શોધખોળ કરો

Medicine: સરકારે લોકોને આપી મોટી રાહત, પેઇનકિલર્સ-એન્ટીબાયોટિક્સ સહિત 70 દવાઓ થઇ સસ્તી

Medicine:નાણાકીય વર્ષ 2024-25ના સંપૂર્ણ બજેટના લગભગ બે અઠવાડિયા પછી સરકારે સામાન્ય લોકોને મોટી રાહત આપી છે

Medicine: નાણાકીય વર્ષ 2024-25ના સંપૂર્ણ બજેટના લગભગ બે અઠવાડિયા પછી સરકારે સામાન્ય લોકોને મોટી રાહત આપી છે. પેઇનકિલર્સ અને એન્ટિબાયોટિક સહિત 70 જરૂરી દવાઓના ભાવ ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેનાથી સામાન્ય લોકો માટે ઘણી બીમારીઓની સારવાર સસ્તી થશે.

NPPAની તાજેતરની બેઠકમાં લેવાયો નિર્ણય

નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA)ની તાજેતરની બેઠકમાં ઘણી આવશ્યક દવાઓના ભાવ ઘટાડવાનો આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ અઠવાડિયે એનપીપીએની બેઠકમાં લેવાયેલા નિર્ણયને સરકારે સત્તાવાર રીતે સૂચિત કર્યો હતો. NPPA દેશમાં વેચાતી આવશ્યક દવાઓના ભાવને નિયંત્રિત કરે છે, જેનો ઉપયોગ સામાન્ય લોકો વિવિધ રોગોની સારવાર માટે કરે છે. બેઠકમાં 70 દવાઓ અને 4 વિશેષ દવાઓના ભાવ ઘટાડવાનો નિર્ણય લેવાયો હતો.

આ દવાઓ સસ્તી થવા જઈ રહી છે

આ બેઠકમાં NPPAએ 70 દવાઓની કિંમતો ઘટાડવાનો નિર્ણય કર્યો, જેમાં પીડામાં રાહત આપતી દવાઓ એટલે કે પેઇનકિલર્સ, એન્ટિબાયોટિક્સ, તાવ, ઇન્ફેક્શન, ઝાડા, સ્નાયુમાં દુખાવો, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હૃદય અને અન્ય ઘણી બીમારીઓની સારવારમાં વપરાતી દવાઓનો સમાવેશ થાય છે. આ સિવાય NPPAએ 4 વિશેષ ફોર્મ્યુલેશન સાથે દવાઓની કિંમતો ઘટાડવાનો પણ નિર્ણય કર્યો છે.

ગયા મહિને તેમના ભાવમાં ઘટાડો થયો હતો

અગાઉ જૂન મહિનામાં પણ સરકારે ઘણી જરૂરી દવાઓના ભાવમાં ઘટાડો કર્યો હતો. NPPAએ જૂનમાં યોજાયેલી તેની 124મી બેઠકમાં સામાન્ય રીતે વપરાતી 54 દવાઓ અને 8 વિશેષ દવાઓની કિંમતોમાં ઘટાડો કર્યો હતો. ગયા મહિને એન્ટિબાયોટિક્સ, મલ્ટી વિટામિન્સ, ડાયાબિટીસ અને હૃદય સંબંધિત દવાઓના ભાવમાં પણ ઘટાડો કરવામાં આવ્યો હતો. આ સિવાય કેન્સર જેવી બીમારીની સારવારમાં વપરાતી દવાઓ પણ સસ્તી કરવામાં આવી હતી.

કરોડો સામાન્ય લોકોને સીધો ફાયદો થશે

આવશ્યક દવાઓની કિંમતોમાં ઘટાડો કરવાથી દેશના કરોડો લોકોને સીધો ફાયદો થવાનો છે. કરોડો લોકો વિવિધ રોગોની સારવાર માટે પેઈનકિલરથી લઈને એન્ટિબાયોટિક્સ સુધીની દવાઓ ખરીદે છે. સરકારનો આ નિર્ણય ગયા મહિને રજૂ થયેલા બજેટના લગભગ બે સપ્તાહ બાદ આવ્યો છે. સરકાર પાસેથી એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે તે દવાઓના ભાવને પોષણક્ષમ બનાવવાની દિશામાં પહેલ ચાલુ રાખશે.                                              

