શોધખોળ કરો

Indian Army: નૌસેના કમાન્ડરોના સંમેલનમાં રાજનાથ સિંહે કહ્યુ- ‘ભવિષ્યમાં યુદ્ધ માટે આપણે તૈયાર રહેવાની જરૂર’

‘ભવિષ્યના યુદ્ધો માટે અત્યારથી જ સાવધાન રહેવું પડશે. સતત વિકસતી વિશ્વ વ્યવસ્થાએ દરેકને ફરીથી વ્યૂહરચના બનાવવાની ફરજ પાડી છે

‘ભવિષ્યના યુદ્ધો માટે અત્યારથી જ સાવધાન રહેવું પડશે. સતત વિકસતી વિશ્વ વ્યવસ્થાએ દરેકને ફરીથી વ્યૂહરચના બનાવવાની ફરજ પાડી છે. ઉત્તરીય અને પશ્ચિમી સરહદો તેમજ સમગ્ર દરિયાકિનારા પર સતત નજર રાખવી પડશે’.  રક્ષા મંત્રી રાજનાથ સિંહે સોમવારે નેવીના કમાન્ડરોને આ વાત કહી હતી. તેમણે કહ્યું હતું  કે આપણે ભવિષ્યના તમામ પડકારોનો સામનો કરવા માટે તૈયાર રહેવાની જરૂર છે.

રક્ષા મંત્રી રાજનાથ સિંહે 06 માર્ચે ભારતના પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંત પર આયોજિત નેવલ કમાન્ડર્સની કોન્ફરન્સ દરમિયાન ભારતીય નૌકાદળની ઓપરેશનલ ક્ષમતાઓની સમીક્ષા કરી હતી. કમાન્ડરોને તેમના સંબોધનમાં રાજનાથ સિંહે સામાજિક અને આર્થિક પ્રગતિ સુનિશ્ચિત કરવા માટે સુરક્ષિત સરહદોને પ્રથમ આવશ્યકતા ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત આ ઉદ્દેશ્યને હાંસલ કરવા માટે નવેસરથી જોશ સાથે કામ કરી રહ્યું છે. અમે સાથે મળીને આગળ વધી રહ્યા છીએ.

'ભારતને વિશ્વની ટોચની આર્થિક શક્તિઓમાં જોવા માંગુ છું'

આર્થિક સમૃદ્ધિ અને સુરક્ષા પરિદ્રશ્ય એકસાથે ચાલે છે તેના પર ભાર મૂકતા તેમણે કહ્યું હતું કે સંરક્ષણ ક્ષેત્ર મુખ્ય ચાલક તરીકે ઉભરી આવ્યું છે, જે અર્થતંત્રને વેગ આપે છે અને દેશના વિકાસને સુનિશ્ચિત કરે છે. તેમણે કહ્યું કે આગામી 5-10 વર્ષમાં સંરક્ષણ ક્ષેત્ર દ્વારા 100 અબજથી વધુના ઓર્ડર મળવાની અપેક્ષા છે અને તે દેશના આર્થિક વિકાસમાં મુખ્ય ભાગીદાર બનશે. આજે આપણું સંરક્ષણ ક્ષેત્ર રનવે પર છે, ટૂંક સમયમાં જ્યારે તે ટેકઓફ કરશે ત્યારે તે દેશની અર્થવ્યવસ્થાને બદલી નાખશે. જો આપણે અમૃતકાળના અંત સુધીમાં ભારતને વિશ્વની ટોચની આર્થિક શક્તિઓમાં જોવા માંગીએ છીએ તો આપણે સંરક્ષણ મહાસત્તા બનવાની દિશામાં સાહસિક પગલાં ભરવાની જરૂર છે.

'દેશને સંપૂર્ણ આત્મનિર્ભર બનાવવાની જરૂર છે'

રાજનાથે હિંદ મહાસાગર ક્ષેત્રમાં નૌકાદળની વિશ્વસનીય અને જવાબદાર હાજરીનો પણ વિશેષ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે નૌકાદળની મિશન આધારિત તૈનાતીએ આ ક્ષેત્રમાં મૈત્રીપૂર્ણ વિદેશી દેશોના પસંદગીના સુરક્ષા ભાગીદાર તરીકે ભારતની સ્થિતિ મજબૂત કરી છે. તેમણે ભારત જેવા વિશાળ દેશની સુરક્ષા માટે સંપૂર્ણ આત્મનિર્ભર અને અન્ય પર નિર્ભર ન રહેવાની જરૂરિયાતનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે સંરક્ષણમાં આત્મનિર્ભરતા હાંસલ કરવા સરકાર દ્વારા લેવાયેલા અનેક પગલાંની યાદી આપી જેમાં ચાર સકારાત્મક સ્વદેશીકરણ યાદીની સૂચના, FDI મર્યાદામાં વધારો અને MSME સહિત ભારતીય વિક્રેતાઓ માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરવું.

ટોપ સ્ટોરી

બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત
બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત
સારવાર ખર્ચનું લિસ્ટ હવે હોસ્પિટલમાં લગાડવું પડશે: જાણો કેન્દ્રનો નવો નિયમ
સારવાર ખર્ચનું લિસ્ટ હવે હોસ્પિટલમાં લગાડવું પડશે: જાણો કેન્દ્રનો નવો નિયમ
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?
Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત
બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ

Embed widget