શોધખોળ કરો

Weather Update: ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં દુષ્કાળ પડશે કે ભારે વરસાદ થશે? IMDએ ચેતવણી સાથે ભવિષ્યવાણી કરી

Monsoon Update: હવામાન વિભાગે સમગ્ર દેશમાં ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં ભારે વરસાદની આગાહી કરી છે. જૂનની શરૂઆતથી અત્યાર સુધી દેશમાં 453.8 મિમી વરસાદ થયો છે.

Weather Update: દિલ્હી NCRમાં થયેલા ધોધમાર વરસાદની અસર રસ્તાઓ પર ટ્રાફિક જામ અને જળબંબાકારના રૂપમાં જોવા મળી રહી છે. આ દરમિયાન સવાલ ઉભો થઈ રહ્યો છે કે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં પણ શું આવો જ વરસાદ થશે? હવામાન વિભાગે આ અંગે મોટી ભવિષ્યવાણી કરી છે. હવામાન વિભાગ અનુસાર જુલાઈના મહિનામાં ઉકળાટ અને ગરમી સહન કરી રહેલા લોકોને આવનારા દિવસોમાં રાહત મળી શકે છે.

જોકે, હવામાન વિભાગે ચેતવણી પણ જારી કરી દીધી છે, જેણે લોકોને ચિંતામાં મૂકી દીધા છે. IMD અનુસાર દેશમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સામાન્ય કરતાં વધુ વરસાદ થવાની સંભાવના છે. આ રીતે ઓગસ્ટના અંત સુધી અલ નીનાની અનુકૂળ પરિસ્થિતિઓ જોવા મળી શકે છે.

હવામાન વિભાગે ગુરુવારે (1 ઓગસ્ટ) આગાહી કરી કે ઓગસ્ટ અને સપ્ટેમ્બરના મહિનામાં ભારતમાં સરેરાશ કરતાં વધુ વરસાદ નોંધાશે. IMDનું કહેવું છે કે ઓગસ્ટ અને સપ્ટેમ્બર દરમિયાન દેશભરમાં વરસાદ લાંબા ગાળાની સરેરાશનો 106 ટકા હશે, જે 422.8 મિમી છે. દેશમાં 1 જૂનથી અત્યાર સુધી 453.8 મિમી વરસાદ થયો છે, જ્યારે સામાન્ય વરસાદ 445.8 મિમી હોય છે. આ સામાન્ય વરસાદ કરતાં 2 ટકા વધુ છે. કારણ કે, જૂનમાં સૂકું રહ્યા પછી જુલાઈમાં સામાન્ય કરતાં વધુ વરસાદ થયો.

દેશના મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ વરસાદની આશંકા

IMD ચીફ મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું, દેશના મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ વરસાદની અપેક્ષા છે. જોકે, ઉત્તરપૂર્વના કેટલાક વિસ્તારો, પૂર્વ ભારત સાથે જોડાયેલા લદ્દાખ, સૌરાષ્ટ્ર અને કચ્છ સાથે મધ્ય અને પ્રાયદ્વીપીય ભારતના કેટલાક વિસ્તારોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે.

અત્યાર સુધી કેટલો વરસાદ થયો?

IMDના આંકડા અનુસાર, પૂર્વી ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળમાં ગંગાના મેદાની વિસ્તારો અને ઉત્તરપૂર્વના કેટલાક ભાગોમાં ઓછો વરસાદ થયો છે. જ્યારે, હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં 35 ટકાથી 45 ટકા સુધી ઓછો વરસાદ નોંધાયો છે.

જાણો ક્યાં ક્યાં કેટલો વરસાદ થયો?

