Rain Forecast: દેશના આ 10 રાજ્યોને ઘમરોળશે મેધરાજા, આજે અનરાધાર વરસાદની આગાહી
Rain Forecast:હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના સૌરાષ્ટ્ર સહિત યૂપી, મધ્યપ્રદેશ અને બિહારમાં ભારે વરસાદનું અનુમાન છે
Rain Forecast: હવામાન વિભાગની (Meteorological Department) આગાહી (forecast)મુજબ દેશના આ 10 જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. દેશના દસ રાજ્યોમાં આજે ભારે વરસાદને લઇન ભારતીય હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યુ છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગોવા, કર્ણાટક, દિલ્લી, પંજાબ, તેલંગાણા અને ઓડિશામાં ભારે વરસાદ (rain) વરસી શકે છે. મંગળવારે 45 મિનિટ વરસેલા વરસાદથી મધ્ય પ્રદેશનું મુરૈના જળબંબાકાર થયું. .. ઘણા વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું હતુ. તો સામુહિક આરોગ્ય કેન્દ્રની અંદર પાણી ભરાતા દર્દીઓને ભારે હાલાકી પડી છે.
મધ્ય પ્રદેશના કટનીમાં ભારે વરસાદથી ( heavy rain)જનજીવન પ્રભાવિત થયું છે. .. પૂરની ચપેટમાં આવતા મકાનની જળસમાધીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. સિલૌડી વિસ્તારમાં પાણીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું.સતત વરસી રહેલા વરસાદે મધ્ય પ્રદેશમાં ટ્રેનોની રફ્તાર રોકી હતી. ટ્રેક પર પાણી ભરાતા કેટલીક ટ્રેનોના શેડ્યુઅલ ખોરવાયા હતા. .. આજે પણ મધ્ય પ્રદેશમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
કર્ણાટકના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદથી ભૂસ્ખલનની ઘટના વધી છે. ભારે ભૂસ્ખલન થતા NH66 પર કેટલાક સ્થળે રસ્તા બ્લોક થઇ ગયા છે. સ્થાનિક પ્રશાસનની મદદ માટે સેનાની બે ટુકડી મોકલાઈ હતી.ભારતીય હવામાન વિભાગે ઘણા રાજ્યો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. IMDએ ગુજરાત, મહારાષ્ટ્ર અને પૂર્વ મધ્યપ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આ રાજ્યો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.
દિલ્હી-નોઈડા સહિત આસપાસના ઘણા વિસ્તારોમાં વહેલી સવારના વરસાદને કારણે લોકોને બફારાથી રાહત મળી હતી, જ્યારે ઘણી જગ્યાએ છેલ્લા ઘણા દિવસોથી વરસાદ પડ્યો નથી. હવામાન વિભાગ (IMD) એ પહેલા જ વરસાદની ચેતવણી જારી કરી દીધી હતી. બુધવારે, IMD એ દિલ્હી-NCR, ઉત્તર પ્રદેશ, બિહાર, ગુજરાત, દક્ષિણ મધ્ય પ્રદેશ, ઓડિશા અને ઝારખંડ માટે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. IMD અનુસાર, બિહાર અને યુપીના મોટાભાગના વિસ્તારોમાં આગામી બે દિવસ સુધી છૂટાછવાયા વરસાદની શક્યતા છે.
બુધવારે વહેલી સવારે દિલ્હીના ઘણા વિસ્તારોમાં વરસાદથી લોકોને રાહત મળી હતી. આજે વહેલી સવારે એનસીઆરના નોઇડા, ગ્રેટર નોઇડા અને ગાઝિયાબાદના ઘણા ભાગોમાં વરસાદ પડ્યો હતો. દિલ્હી-એનસીઆરના હવામાનની આગાહી કરતી વખતે, IMDએ કહ્યું છે કે દિવસભર આકાશ વાદળછાયું રહેશે, પરંતુ પૂર્વ દિશામાંથી ફૂંકાતા પવનને કારણે તમે બફારા ઉકળાટનો અનુભવ પણ થશે.
કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. પંજાબ, હરિયાણા-ચંદીગઢ-દિલ્હી, પૂર્વ રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ઓડિશામાં અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદનું અનુમાન છે. તો હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, વિદર્ભ, ઝારખંડ, અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા, કેરળ અને માહે, તટીય કર્ણાટક અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં ભારે વરસાદ થઈ શકે છે જોઈ શકાય. હવામાન વિભાગે આ માટે એલર્ટ જાહેર કર્યું છે. અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.