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs NZ LIVE Score: ભારતની પ્રથમ બેટિંગ, ન્યૂઝીલેન્ડે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, જુઓ બંને ટીમોની પ્લેઇંગ ઇલેવન

Chamoli Avalanche Update:ચમોલી હિમસ્ખલનમાં 4 કામદાર હજુ પણ લાપત્તા, ડ્રોનથી કરવામાં આવી રહી છે શોધ

UP Politics: માયાવતીનો મોટો નિર્ણય,પોતાના ભત્રીજાને તમામ પદો પરથી હટાવ્યો, આ નેતાને સોંપી જવાબદારી

Gujarat: માર્ચ મહિનામાં જ રાજ્યમાં ગરમી અનેક રેકોર્ડ તોડશે, જાણો લેટેસ્ટ આગાહી
Gujarat: માર્ચ મહિનામાં જ રાજ્યમાં ગરમી અનેક રેકોર્ડ તોડશે, જાણો લેટેસ્ટ આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara ST Bus Accident : વડોદરામાં એસટી બસની ટક્કરે માતાની નજર સામે જ 5 વર્ષીય બાળકનું મોતAhmedabad Police Scuffle : અમદાવાદમાં ગોળી મારી દેવાની ધમકી આપનાર પોલીસ સસ્પેન્ડChhotaudepur BJP : ક્વાંટમાં પંચાયતના કર્મચારીને માર મારનાર ભાજપના 2 નેતા સામે ફરિયાદ, જુઓ અહેવાલSurat RTI Activist : MLA અરવિંદ રાણાએ ખંડણી માંગતા 18 RTI એક્ટિવિસ્ટના નામ કર્યા જાહેર, 7ની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs NZ LIVE Score: ભારતની પ્રથમ બેટિંગ, ન્યૂઝીલેન્ડે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, જુઓ બંને ટીમોની પ્લેઇંગ ઇલેવન
IND vs NZ LIVE Score: ભારતની પ્રથમ બેટિંગ, ન્યૂઝીલેન્ડે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, જુઓ બંને ટીમોની પ્લેઇંગ ઇલેવન
Chamoli Avalanche Update:ચમોલી હિમસ્ખલનમાં 4 કામદાર હજુ પણ લાપત્તા, ડ્રોનથી કરવામાં આવી રહી છે શોધ
Chamoli Avalanche Update:ચમોલી હિમસ્ખલનમાં 4 કામદાર હજુ પણ લાપત્તા, ડ્રોનથી કરવામાં આવી રહી છે શોધ
UP Politics: માયાવતીનો મોટો નિર્ણય,પોતાના ભત્રીજાને તમામ પદો પરથી હટાવ્યો, આ નેતાને સોંપી જવાબદારી
UP Politics: માયાવતીનો મોટો નિર્ણય,પોતાના ભત્રીજાને તમામ પદો પરથી હટાવ્યો, આ નેતાને સોંપી જવાબદારી
Gujarat: માર્ચ મહિનામાં જ રાજ્યમાં ગરમી અનેક રેકોર્ડ તોડશે, જાણો લેટેસ્ટ આગાહી
Gujarat: માર્ચ મહિનામાં જ રાજ્યમાં ગરમી અનેક રેકોર્ડ તોડશે, જાણો લેટેસ્ટ આગાહી
મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલના એંધાણ!,  ફડણવીસે ફરી આપ્યો એકનાથ શિંદેને મોટો ઝટકો

આગામી 48 કલાક દેશના આ રાજ્યોમાં કરા સાથે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ અપડેટ 

'અમિત શાહ અને એકનાથ શિંદે વચ્ચે ગુપ્ત બેઠક', ઉદ્ધવ જૂથના મુખપત્ર સામનામાં કરવામાં આવ્યો આ મોટો દાવો 

Britain Ukraine Agreement:  ટ્રમ્પે યુક્રેનને આપ્યો ઝટકો તો બ્રિટને લબાવ્યો મદદનો હાથ; ઝેલેન્સકીને આપી અબજોની સહાય

Embed widget