Himachal Accident: હિમાચલના કુલ્લુમાં ગમખ્વાર અકસ્માત, IIT BHUના 7 વિદ્યાર્થીઓના મોત, 10 ઘાયલ
આ દુર્ઘટના ગઈકાલે રાત્રે લગભગ 8.30 વાગ્યે કુલ્લુમાં બંજર ઘાટીના ઘિયાગી વિસ્તારમાં NH-305 પર બની હતી.
Himachal Accident: હિમાચલના કુલ્લુમાં એક ગમખ્વાર અકસ્માત થયો છે. પ્રવાસીઓથી ભરેલી એક કાર ખાડામાં પડી છે, જેના કારણે 7 વિદ્યાર્થીઓના મોત થયા છે. જ્યારે 10 વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. આ વિદ્યાર્થી વારાણસી આઈઆઈટીના હોવાનું કહેવાય છે.
આ દુર્ઘટના ગઈકાલે રાત્રે લગભગ 8.30 વાગ્યે કુલ્લુમાં બંજર ઘાટીના ઘિયાગી વિસ્તારમાં NH-305 પર બની હતી. અકસ્માતમાં ઘાયલ થયેલા 10 વિદ્યાર્થીઓમાંથી 5ને કુલ્લુની ઝોનલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને 5ને બંજરની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
HP | 7 people killed & 10 others injured after a tourist vehicle rolled down from a cliff at 8:30pm yesterday on NH-305 in Ghiyagi area of Banjar Valley in Kullu. 5 injured are shifted to Zonal hospital, Kullu & 5 are under treatment at Banjar in a hospital: Gurdev Singh SP Kullu pic.twitter.com/FX7GPxQq7T
— ANI (@ANI) September 26, 2022
બેકાબૂ વાહન ખાડામાં પડી ગયું હતું
રિપોર્ટર પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ગઈકાલે રાત્રે હવામાન ખૂબ જ ખરાબ હતું અને ડ્રાઇવરને ટર્ન લેવામાં મુશ્કેલી પડી હતી, ત્યારબાદ વાહન અનિયંત્રિત થઈને ખાડામાં પડી ગયું હતું. મોડી રાત સુધી બચાવ કામગીરી ચાલી હતી અને તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમજ તેમના પરિવારજનોને પણ માહિતી આપવામાં આવી છે.