શાસકો અને સત્તાઃ પ્રકરણ બે, કથા એક
14મી સદીના દિલ્હીના સુલ્તામ મુહમ્મદ તુગલક બધી રીતે ખૂબ જ કડક અને ગુસ્સાભર્યા મિજાજના હોવા છતાં એક ઉદાર શાસક હતા. તેમની ઓળખ સિંહાનનું ક્રૂરતાપૂર્ણ અને મનામાન્યો ઉપયોગ કરનારા સત્તાધીશની છે.
પ્રધીનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હીના નાગરિકો પર ‘સેન્ટ્રલ વિસ્ટા’ પ્રોજેક્ટ લાદી ને તેમને દંડિત કરી રહ્યા છે. દિલ્હીના સુલ્તાનો, મુગલ બાદશાહો અને અંગ્રેજીની જેમ જ મોદી પણ દિલ્હીની મહાન વાસ્તુ શિલ્પ કલા પરંપરામાં આ પ્રોજેક્ટ દ્વારા પોતાની ઓળખ અને નામ ઇતિહાસમાં નોંધાવવા માગે છે. પછી ભલે તેના માટે તેમને લાખો લોકોના જીવની કુર્બાની કેમ આપવી ન પડે.
14મી સદીના દિલ્હીના સુલ્તામ મુહમ્મદ તુગલક બધી રીતે ખૂબ જ કડક અને ગુસ્સાભર્યા મિજાજના હોવા છતાં એક ઉદાર શાસક હતા. તેમની ઓળખ સિંહાનનું ક્રૂરતાપૂર્ણ અને મનામાન્યો ઉપયોગ કરનારા સત્તાધીશની છે. તેમના શાસનકાળમાં સંભવતઃ સૌથી વિસ્તૃતક અને વિશ્વસનીય વર્ણન મોરક્કોના યાત્રી ઇબ્ન બતૂતાએ નોંધ્યું છે, જેણે સુલ્તાના દરાબરમાં અંદાજે 6 વર્ષ વિતાવ્યા હતા. ઇબ્મ બતૂતાએ શરૂઆતમાં જ સમજી લીધું હતું કે ‘આ રાજાને બે વસ્તુની લત છે, એક લોકોને ભેટ આપવી અને બીજું લોગોનું લોહી વહાવવું.’ પોતાના પુસ્તકના ત્રીસ પાનામાં ઇબ્ન બતૂતાએ વિસ્તારથી વર્ણન કર્યું છે કે સુલ્તાનને ખાસ કરીને વિદેશી મહેમાનો સહિત પોતાના રાજ્યના ધનાઢ્ય લોકો પર કેવી કેવી ભેટનો વરસાદ કર્યો. ત્યાર બાદ તેણે એ એવી દર્દનાક સજાઓનું વર્ણન કર્યું છે, જે સુલ્તાનને એવા લોકોને આપી જેમણે સુલ્તાન સાથે અસહમત હોવાનું સાહસ બતાવ્યું હતું.
આ વાતો સહિત ઇબ્ન બતૂતાએ તુગલક દ્વારા ત્યારે અને હવે રાજધાની દિલ્હીની તબાહીનું જે વર્ણ કર્યું છે, તે ખૂબ જ રસપ્રદ છે. તેણે કહ્યું કે, લોહીના તરસ્યા સુલ્તાનથી તંગ થઈ ગયેલ જનતાએ ‘તેને ખુલીન ધિક્કારભરી અને અપમાનજનક વાતો લખીને મોકલવાનું શરૂ કરી દીધું.’ અને ત્યારે સુલ્તાને બદલાની કાર્રવાઈ કરતાં સમગ્ર શહેરને જ નષ્ટ કરવાનો નિર્ણય કર્યો. તેણે દિલ્હીના લોકોના નામે એક કડક આદેશ બહાર પાડ્યો કે આ શહેર છોડી દો અને દૌલતાબાદ તરફ કૂચ કરો, જે ત્યાંથી હજારો માઈલ દક્ષિણમાં હતું.
