શોધખોળ કરો

Indian Passport: ખુશખબર? હવે વગર વિઝાએ ભારતીયો આ દેશની કરી શકશે યાત્રા

Visa-Free Access: આ પાડોશી દેશે વિશ્વના 35 વિવિધ દેશોના રહેવાસીઓ માટે વિઝા-ફ્રી એક્સેસ સુવિધા શરૂ કરવાની જાહેરાત કરી છે. સુવિધા મેળવનારા દેશોમાં ભારતનું નામ પણ સામેલ...

Visa-Free Access: પાડોશી દેશ શ્રીલંકાએ ભારતીય પાસપોર્ટ ધારકો માટે એક શાનદાર ખુશખબર આપી છે. પાડોશી દેશે ભારત સહિત ઘણા દેશોના રહેવાસીઓ માટે વિઝા મુક્ત પ્રવેશની જાહેરાત કરી છે. જાહેરાત અનુસાર, ભારતીય પ્રવાસીઓ ટૂંક સમયમાં શ્રીલંકામાં વિઝા મુક્ત પ્રવેશ મેળવવાનું શરૂ કરશે.

35 દેશોને 6 મહિના માટે લાભ મળશે
ન્યૂઝ એજન્સી પીટીઆઈના અહેવાલ અનુસાર, શ્રીલંકાએ 35 દેશો માટે વિઝા ફ્રી એક્સેસ સુવિધાની જાહેરાત કરી છે. તેમાં ભારત, અમેરિકા અને બ્રિટન જેવા દેશોનો સમાવેશ થાય છે. આ ફેરફાર 1 ઓક્ટોબરથી લાગુ થવા જઈ રહ્યો છે. તેનો અમલ 6 મહિના માટે કરવામાં આવી રહ્યો છે. આ ફેરફારને શ્રીલંકાની સરકારની કેબિનેટે મંજૂરી આપી દીધી છે.

ભારત સિવાય આ દેશોના પ્રવાસીઓને ફાયદો થશે
રિપોર્ટમાં શ્રીલંકાના પર્યટન મંત્રી હરિન ફર્નાન્ડોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે 1 ઓક્ટોબરથી 35 દેશોના પ્રવાસીઓને શ્રીલંકાના પ્રવાસ માટે વિઝાની જરૂર પડશે નહીં. આ પોલિસી છ મહિના માટે છે. જે દેશોના લોકોને આ સુવિધાનો લાભ મળવાનો છે તેમાં ભારત, અમેરિકા અને બ્રિટન ઉપરાંત ચીન, જર્મની, નેધરલેન્ડ, બેલ્જિયમ, સ્પેન, ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, પોલેન્ડ, કઝાકિસ્તાન, સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત, નેપાળ, ઈન્ડોનેશિયા, રશિયા અને થાઈલેન્ડના નામ સામેલ છે.

આ દેશોના પાસપોર્ટ ધારકો માટે પણ સુવિધા
મલેશિયા, જાપાન, ફ્રાન્સ, કેનેડા, ચેક રિપબ્લિક, ઇટાલી, સ્વિટ્ઝર્લૅન્ડ, ઑસ્ટ્રિયા, ઇઝરાયેલ, બેલારુસ, ઈરાન, સ્વીડન, દક્ષિણ કોરિયા, કતાર, ઓમાન, બહેરીન અને ન્યુઝીલેન્ડ જેવા દેશોના પાસપોર્ટ ધારકોને પણ 6 મહિનાની વિઝા ફ્રી એન્ટ્રી સામેલ છે. જાણકારોના મતે શ્રીલંકાના આ નિર્ણયથી તેમનો ટૂરિઝમ બિઝનેસ વધુ વિકસશે અને દેશની તિજોરી પણ છલકાશે.

ભારતીયોને વિઝા માટે ચાર્જ લાગતો નથી
શ્રીલંકાની અર્થવ્યવસ્થા માટે પ્રવાસન ખૂબ જ મહત્વપૂર્ણ છે. દર વર્ષે વિવિધ દેશોમાંથી લાખો પ્રવાસીઓ શ્રીલંકાની મુલાકાતે આવે છે. થોડા દિવસો પહેલા જ શ્રીલંકામાં વિઝા-ઓન-અરાઈવલ ફીમાં વધારો કરવામાં આવ્યો હતો, જેણે વિવાદ ઉભો કર્યો હતો. શ્રીલંકામાં વિઝા-ઓન-અરાઈવલ સુવિધા એક વિદેશી કંપની દ્વારા સંભાળવામાં આવી રહી હતી. શ્રીલંકામાં ભારત, ચીન, જાપાન, રશિયા, મલેશિયા, થાઈલેન્ડ અને ઈન્ડોનેશિયાના લોકો કોઈપણ ફી વગર પ્રવાસી વિઝા મેળવે છે.

