શોધખોળ કરો

Election Fact Check: કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા કરી રહ્યા હતા PM મોદી તો બ્લર કરાયો CM યોગીનો ચહેરો! જાણો વાયરલ દાવાનું સત્ય

Fact Check:કાશી વિશ્વનાથ મંદિરમાં પીએમ મોદી સાથે યોગી આદિત્યનાથની એક ક્લિપ વાયરલ થઈ રહી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સીએમ યોગીનો ચહેરો જાણી જોઈને ઝાંખો કરવામાં આવ્યો હતો.

CM Yogi Adityanath Face Blur Fact Check: લોકસભા ચૂંટણી વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના અલગ-અલગ ભાગોમાં જઈને પ્રચાર કરી રહ્યા છે. આ દરમિયાન, કાશી વિશ્વનાથ મંદિરમાં પીએમ મોદીની પૂજા કરવાની 6 સેકન્ડની ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં પીએમ મોદી સાથે બેસેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો ચહેરો ઝાંખો  દેખાઈ રહ્યો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પીએમ મોદીના ચહેરાને હાઈલાઈટ કરવા માટે સીએમ યોગી આદિત્યનાથનો ચહેરો જાણીજોઈને ઝાંખો કરવામાં આવ્યો હતો.

ફોટાને જાણી જોઈને બ્લર કરવાનો દાવો

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર ચંદ્રશેખર શર્મા યુઝરે આ વીડિયો  પોસ્ટ કર્યો અને કેપ્શનમાં લખ્યું, "એક મહંતને દરવાજા પાસે બેસાડી તેનો ચહેરો પણ બ્લર કરી દેવામાં આવ્યો.  ફોટોજીવીની આત્મમુગ્ધતાનો કોઈ અંત નથી! યોગી તો ગયા પાણીમાં." આ યુઝરે ફોટોના વિડિયો પર લખ્યું, ‘ ઝાંખો કરવામાં આવેલો  ચહેરો ઉત્તર પ્રદેશના ભાવી પૂર્વ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો છે. લોકસભા ચૂંટણી બાદ યૂપીનામ મુખ્યમંત્રીને હટાવવાના રુઝાન આવવા લાગ્યા છે." અહીં જુઓ પોસ્ટ.

આ વિડિયોને કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતે પણ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે, "એક મહંતને દરવાજા પર  બેસાડી અને તેનો ચહેરો પણ ઝાંખો કરી દેવામાં આવ્યો હતો. ફોટોજીવીની આત્મમુગ્ધતાનો કોઈ અંત નથી!"

દાવાઓ ખોટા નીકળ્યા, જાણો સત્ય શું છે ?

આ વીડિયોની તપાસમાં જે ન્યૂઝ ચેનલના લોગોનો બતાવવામાં આવ્યો હતો તેનું સ્પષ્ટીકરણ સામે આવ્યું છે.  તે ન્યૂઝ ચેનલ તરફથી કહેવામાં આવ્યું  એક ટ્રેન જર્નાલિસ્ટ દ્વારા  સીએમ યોગીનો ચહેરો નહીં, પરંતુ ANIનો લોગોને ઝાંખો કરવામાં આવ્યો હતો.  તેમણે જણાવ્યું કે 5 સેકન્ડનો વીડિયો કાપીને ખોટા દાવાઓ સાથે શેર કરવામાં આવી રહ્યો છે.

તે ચેનલ દ્વારા ઘણી ફ્રેમ્સ પણ શેર કરવામાં આવી હતી, જેમાં પીએમ મોદીની સાથે સાથે સીએમ યોગી આદિત્યનાથ પણ દેખાઈ રહ્યા છે. અહીં જુઓ અલગ-અલગ ફ્રેમવાળી પોસ્ટ. 