સુલ્તાને કહ્યું કે, દૌલતાબાદ સલ્તનતની નવી રાજધાની હશે. ઇબ્ન બતૂતા લખે છે કે, સુલ્તાને પોતાના ગુલામો અને કર્મચારીઓને દિલ્હીનો ખુણેખુણો જોઈએ એ સુનિશ્ચિત કરવા કહ્યું કે, દરેક વ્યક્તિએ તેના આદેશનું પાલન કર્યું છે કે નહીં. સુલ્તાનના લોકો બે લોકોને ઘસેડતા લાવ્યા, જે ક્યાંક સંતાયા હતા. તેમાંથી એક વિકલાંગ હતો અને બીજો આંધળો. વિકલાંગને કિલ્લાથી નીચે ફેંકી દેવામાં આવ્યો અને આંધળા વ્યક્તિને ઘસેડતા અંદાજે ચાલીસ દિવસનો પ્રવાસ કરીને દૌલતાબાદ જવા પર મજબૂર કરવામાં આવી. આટલા દિવસમાં આંધળા વ્યક્તિનું શરીર જર્જરીત થઈ ગયું અને દૌલતાબાદ પહોંચતા પહોંચતા બસ તેની ડેડ બોડી જ બચી હતી. બીજી બાજુ દિલ્હીમાં સુલ્તાને પોતાના પહેલની છત પર ચડીને સમગ્ર શરે પર નજર કરી અને જોયું કે ક્યાંયથી કોઈ પ્રકાશ તો નથી આવતો ને, ક્યાંથી ધુમાડો તો નથી જોવા મળી રહ્યો ને. જ્યારે તેને વિશ્વાસ થયો કે દિલ્હી નિર્જન થઈ ગઈ ત્યારે તેણે ખુશ થઈને કહ્યું, ‘હવે મારા મગજમાં શાંતિ છે અને મારી ભાવનાઓને સંતોષ મળ્યો છે.’ પોતાના તાનાશાહીના નિરંકુશ પ્રદર્શનથી લાખો જીવન જોખમમાં મુક્યા અને તેની આઝાદી ઝુંટવીને આખરે બે વર્ષ બાદ તુગલકે ફરી લોકોના નામે ફરમાન બહાર પાડ્યું કે બધા દૌલતાબાદથી ફરીથી દિલ્હી આવી જાય.
આજે હાલમાં ભારતની પાસે પોતાના મોહમ્મદ તુગલક છે. નામ છે, નરેન્દ્ર મોદી. ભારતના પ્રધાનમંત્રીને સત્તા માટે ઝનૂની માનવામાં આવે છે. તેઓ દેશને પોતાની જાગીરની જેમ ચલાવે છે અને કોઈપણ પ્રકારની અસહમતી તેમને મંજૂર નથી. કોરોના વાયરસની મહામારી દરમિયાન પોતાનું કર્તવ્ય નિભાવવામાં તેઓ કેવી રીતે નિષ્ફળ રહ્યા છે, તે સમગ્ર વિશ્વ જોઈ ચૂક્યું છે અને ત્યાં સુધી ભાજપમાં પણ કેટલાક લોકોએ તેનો અનુભવ કરી લીધો છે પરંતુ તેમનામાં જાહેરાતમાં આવીને કંઈ બોલવાની હિંમત નથી. મોદી અને તેના મંત્રીઓએ વૈજ્ઞાનિક નિષ્ણાંતોનું ક્યારેય માન્ય નહીં અને હવે બધા અનુભવી રહ્યા છે કે કોરોનાની બીજી લહેરની ચેતવણીને અવગણવામાં આવી. પરિણામ એ છે કે દેશ આજે વિશ્વની નજરોમાં દયાને પાત્ર બની ગોય છે. વિતેલા ઘણાં દિવસોથી ભારતમાં રેકોર્ડ 4000થી વધારે મોત થઈ રહ્યા છે. બધી બાજુ સમાચાર છે કે વાયરસ ગામડા અને અંતરિયાળ વિસ્તારમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. જ્યારે આ વર્ષની શરૂઆતમાં મોદી વિજેતાની જેમ જાહેરાત કરી રહ્યા હતા કે ભારતે માત્ર કોરોના વાયરસને જ હરાવ્યો નથી પરંતુ વિશ્વ માટે એક ઉદારણ રજૂ કર્યું છે.