આ પણ વાંચો...

Jammu Kashmir: આ પાર્ટી સાથે કાશ્મીરમાં ચૂંટણી લડશે કોંગ્રેસ, જાણો રાહુલ ગાંધીએ કોને આપી પ્રાથમિકતા

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Kolkata Rape Murder Case: પશ્ચિમ બંગાળમાં નવાજુનીના એંધાણ, મમતા બેનર્જીએ કહ્યું- 'હું રાજીનામું આપવા તૈયાર'

Kalol News: કલોલ પાલિકામાં સ્ટેન્ડિંગ ચેરમેન સહિત 11 કૉર્પોરેટરના રાજીનામા, રી-ટેન્ડરિંગ મુદ્દે મારામારીની બબાલ વધી

Sitaram Yechury: CPM ના મહાસચિવ સીતારામ યેચુરીનું નિધન, દિલ્હીની AIIMSમાં લીધા અંતિમશ્વાસ

Bhavnagar: ભાવનગરમાં દરોડો પાડી પોલીસે ડ્રગ્સ સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો, અમદાવાદ કનેક્શન આવ્યું સામે

ABP Premium

વિડિઓઝ

Amreli | સાવરકુંડલામાં સરકારી હોસ્પિટલમાં તબીબોની ઘટથી કંટાળ્યા દર્દીઓ, જુઓ સ્થિતિAmbaji Grand Fair | આજથી મહામેળાનો પ્રારંભ, પાર્કિંગ માટે ખાસ સુવિધાઓ, પાંચ હજાર જવાના તૈનાતPM Modi News Updates | જાણો કેમ 16-17મી સપ્ટેમ્બરે આખુય અમદાવાદ ફેરવાઈ જશે પોલીસ છાવણીમાં?Rajkot Crime Case| ધંધાર્થી સાથે કરોડોની છેતરપિંડી કરવાના કેસમાં ત્રણ સ્વામી સામે નોંધાયો ગુનો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Kolkata Rape Murder Case: પશ્ચિમ બંગાળમાં નવાજુનીના એંધાણ, મમતા બેનર્જીએ કહ્યું- 'હું રાજીનામું આપવા તૈયાર'
Kolkata Rape Murder Case: પશ્ચિમ બંગાળમાં નવાજુનીના એંધાણ, મમતા બેનર્જીએ કહ્યું- 'હું રાજીનામું આપવા તૈયાર'
Kalol News: કલોલ પાલિકામાં સ્ટેન્ડિંગ ચેરમેન સહિત 11 કૉર્પોરેટરના રાજીનામા, રી-ટેન્ડરિંગ મુદ્દે મારામારીની બબાલ વધી
Kalol News: કલોલ પાલિકામાં સ્ટેન્ડિંગ ચેરમેન સહિત 11 કૉર્પોરેટરના રાજીનામા, રી-ટેન્ડરિંગ મુદ્દે મારામારીની બબાલ વધી
Sitaram Yechury: CPM ના મહાસચિવ સીતારામ યેચુરીનું નિધન, દિલ્હીની AIIMSમાં લીધા અંતિમશ્વાસ
Sitaram Yechury: CPM ના મહાસચિવ સીતારામ યેચુરીનું નિધન, દિલ્હીની AIIMSમાં લીધા અંતિમશ્વાસ
Bhavnagar: ભાવનગરમાં દરોડો પાડી પોલીસે ડ્રગ્સ સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો, અમદાવાદ કનેક્શન આવ્યું સામે
Bhavnagar: ભાવનગરમાં દરોડો પાડી પોલીસે ડ્રગ્સ સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો, અમદાવાદ કનેક્શન આવ્યું સામે
Gandhinagar: PM મોદીના જન્મદિવસને ખાસ બનાવવા ગુજરાત સરકારે બનાવ્યો અનોખો પ્લાન,જાણો વિગતે

Vadodara: વડોદરામાં પૂરગ્રસ્તો માટે સરકારે કરી રોકડ સહાયની જાહેરાત, લારી-ગલ્લા-દુકાનદારોને મળશે આટલા રૂપિયા

Rain Forecast: હવે આગામી 3 દિવસ ઉત્તર ભારતમાં મેઘતાંડવ, યુપીથી દિલ્હી સુધી આ છે વરસાદનું અપડેટ

Ahmedabad: અમદાવાદમાં 1 કરોડનું એમડી ડ્રગ્સ ઝડપાયું, કારના ટાયરમાં છૂપાવ્યું હતુ

Embed widget