Election Fact Check: काशी विश्वनाथ मंदिर में पूजा कर रहे थे PM मोदी तो ब्लर कर दिया गया CM योगी का चेहरा! जानें वायरल दावे का सच

નોમિનેશન પહેલા PMએ કાશી વિશ્વનાથમાં પૂજા કરી હતી

પીટીઆઈ ફેક્ટ ચેક ડેસ્કની તપાસમાં વાયરલ દાવાઓ ખોટા સાબિત થયા, પૂરા વીડિયોમાં માત્ર 6 સેકન્ડનો વીડિયો કાપીને તેને ખોટી રીતે શેર કરવામાં આવી રહ્યો છે. પીએમ મોદીએ ત્રીજી વખત વારાણસી સંસદીય ક્ષેત્રથી ચૂંટણી લડી રહ્યા છે. જેને લઈને તેમણે 14 મેના ત્યાંથી પોતાનું નામાંકન દાખ કર્યું હતું. નામાંકન દાખલ કરવાના એક દિવસ પહેલા પીએમ મોદીએ વારાણસીમાં રોડ શો પણ કર્યો હતો. આ પછી, તેમણે રાજ્યના સીએમ યોગી આદિત્યનાથ અને યુપી બીજેપી અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરીની સાથે કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા કરી.

Election Fact Check: काशी विश्वनाथ मंदिर में पूजा कर रहे थे PM मोदी तो ब्लर कर दिया गया CM योगी का चेहरा! जानें वायरल दावे का सच

પીએમ મોદીએ પૂજાનો વીડિયો શેર કર્યો હતો

આ વીડિયોમાં પૂજા કરતી વખતે પીએમ મોદી અને સીએમ યોગી બંનેના ચહેરા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. આ સિવાય ન્યૂઝ એજન્સી ANIનો એક વીડિયો પણ જોવા મળ્યો જેમાં સીએમ યોગીના ચહેરા પર તેમનો લોગો દેખાઈ રહ્યો છે, પરંતુ જેમ જેમ વીડિયો આગળ વધી રહ્યો છે તેમ તેમ સીએમ યોગીનો ચહેરો પણ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.

આ બંને વીડિયોમાં પીએમ  નરેંદ્ર મોદી અને સીએમ યોગી આદિત્યનાથ બંનેના ચહેરા સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યા છે. 

નિર્ણય

સોશિયલ મીડિયા પર  પીએમ મોદીની પૂજા કરવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં સીએમ  યોગી આદિત્નાથ  નો ચહેરો બ્લર જોવા મળી રહ્યો છે. તેને લઈ દાવો કરવામાં આવી રહ્યો છે કે સીએમ યોગીનો ચહેરો જાણીજોઈને ઝાંખો કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન આવા તમામ દાવાઓ ખોટા હોવાનું જણાયું હતું.

Disclaimer: This story was originally published by PTI Fact Check, and translated by ABP Live as part of the Shakti Collective. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

IndiGo Crisis: 250થી વધુ ફ્લાઈટ રદ્દ થતા એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ, ત્રીજા દિવસે પણ મુસાફરો રઝળી પડ્યા 
IndiGo Crisis: 250થી વધુ ફ્લાઈટ રદ્દ થતા એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ, ત્રીજા દિવસે પણ મુસાફરો રઝળી પડ્યા 
ગુજરાત ATSએ જાસૂસી નેટવર્કનો કર્યો પર્દાફાશ: પાકિસ્તાનને ગુપ્ત માહિતી પહોંચાડતા સેનાના પૂર્વ સુબેદાર સહિત બેની ધરપકડ
ગુજરાત ATSએ જાસૂસી નેટવર્કનો કર્યો પર્દાફાશ: પાકિસ્તાનને ગુપ્ત માહિતી પહોંચાડતા સેનાના પૂર્વ સુબેદાર સહિત બેની ધરપકડ
SIR ફોર્મ નહીં ભરો તો મતદાર યાદીમાંથી નામ હટી જશે ? તમે આ તારીખ બાદ પણ નામ ઉમેરી શકો, જાણો વિગતો  
SIR ફોર્મ નહીં ભરો તો મતદાર યાદીમાંથી નામ હટી જશે ? તમે આ તારીખ બાદ પણ નામ ઉમેરી શકો, જાણો વિગતો  
ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બની ધમકી, મદીનાથી હૈદરાબાદ જતી ફ્લાઈટનું અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ
ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બની ધમકી, મદીનાથી હૈદરાબાદ જતી ફ્લાઈટનું અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ
Advertisement

વિડિઓઝ

Patan news: પાટણના સિદ્ધપુરમાં નકલી નોટના રેકેટનો થયો પર્દાફાશ
Gujarat ATS Busts Espionage Network: પાકિસ્તાની જાસૂસી નેટવર્ક અંગે ગુજરાત ATSનો મોટો ખુલાસો
Laalo Film controversy: લાલો ફિલ્મના નિર્માતા-નિર્દેશક આવ્યા વિવાદમાં | abp Asmita
Jamnagar News:  જામનગરના બેડી વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ
FIR registered against Kirti Patel: વિવાદિત સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ સામે વધુ એક ફરિયાદ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IndiGo Crisis: 250થી વધુ ફ્લાઈટ રદ્દ થતા એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ, ત્રીજા દિવસે પણ મુસાફરો રઝળી પડ્યા 
IndiGo Crisis: 250થી વધુ ફ્લાઈટ રદ્દ થતા એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ, ત્રીજા દિવસે પણ મુસાફરો રઝળી પડ્યા 
ગુજરાત ATSએ જાસૂસી નેટવર્કનો કર્યો પર્દાફાશ: પાકિસ્તાનને ગુપ્ત માહિતી પહોંચાડતા સેનાના પૂર્વ સુબેદાર સહિત બેની ધરપકડ
ગુજરાત ATSએ જાસૂસી નેટવર્કનો કર્યો પર્દાફાશ: પાકિસ્તાનને ગુપ્ત માહિતી પહોંચાડતા સેનાના પૂર્વ સુબેદાર સહિત બેની ધરપકડ
SIR ફોર્મ નહીં ભરો તો મતદાર યાદીમાંથી નામ હટી જશે ? તમે આ તારીખ બાદ પણ નામ ઉમેરી શકો, જાણો વિગતો  
SIR ફોર્મ નહીં ભરો તો મતદાર યાદીમાંથી નામ હટી જશે ? તમે આ તારીખ બાદ પણ નામ ઉમેરી શકો, જાણો વિગતો  
ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બની ધમકી, મદીનાથી હૈદરાબાદ જતી ફ્લાઈટનું અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ
ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બની ધમકી, મદીનાથી હૈદરાબાદ જતી ફ્લાઈટનું અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ
ઈન્ડિગોની 170 ફ્લાઇટ્સ રદ, હૈદરાબાદ અને મુંબઈ સહિત અનેક શહેરોમાં મુસાફરો ફસાયા, એરપોર્ટ પર રાત વિતાવવા મજબૂર
ઈન્ડિગોની 170 ફ્લાઇટ્સ રદ, હૈદરાબાદ અને મુંબઈ સહિત અનેક શહેરોમાં મુસાફરો ફસાયા, એરપોર્ટ પર રાત વિતાવવા મજબૂર
Ola Electric ના શેરમાં મોટો કડાકો, લાગી 4 ટકા લોઅર સર્કિટ, કંપનીએ શરુ કરી રીબૂટ સર્વિસ
Ola Electric ના શેરમાં મોટો કડાકો, લાગી 4 ટકા લોઅર સર્કિટ, કંપનીએ શરુ કરી રીબૂટ સર્વિસ
હરભજન સિંહનું મોટું નિવેદન: કહ્યું-
હરભજન સિંહનું મોટું નિવેદન: કહ્યું- "જેમણે પોતાની કારકિર્દીમાં કંઈ ઉકાળ્યું નથી તેઓ રોહિત-વિરાટનું ભવિષ્ય નક્કી કરી રહ્યા છે"
Jamnagar: જામનગરમાં મોડી રાત્રે બે જૂથો વચ્ચે અથડામણ, મારામારી બાદ થયો જોરદાર પથ્થરમારો
Jamnagar: જામનગરમાં મોડી રાત્રે બે જૂથો વચ્ચે અથડામણ, મારામારી બાદ થયો જોરદાર પથ્થરમારો
Embed widget