શોધખોળ કરો
Covid19: સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું- છેલ્લા 24 કલાકમાં 1,211 નવા કેસ નોંધાયા
કોરોના વાયરસનો કહેર દેશમાં સતત વધી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છેલ્લા 24 કલાકમાં 1,211 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે અને 31 લોકોના મોત થયા છે.

નવી દિલ્હી: કોરોના વાયરસનો કહેર દેશમાં સતત વધી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છેલ્લા 24 કલાકમાં 1,211 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે અને 31 લોકોના મોત થયા છે.
અત્યાર સુધીમાં 1036 લોકો સાજા થયા છે. ગઈકાલે 179 લોકોના નિદાન કરાયા હતા અને તેઓ સાજા થયા હતા.
ટેસ્ટિંગને લઈને ICMRએ કહ્યું અત્યાર સુધીમાં 2 લાખ 31 હજાર 902 ટેસ્ટ કરવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી પત્રકાર પરિષદમાં જાણકારી આપવામાં આવી કે છેલ્લા 24 કલાકમાં 179 દર્દીઓ સારવાર લઈ સ્વસ્થ થયા છે. 24 કલાકમાં નવા 1211 કેસ નોંધાયા છે અને 31 લોકોના મોત થયા છે.
આઈસીએમઆરે કહ્યું અમે કાલે જણાવ્યું હતું કે આપણી પાસે કિટ છે જે છ સપ્તાહ સુધી ચાલી શકે છે. અમને આરટી-પીસીઆર કિટ માટે વધુ એક જથ્થો મળ્યો છે જે સંખ્યામાં પર્યાપ્ત છે. તેના સિવાય અમે RT-PCR માટે આશરે 33 લાખ કિટનો આશરે આર્ડર કરી રહ્યા છીએ અને 37 લાખ રેપિડ કિટનો ગમે ત્યારે આવવાની સંભાવના છે.
ગૃહ મંત્રાલયે કહ્યું કે ગરીબોને ત્રણ મહિના સુધી 5 કિલો મફત રાશન આપવામાં આવશે. રાશન સપ્લાઈ પર 24 કલાક ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. મજૂરોની મુશ્કેલી દૂર કરવા માટે ફરિયાદ કેંદ્ર છે. ગરીબ કલ્યાણ યોજના હેઠળ 5.29 કરોડ લાભાર્થીઓને નિ: શુલ્ક રાશન અને અનાજનું વિતરણ કરાયું છે. 13 એપ્રિલ સુધીમાં 32 કરોડથી વધુ ગરીબ લોકોને 29,352 કરોડની આર્થિક સહાય આપવામાં આવી છે.
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement