Punjab Free Electricity: પંજાબ સરકારે ફ્રી વીજળી પર લગાવી મહોર, 600 યૂનિટ મળશે ફ્રી વીજળી
Bhagwant Mann Government: આમ આદમી પાર્ટીની માન સરકારે આખરે કેબિનેટની બેઠકમાં પંજાબના લોકોને દરેક બિલ પર 600 યુનિટ મફત આપવાની મંજૂરી આપી દીધી છે.
Punjab News: પંજાબની ભગવંત માન સરકારે વીજળીને લઈને મોટો નિર્ણય લીધો છે. જે સંદર્ભે માન સરકારે કેબિનેટ બેઠક યોજી હતી. કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે દિલ્હીની જેમ હવે પંજાબના રહેવાસીઓને પણ મફતમાં વીજળી મળશે. આમ આદમી પાર્ટીની મન સરકારે આખરે કેબિનેટની બેઠકમાં પંજાબના લોકોને દરેક બિલ પર 600 યુનિટ મફત આપવાની મંજૂરી આપી દીધી છે.
મુખ્યમંત્રીએ ટ્વિટ કરીને માહિતી આપી
આ અંગે માહિતી આપતાં ખુદ મુખ્યમંત્રી ભગવંત માને ટ્વિટ કર્યું છે. તેમણે પોતાના ટ્વિટમાં કહ્યું કે, આજે કેબિનેટના સહયોગીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. અમે પંજાબના લોકોને જે સૌથી મોટી ગેરંટી આપી છે તે મફત વીજળીના નિર્ણય પર મહોર મારવાની છે. હવે પંજાબના લોકોને દરેક બિલ પર 600 યુનિટ મફત વીજળી મળશે. અમે પંજાબ અને પંજાબીઓને આપેલા દરેક વચનને પૂર્ણ કરીશું.
વિધાનસભા ચૂંટણીમાં આપેલા વચનને પૂર્ણ કર્યું
પંજાબ વિધાનસભા ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટીએ મફત વીજળી આપવાનું વચન આપ્યું હતું. જોકે, આ જાહેરાતને લઈને ભારે હોબાળો થયો હતો. પરંતુ આખરે ભગવંત માન સરકારે પંજાબના લોકોને મફત વીજળી આપવાનો નિર્ણય લીધો છે. જે અંતર્ગત હવે પંજાબના લોકોને દરેક બિલ પર 600 યુનિટ મફત વીજળી મળશે.
મફત વીજળીની શરૂઆત દિલ્હીથી થઈ
દિલ્હીની 'આપ'ની આગેવાની હેઠળની કેજરીવાલ સરકાર લોકોને 200 યુનિટ મફત વીજળી આપે છે. જ્યારે રાજધાનીના લોકોને 400 યુનિટ સુધીની કિંમતમાં અડધી કિંમતનું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. દિલ્હીમાં ઘણા વર્ષોથી આમ આદમી પાર્ટીની સરકાર છે, જ્યાં મફત વીજળી યોજનાની ખૂબ ચર્ચા છે.
We had given a guarantee to the people of Punjab that we will provide them 300 units of free electricity, as soon as we come to the power. Cabinet has approved this decision today: Punjab CM Bhagwant Mann pic.twitter.com/6khS05KgHJ
— ANI (@ANI) July 6, 2022
આ પણ વાંચોઃ
Gujarat Rain: ગુજરાતમાં મેઘમહેરથી છલકાયા નદી-નાળા, ક્યાંક તણાઈ બાઇક, જુઓ તસવીરો
India Corona Cases Today: દેશમાં કોરોના કેસમાં ફરી થયો વધારો, દૈનિક પોઝિટિવિટી રેટ 3.56 ટકા
Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 219 તાલુકામાં વરસાદ, સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક મેઘમહેર