શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Maharashtra Election Result: જીત બાદ હવે સીએમ શિંદને સતાવી રહ્યો છે ધારાસભ્ય તૂટવાનો ડર, પાર્ટીએ લીધો આ મોટો નિર્ણય

Maharashtra Election Result 2024: સીએમ એકનાથ શિંદેની પાર્ટી શિવસેનાએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. જો કે હવે પાર્ટીને પોતાના ધારાસભ્યો તૂટવાનો પણ ડર છે.

Maharashtra Assembly Election Result 2024: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો મહાયુતિ ગઠબંધનની તરફેણમાં આવ્યા છે. આ દરમિયાન સીએમ એકનાથ શિંદેને તેમના ધારાસભ્યો અલગ થવાનો ડર છે. તેને જોતા શિવસેનાએ મોટો નિર્ણય લીધો છે. મળતી માહિતી મુજબ શિવસેનાના શિંદે જૂથના તમામ ધારાસભ્યો બાંદ્રાની તાજ લેન્ડ એન્ડ હોટલમાં રોકાશે. શપથ સમારોહ સુધી તમામને હોટલમાં રહેવાની સૂચના આપવામાં આવી છે. પાર્ટીના નેતાઓની પસંદગીની પ્રક્રિયા પણ હોટલમાં જ થશે.

સીએમ એકનાથ શિંદેની પાર્ટી શિવસેનાએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. શિવસેનાએ અત્યાર સુધી 54 વિધાનસભા સીટો જીતી છે અને 3 સીટો પર આગળ ચાલી રહી છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શનિવારે (23 નવેમ્બર) થાણેની કોપરી-પચપાખાડી વિધાનસભા બેઠક પર 1.2 લાખ મતોના માર્જિનથી જીત મેળવી હતી.

એકનાથ શિંદેએ કેદાર દિઘેને હરાવ્યા

એકનાથ શિંદે મુંબઈને અડીને આવેલા તેમના ગૃહ વિસ્તાર થાણેમાં ઘણો પ્રભાવ ધરાવતા માનવામાં આવે છે. શિવસેના પ્રમુખને કુલ 1 લાખ 59 હજાર 60 મત મળ્યા, જે કુલ મતદાનના 78.4 ટકા છે. શિંદેના નજીકના હરીફ શિવસેના (UBT)ના ઉમેદવાર કેદાર દિઘેને 38,343 મત મળ્યા હતા. કેદાર દિઘે શિંદેના રાજકીય માર્ગદર્શક સ્વર્ગસ્થ આનંદ દિઘેના ભત્રીજા છે.

2019ની વિધાનસભા ચૂંટણીમાં એકનાથ શિંદેએ કોંગ્રેસના ઉમેદવાર સંજય ઘડીગાંવકરને 89,000થી વધુ મતોથી હરાવ્યા હતા. શિંદેએ 2022માં તત્કાલિન શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ બળવો કર્યો હતો. આ પછી, બાળ ઠાકરેની સ્થાપિત પાર્ટીમાં ભાગલા પડી ગયા. શિંદે પોતાનો રસ્તો બદલીને ભાજપમાં જોડાયા અને રાજ્યના મુખ્યમંત્રી બન્યા. શિવસેનામાં આ વિભાજન પછી, શિંદે જૂથને પાર્ટીનું નામ અને તેનું ચૂંટણી પ્રતીક 'ધનુષ અને તીર' મળ્યું.

આ ચૂંટણીમાં એકનાથ શિંદેની પાર્ટી શિવસેનાએ 81 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. પાર્ટીને 57 બેઠકો પર અદભૂત સફળતા મળી. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રની તમામ 288 વિધાનસભા સીટો માટે એક જ તબક્કામાં 20 નવેમ્બરે મતદાન થયું હતું.

ચૂંટણી પરિણામો વચ્ચે એકનાથ શિંદેએ કહ્યું કે એ જરૂરી નથી કે જે પાર્ટીની સૌથી વધુ બેઠકો હોય, તે જ પાર્ટીનો મુખ્યમંત્રી બને. ભલે શિંદેએ કોઈનું નામ ન લીધું, પરંતુ તેમનો ઈશારો સીધો BJP તરફ હતો.

આ પણ વાંચોઃ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Maharashtra Election Result: 'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
ઝારખંડમાં જેટલી સીટો પર લડ્યા, તે બધી જીત્યા! આ 2 પાર્ટીઓએ 100 ટકા સ્ટ્રાઇક રેટનો રેકોર્ડ બનાવ્યો
ઝારખંડમાં જેટલી સીટો પર લડ્યા, તે બધી જીત્યા! આ 2 પાર્ટીઓએ 100 ટકા સ્ટ્રાઇક રેટનો રેકોર્ડ બનાવ્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish LIVE : હું તો બોલીશ : ખનીજ ચોરીનું સત્ય શું?Rajkot News: રાજકોટમાં સદભાવના ટ્રસ્ટ દ્વારા ભવ્ય વૃદ્ધાશ્રમ બનાવવામાં આવશેSurat News: સુરતનું નકલી આરસી બુકનું કૌભાંડ, એજન્ટ સહિત વધુ 2 આરોપીની ધરપકડAhmedabad News | અમદાવાદ એરપોર્ટ પર એક શખ્સ નકલી પાસપોર્ટ સાથે ઝડપાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra Election Result: 'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
ઝારખંડમાં જેટલી સીટો પર લડ્યા, તે બધી જીત્યા! આ 2 પાર્ટીઓએ 100 ટકા સ્ટ્રાઇક રેટનો રેકોર્ડ બનાવ્યો
ઝારખંડમાં જેટલી સીટો પર લડ્યા, તે બધી જીત્યા! આ 2 પાર્ટીઓએ 100 ટકા સ્ટ્રાઇક રેટનો રેકોર્ડ બનાવ્યો
Wayanad Election Result 2024: પ્રિયંકા ગાંધીએ વાયનાડમાં મોદીના ઉમેદવારને જ નહીં, ભાઈ રાહુલને પણ પછાડ્યા! બનાવ્યો આ રેકોર્ડ
પ્રિયંકા ગાંધીએ વાયનાડમાં મોદીના ઉમેદવારને જ નહીં, ભાઈ રાહુલને પણ પછાડ્યા! બનાવ્યો આ રેકોર્ડ
જે લોકો પાસે આધાર કાર્ડ ન હોય તે પણ બનાવી શકે છે ABHA Card , જાણો તેની સંપૂર્ણ પ્રોસેસ
જે લોકો પાસે આધાર કાર્ડ ન હોય તે પણ બનાવી શકે છે ABHA Card , જાણો તેની સંપૂર્ણ પ્રોસેસ
'બટેંગે તો કટેંગે, એક રહેંગે-સેફ રહેંગે...’ યુપી પેટાચૂંટણીમાં ભાજપની મોટી જીત પર CM યોગીની પ્રથમ પ્રતિક્રિયા
'બટેંગે તો કટેંગે, એક રહેંગે-સેફ રહેંગે...’ યુપી પેટાચૂંટણીમાં ભાજપની મોટી જીત પર CM યોગીની પ્રથમ પ્રતિક્રિયા
બાહુબલી સેટ સાથે સુરતના ભવ્ય લગ્નમાં રણવીર સિંહ, મલાઈકા અરોરાએ આપ્યું શાનદાર પરફોર્મન્સ
બાહુબલી સેટ સાથે સુરતના ભવ્ય લગ્નમાં રણવીર સિંહ, મલાઈકા અરોરાએ આપ્યું શાનદાર પરફોર્મન્સ
Embed widget