શોધખોળ કરો

EWS Quota: સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આપી રાહત, કહ્યુ- EWS અનામતના નિર્ણય પર પુનઃર્વિચાર નહીં

30 થી વધુ અરજીઓ દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.

Supreme Court On EWS: આર્થિક રીતે નબળા સામાન્ય વર્ગના લોકોને આપવામાં આવેલ 10 ટકા અનામતને યોગ્ય ઠેરવતા નિર્ણય પર પુન:ર્વિચાર કરવામાં આવશે નહીં. આ સંદર્ભમાં દાખલ કરવામાં આવેલી પુનઃવિચાર અરજીને મંગળવારે (16 મે) સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. ગયા વર્ષે 7 નવેમ્બરે સુપ્રીમ કોર્ટે EWS અનામતને  બંધારણીય ગણાવ્યું હતું. 9 મેના રોજ પાંચ જજોની બેન્ચે તેની સામે દાખલ કરાયેલી પુનઃવિચાર અરજીઓ પર વિચાર કર્યો હતો.

7 નવેમ્બર 2022ના રોજ આપવામાં આવેલા ઐતિહાસિક નિર્ણયમાં 5 જજોની બંધારણીય બેંચે બંધારણના 103મા સુધારાને 3:2ની બહુમતીથી સમર્થન આપ્યું હતું. આ સુધારા દ્વારા આર્થિક આધાર પર અનામત આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું હતું કે આ પ્રકારનું અનામત બંધારણીય છે અને તેનાથી અન્ય કોઈ વર્ગના અધિકારોનું ઉલ્લંઘન થતું નથી.

અનામત વિરુદ્ધ 30 થી વધુ અરજીઓ દાખલ કરવામાં આવી હતી

જાન્યુઆરી 2019માં બંધારણમાં 103મા સુધારા દ્વારા કલમ 15(6) અને 16(6) ઉમેરવામાં આવી હતી. આ દ્વારા સરકારને આર્થિક રીતે નબળા વર્ગના ઉત્થાન માટે વિશેષ વ્યવસ્થા કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો. આ પછી સરકારે સામાન્ય વર્ગના ગરીબોને નોકરીઓ અને ઉચ્ચ શિક્ષણમાં 10 ટકા અનામત આપવાની સિસ્ટમ બનાવી હતી. જેને 30 થી વધુ અરજીઓ દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.

ગયા વર્ષે તત્કાલિન ચીફ જસ્ટિસ ઉદય ઉમેશ લલિતની આગેવાની હેઠળની પાંચ જજોની બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી. તેમના નિર્ણયમાં સુપ્રીમ કોર્ટના 3 ન્યાયાધીશો - જસ્ટિસ દિનેશ માહેશ્વરી, બેલા એમ ત્રિવેદી અને જમશેદ પારડીવાલાએ EWS અનામતને યોગ્ય ઠેરવ્યું હતું. આ ન્યાયાધીશોનું માનવું હતું કે બંધારણે તમામ નબળા વર્ગોને યોગ્ય પ્રતિનિધિત્વ આપવા અને તેમને મુખ્ય પ્રવાહમાં લાવવાનો પ્રયાસ કરવાની સરકારની ફરજ છે. આવી સ્થિતિમાં ગરીબીને કારણે પાછળ રહી ગયેલા સામાન્ય વર્ગના લોકોને અનામત આપવાની વ્યવસ્થા બનાવવામાં કોઈ બંધારણીય ભૂલ નથી.

ન્યાયાધીશોએ શું કહ્યું હતું?

ત્રણેય ન્યાયાધીશોએ એમ પણ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે પહેલાથી જ અનામત મેળવતા એસસી, એસટી અને ઓબીસી માટે 50 ટકા અનામતની મર્યાદા નક્કી કરી છે. જનરલ કેટેગરીને નવી 10 ટકા અનામત આપવામાં આવી છે. આવી સ્થિતિમાં તેને સુપ્રીમ કોર્ટના નિર્ણયની વિરુદ્ધ કહી શકાય નહીં. ન્યાયાધીશોએ એમ પણ કહ્યું હતું કે આ 10 ટકા અનામતમાં SC, ST અને OBC માટે ક્વોટા નક્કી કરવાની જરૂર નથી, કારણ કે આ વર્ગ પહેલાથી જ અનામતનો લાભ લઈ રહ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મોતનો હાઈવેHun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો ખૌફJunagadh Heavy Rains | જૂનાગઢમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી.....Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
Embed widget