હવામાન વિભાગના પ્રમુખ મૃત્યુંજય મહાપાત્રાનું કહેવું છે કે ગંગાના મેદાની વિસ્તારો, મધ્ય ભારત અને ભારતના દક્ષિણ પૂર્વી દરિયાકિનારાના કેટલાક વિસ્તારોમાં સામાન્ય કરતાં ઓછું અને મહત્તમ તાપમાન રહેવાની સંભાવના છે. જુલાઈના મહિનામાં ભારતમાં સરેરાશ કરતાં 9 ટકા વધુ વરસાદ નોંધાયો. આ ઉપરાંત મધ્ય ક્ષેત્રમાં 33 ટકાથી વધુ વરસાદ થયો છે. IMD પ્રમુખે કહ્યું કે 29 જુલાઈએ કેરળ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જ્યારે, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ માટે ચેતવણી જારી કરવામાં આવી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત
Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત
હજુ ઠંડીના ઠેકાણા નથી ત્યાં તો 11 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી
હજુ ઠંડીના ઠેકાણા નથી ત્યાં તો 11 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી
EPFO: નોકરિયાત વર્ગ માટે કામની વાત, EPF-UAN નંબર માટે સરકાર નિયમ બદલ્યા
EPFO: નોકરિયાત વર્ગ માટે કામની વાત, EPF-UAN નંબર માટે સરકાર નિયમ બદલ્યા
Israel: નેતન્યાહુ વિરુદ્ધ મોટી કાર્યવાહી,ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલી PM સામે ધરપકડ વોરંટ કર્યું જારી
Israel: નેતન્યાહુ વિરુદ્ધ મોટી કાર્યવાહી,ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલી PM સામે ધરપકડ વોરંટ કર્યું જારી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rahul Gandhi:અદાણીજી ઔર મોદી એક હૈ તો સેફ હૈ..પ્રધાનમંત્રી ઉનકો પ્રોટેક્ટ કર રહે હૈ..Surat:હવે તો નકલી ઈન્સ્ટિટ્યૂટ પણ ખોલી નાંખ્યું.. પરીક્ષા માટે વિદ્યાર્થીઓને લઈ જવાતા બેંગ્લોરRajkot:સિવિલ હોસ્પિટલે માનવતા મૂકી નેવે,અર્ધનગ્ન હાલતમાં દર્દી રઝળ્યો; આ દ્રશ્યો હચમચાવી દેશેKhyati Hospital Case| પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓના એડમિશન કરાશે રદ્દ, અન્ય વિદ્યાર્થીઓનું શું થશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત
Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત
હજુ ઠંડીના ઠેકાણા નથી ત્યાં તો 11 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી
હજુ ઠંડીના ઠેકાણા નથી ત્યાં તો 11 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી
EPFO: નોકરિયાત વર્ગ માટે કામની વાત, EPF-UAN નંબર માટે સરકાર નિયમ બદલ્યા
EPFO: નોકરિયાત વર્ગ માટે કામની વાત, EPF-UAN નંબર માટે સરકાર નિયમ બદલ્યા
Israel: નેતન્યાહુ વિરુદ્ધ મોટી કાર્યવાહી,ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલી PM સામે ધરપકડ વોરંટ કર્યું જારી
Israel: નેતન્યાહુ વિરુદ્ધ મોટી કાર્યવાહી,ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલી PM સામે ધરપકડ વોરંટ કર્યું જારી
પરિણામો આવતાં પહેલાં જ MVAમાં દરાર, મહારાષ્ટ્રમાં CM ચહેરા માટે નાના પટોલે અને સંજય રાઉત વચ્ચે ટકરાવ
પરિણામો આવતાં પહેલાં જ MVAમાં દરાર, મહારાષ્ટ્રમાં CM ચહેરા માટે નાના પટોલે અને સંજય રાઉત વચ્ચે ટકરાવ
Crime News: કોલેજીયન યુવતીઓને ટાર્ગેટ કરતી ગેંગના સભ્યની મધ્ય પ્રદેશથી ધરપકડ, જાણો સાયબર સેલે કેવી રીતે પાડ્યો ખેલ
Crime News: કોલેજીયન યુવતીઓને ટાર્ગેટ કરતી ગેંગના સભ્યની મધ્ય પ્રદેશથી ધરપકડ, જાણો સાયબર સેલે કેવી રીતે પાડ્યો ખેલ
રેશન કાર્ડમાં મોટો ફેરફારઃ ઘઉં અને ચણાની સાથે સાથે સરકાર દ્વારા 10 વધુ વસ્તુઓ મફત આપવામાં આવી રહી છે
રેશન કાર્ડમાં મોટો ફેરફારઃ ઘઉં અને ચણાની સાથે સાથે સરકાર દ્વારા 10 વધુ વસ્તુઓ મફત આપવામાં આવી રહી છે
અદાણીની ધરપકડ થાય, પીએમ મોદી દરેક વખતે બચાવે છે- રાહુલ ગાંધી
અદાણીની ધરપકડ થાય, પીએમ મોદી દરેક વખતે બચાવે છે- રાહુલ ગાંધી
Embed widget