(Source: ECI/ABP News/ABP Majha)
Election Commission: ચૂંટણી પંચે ઈલેક્ટોરલ બોન્ડની નવી યાદી કરી અપલોડ, સુપ્રીમ કોર્ટે એક દિવસ પહેલાં જ લગાવી હતી ફટકાર
Election Commission: ચૂંટણી પંચે શનિવારે (16 માર્ચ) સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીમાંથી મળેલા ઈલેક્ટોરલ બોન્ડના નવા ડેટા અપલોડ કર્યા છે. 15 માર્ચના આદેશ અનુસાર ચૂંટણી પંચે 17 માર્ચે સાંજે 5 વાગ્યા સુધીમાં નવી માહિતી સાથે આ યાદી અપલોડ કરવાની હતી.
Election Commission: ચૂંટણી પંચે શનિવારે (16 માર્ચ) સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીમાંથી મળેલા ઈલેક્ટોરલ બોન્ડના નવા ડેટા અપલોડ કર્યા છે. 15 માર્ચના આદેશ અનુસાર ચૂંટણી પંચે 17 માર્ચે સાંજે 5 વાગ્યા સુધીમાં નવી માહિતી સાથે આ યાદી અપલોડ કરવાની હતી. કમિશને આ ડેટા રજિસ્ટ્રીમાંથી ડિજિટલ સ્વરૂપમાં પેન ડ્રાઇવમાં મેળવ્યો હતો.
The Election Commission of India has today uploaded the data received in digitized form from the registry of the Supreme Court on electoral bonds on its website: Election Commission of India pic.twitter.com/YIQo5Rq3qQ
— ANI (@ANI) March 17, 2024
ચૂંટણી પંચે શુક્રવારે (15 માર્ચ) સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે તેની પાસે વેબસાઈટ પર અપલોડ કરવા માટે ડેટાની કોપી નથી. CJI ચંદ્રચુડની ખંડપીઠે રજિસ્ટ્રીને ડેટા ડિજીટલ કર્યા બાદ પરત કરવા કહ્યું હતું. આ ડેટા 2019 અને 2023માં સુપ્રીમ કોર્ટને આપવામાં આવ્યો હતો. ઈલેક્ટોરલ બોન્ડની માન્યતા પર સુનાવણી દરમિયાન કોર્ટે સપ્ટેમ્બર 2023 સુધી રાજકીય પક્ષોને મળેલા દાનની માહિતી માંગી હતી. આ અગાઉ 2019માં પણ કોર્ટે ફંડ સંબંધિત માહિતી માંગી હતી.
જો કે હજુ એ સ્પષ્ટ નથી થયું કે આ ડેટા 14 માર્ચે ચૂંટણી પંચની વેબસાઇટ પર અપલોડ કરાયેલા દસ્તાવેજોથી કેટલો અલગ છે. કમિશને 14 માર્ચે તેની વેબસાઇટ પર 763 પેજની બે યાદી અપલોડ કરી હતી. સૂચિમાં બોન્ડ ખરીદનારાઓ વિશેની માહિતી શામેલ છે. બીજામાં રાજકીય પક્ષો દ્વારા મેળવેલા બોન્ડની વિગતો છે.
કોર્ટે શુક્રવારે (15 માર્ચ) એસબીઆઈને નોટિસ પાઠવી હતી
સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ ચૂંટણી પંચને બોન્ડ સંબંધિત માહિતી આપી હતી. SBIએ આમાં યુનિક આલ્ફા ન્યુમેરિક નંબર્સ જાહેર કર્યા નથી. જેના કારણે કોણે કોને કેટલું દાન આપ્યું તે જાણી શકાયું નથી. આ સંદર્ભે, કોર્ટે શુક્રવારે (15 માર્ચ) એસબીઆઈને નોટિસ પાઠવી હતી અને 18 માર્ચ સુધીમાં જવાબ માંગ્યો હતો.
ચૂંટણી બોન્ડ યોજના શું છે
2017ના બજેટમાં તત્કાલિન નાણામંત્રી અરુણ જેટલી દ્વારા ચૂંટણી બોન્ડ યોજના રજૂ કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે તેને 2 જાન્યુઆરી 2018 ના રોજ સૂચિત કર્યું. આ એક પ્રકારની પ્રોમિસરી નોટ છે. તેને બેંક નોટ પણ કહેવામાં આવે છે. કોઈપણ ભારતીય નાગરિક કે કંપની તેને ખરીદી શકે છે.