્ચે સોશિયલ મીડિયા પર એક સમાચાર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, ચીને ભારતીય વાયુસેનાનું સુકોઈ-30 લડાકુ વિમાનને તિબ્બતમાં તોડી પાડ્યું છે. 3 ઓક્ટોબરના રોજ ચીને એક ટ્વિટર હેન્ડલથી બ્રેકિંગ ન્યૂઝ તરીકે આ દાવો કર્યો છે.
ભારત સરકાર તરફથી પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો એટલે કે પીઆઈબીએ આ મામલે સ્પષ્ટતા કરી છે. પીઆઈબીએ ટ્વીટ કરીને આ મામલે જાણકારી આપી છે. પીઆઈબીએ ટ્વીટમાં કહ્યું છે કે, આ સમાચાર ફેક છે. પીઆઈબી ફેક્ટ ચેક ટ્વીટર હેન્ડલથી કહેવામાં આવ્યું છે કે, આવી કોઈ ઘટના બની નથી અને વાયરલ મેસેજમાં કરવામાં આવેલ દાવો ખોટો છે.
જણાવીએ કે, ભારત અને ચીનની વચ્ચે ચાલી રહેલ સરહ વિવાદના સમાધાન માટે બન્ને દેશની વચ્ચે અત્યાર સુધી અનેક તબક્કાની વાતચીત થઈ છે, પરંતુ હાલમાં બન્ને દેશની વચ્ચે તણાવની સ્થિતિ હજુ પણ યથાવત છે.Claim: A tweet claims that an IAF Sukhoi Su-30 fighter jet has been shot down by PLA Air Force in #Tibet.#PIBFactCheck: The claim is #FAKE. No such incident has taken place. pic.twitter.com/SFHUTYiOsD
— PIB Fact Check (@PIBFactCheck) October 4, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
દેશ
Advertisement