Free Electricity: પંજાબમાં તમામ ઘરને આજથી દર મહિને મફતમાં મળશે 300 યુનિટ વીજળી , મુખ્યમંત્રી માને કરી જાહેરાત
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યુ હતું કે તેમની સરકાર રાજ્યના લોકોને આપવામાં આવેલી "ગેરંટી" પૂરી કરી રહી છે,
ચંડીગઢઃ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યુ હતું કે તેમની સરકાર રાજ્યના લોકોને આપવામાં આવેલી "ગેરંટી" પૂરી કરી રહી છે, જે હેઠળ શુક્રવારથી દરેક ઘરને 300 યુનિટ મફત વીજળી પૂરી પાડવામાં આવશે. આમ આદમી પાર્ટીની સરકારે અગાઉ જાહેરાત કરી હતી કે તે 1 જુલાઈથી દરેક ઘરમાં 300 યુનિટ મફત વીજળી આપશે.
पिछली सरकारें चुनाव के दौरान वादे करती थीं..वादे पूरे होते होते 5 साल पूरे निकल जाते थे
— Bhagwant Mann (@BhagwantMann) July 1, 2022
पर हमारी सरकार ने पंजाब के इतिहास में नई मिसाल कायम की है.. आज पंजाबियों को दी एक और गारंटी पूरी करने जा रहे हैं
आज से पूरे पंजाब में हर परिवार को हर महीने बिजली के 300 यूनिट मुफ्त मिलेंगे.. pic.twitter.com/5wspG9nga1
મુખ્યમંત્રીએ ટ્વિટ કરી જાહેરાત કરી હતી કે પહેલાની સરકારો ચૂંટણી દરમિયાન વચનો આપતી હતી. વચનો પૂરા કરવામાં 5 વર્ષ વીતી ગયા હશે, પરંતુ અમારી સરકારે પંજાબના ઇતિહાસમાં એક નવું ઉદાહરણ પુરુ પાડ્યું છે. આજે અમે પંજાબીઓને આપેલ વધુ એક વચન પૂરું કરવા જઈ રહ્યા છીએ. આજથી પંજાબમાં દરેક પરિવારને દર મહિને 300 યુનિટ મફત વીજળી મળશે.
2022ની પંજાબ વિધાનસભા ચૂંટણી દરમિયાન AAP દ્વારા આપવામાં આવેલા વચનોમાંથી એક એ હતું કે દર મહિને દરેક ઘરમાં 300 યુનિટ મફત વીજળી પૂરી પાડવામાં આવશે. AAPના નેતા અને રાજ્યસભાના સભ્ય રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે લોકોને મફત વીજળી આપનારું પંજાબ દિલ્હી પછી બીજું રાજ્ય બન્યું છે.
ચઢ્ઢાએ ટ્વીટ કર્યું હતું કે આજનો દિવસ એક ઐતિહાસિક દિવસ છે, કારણ કે પંજાબ દિલ્હી પછી મફત વીજળી મેળવતું બીજું રાજ્ય બન્યું છે. પંજાબીઓને 'કેજરીવાલે પ્રથમ ગેરંટી આપી હતી' એ પુરી થઈ છે.
નાણામંત્રી હરપાલ સિંહ ચીમાએ 27 જૂને AAP સરકારનું પ્રથમ બજેટ રજૂ કરતી વખતે કહ્યું હતું કે 300 યુનિટ વીજળી મફતમાં આપવાથી તિજોરી પર 1,800 કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડશે.