Jagarnath Mahato Death: ઝારખંડના શિક્ષણમંત્રી જગરનાથ મહતોનું ચેન્નાઇમાં નિધન, સીએમ હેમંત સોરેને આપી જાણકારી
ચેન્નાઇમાં જગરનાથ મહતોની સારવાર ચાલી રહી હતી. શિક્ષણમંત્રીનું અહીં સારવાર દરમિયાન જ નિધન થયું હતું.

Jagarnath Mahato Death: ઝારખંડના શિક્ષણમંત્રી જગરનાથ મહતોએ આજે સવારે નિધન થઇ ગયુ છે, તેમનું નિધન ચેન્નાઇમાં થયુ હતુ, તબિયત નાદુરસ્ત હોવાના કારણે તેઓ છેલ્લા કેટલાય દિવસોથી પીડિત હતા, તાજેતરમાં જ તેમને રાંચીથી ચેન્નાઇ એરલિફ્ટ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને અંતિમ શ્વાસ લીધા હતા.
ચેન્નાઇમાં જગરનાથ મહતોની સારવાર ચાલી રહી હતી. શિક્ષણમંત્રીનું અહીં સારવાર દરમિયાન જ નિધન થયું હતું. ઉલ્લેખનીય છે કે, ઝારખંડના શિક્ષણમંત્રી જગરનાથ મહતો છેલ્લા કેટલાય સમયથી શારીરિક રીતે અસ્વસ્થ હતા. તબિયત લથડ્યા બાદ તેમને પારસ હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા, આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી હેમંત સોરેન હૉસ્પીટલ ગયા હતા અને શિક્ષણમંત્રીના ખબર અંતર પણ પુછ્યા હતા, બાદમાં તેમને ચેન્નાઈ જઈને સારવાર કરાવવાની સલાહ પણ આપી હતી.
બાદમાં જગરનાથ મહતોને તબિયતને બગડતા સ્પેશ્યલ વિમાન દ્વારા ચેન્નાઈ લઈ જવામાં આવ્યા હતા. શિક્ષણમંત્રી 14 માર્ચથી ચેન્નાઈની એક હૉસ્પીટલમાં સારવાર લઈ રહ્યા હતા, જ્યારે તેમના નિધનના સમાચાર સાંભળતા જ ઝારખંડમાં શૉકની લહેર ફરી વળી હતી. રાજ્યમાં તમામ નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યુ હતુ.
આ દુઃખદ સમાચારની માહિતી મળતાં જ બીજેપી ધારાસભ્ય દળના નેતા બાબુલાલ મરાંડીએ ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો છે, તેમણે લખ્યું છે કે - ઝારખંડ સરકારના મંત્રી શ્રી જગરનાથ મહતોજીના ચેન્નાઈની હૉસ્પીટલમાં નિધન અંગે ખૂબ જ દુઃખદ સમાચાર મળ્યા છે. લાંબા સમય સુધી રોગને હરાવીને યોદ્ધાની જેમ લડનારા જગરનાથજીની વિદાય સમગ્ર ઝારખંડ માટે ખૂબ જ દુઃખદ છે. વ્યક્તિગત રીતે, રાજકીય મતભેદો હોવા છતાં મેં હંમેશા તેમના જીવનશક્તિની પ્રશંસા કરી છે. ભગવાન તેમને તેમના ચરણોમાં સ્થાન આપે.
ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ ઓમ શાંતિ ઓમ શાંતિ.
झारखंड सरकार के मंत्री श्री जगरनाथ महतो जी के चेन्नई के अस्पताल में निधन की बेहद दुःखद सूचना मिली है।
लंबे समय से बीमारी को हराते हुए योद्धा की भांति डंटे रहने वाले जगरनाथ जी का चले जाना पूरे झारखंड के लिए अत्यंत दुखदायी है।
राजनैतिक भिन्नताओं के बावजूद व्यक्तिगत रूप से उनकी… pic.twitter.com/6JlutQ5E7O— Babulal Marandi (@yourBabulal) April 6, 2023
Jharkhand education minister Jagarnath Mahato passes away in Chennai, says CM Hemant Soren. pic.twitter.com/WFaGg2Fmgw
— ANI (@ANI) April 6, 2023