એવં ઘણું બધું છે નરેન્દ્ર મોદી અને મોહમ્મદ તુગલને એકબીજા સાથે જોડે છે. મગજમાં એવા સવાલ થાય કે બન્ને શાસકોએ ધનને લઈને ‘નિષ્ફળ’ પ્રયોગ કર્યા. સુલ્તાનને હંમેશા ધન/રેવન્યુની જરૂરત રહેતી હતી અને ત્યારે તેણે સાંભળ્યું કે ચીને કાગળના ચલણની શોધ કરી છે. તેણે નક્કી કર્યું કે તે તાંબામાંથી એવું ચલણ બનાવશે. એલિયાસ કૈનેટીએ ક્રાઉડ્સ એન્ડ પાવરમાં આ બન્ને વસ્તુને જોડતાં લખ્યું છે કે, ‘મોટી સંખ્યામાં તાંબાના સિક્કા બનાવવામાં આવ્યા, ચાંદીની કિંમતના આધારે મનમાની રીતે તેનું મૂલ્ય નક્કી કરવામાં આવ્યું અને આદેશ આપવામાં આવ્યા કે આ સિક્કાનો ઉપયોગ સોના અને ચાંદીના સિક્કાની જગ્યાએ કરવામાં આવે. ત્યાર બાદ દરેક ઘરમાં ટંકશાળ બની ગઈ અને થોડા જ સમયમાં તાંબાના આ નવા ચલણનું મૂલ્ય ઘટી ગયું.
તાંબાના સિક્કાનું મૂલ્ય પથરા જેટલું પણ ન રહ્યું અને રૂપિયાની અછત પોતાની ચરમ પર પહોંચી ગઈ. મોદીએ પણ પોતાના દિમાગથી આ જ કર્યું હતું. દેશને કાળા નાણાંથી મુક્ત કરવાનાં અભિયાનમાં તેમણે 8 નવેમ્બર 2016ની સાંજે સમગ્ર દેશને ચોંકાવી દીધા. તેમણે જાહેરાત કરી તે તાત્કાલીક અસરથી 500 અને 1000 રૂપિયાની કરન્સી નોટ લીગલ ટેન્ડર નહીં રહે અ તેને બેંકોમાં નવી નોટ સાથે બદલાવી શકાય છે. તેમની નોટબંધી (ડિમોનેટાઈઝેશન)ની યોજનાએ દેશને અરાજકતામાં ધકેલી દીધો, બેંકોમાં નોટોની અછત થઈ ગઈ અને રોજેરોજનું કમાઈને ખાનારા લાખ કરોડો લોકો જીવન જરૂરી વસ્તુ ખરીદવા માટે પણ વલખા મારવા લાગ્યા. બાદમાં આપણી કેન્દ્રીય બેંક, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ સ્વીકાર્યું કે નોટબંધી એક પ્રચંડ નિષ્ફળ સાબિત થઈ. 99.3% બંધ નોટ બેન્કિંગ સિસ્ટમમાં પરત આવી ગઈ, જેનાથી એ સાહિત થયું કે અર્થવ્યવસ્થામાંથી કાળુ નાણું બહાર ન કરી શકાયું.
જોકે મુસ્લિમ સુલ્તાન મુહમ્મદ તુગલક અને ભારતીય ગણરાજ્યને હિંદૂ રાષ્ટ્રમાં ફેરવવાની ઇચ્છા રાખનારા મોદીની વચ્ચે વધારે સ્પષ્ટ સમાનતા બતાવવા માટે આપણે મોદીના એ ભવ્ય પ્રોજેક્ટ તરફ જોવું જોઈએ, જેમાં તેઓ દિલ્હીને એક શાહી રાજધાનીમાં ફેરવવા માગે છે. તુગલકે જ્યાં પોતાની અવગણના કરનાર દિલ્હીના નાગરિકોને રાજધાની છોડવાના આદેશ આપીને સજા કરી હતી, જ્યારે મોદી દિલ્હીના નાગરિકોને પર ‘સેન્ટ્રલ વિસ્ટા’ નામનો પ્રોજેક્ટ લાદીને તેમને દંડિત કરી રહ્યા છે. દિલ્હીને નવી સરકારી ઓફિસ અને કેન્દ્રીય સચિવાલયોથી વિભૂષિત કરનારા આ પ્રોજેક્ટમાં કેન્દ્રમાં એક ભવ્ય સંસદ ભવન છે. 2019માં આ પ્રોજેક્ટને મંજૂરી મળી હતી અને જાન્યુઆરી 2021માં તેનું નિર્માણ કાર્ય શરૂ થયું. મોદીએ એ આધારે પોતાની નવી પહેલને યોગ્ય ગણાવી કે ખાસ કરીને સંસદ ભવ સહિત 100 વર્ષ જૂનું સંસદીય પરિસર આધુનિક સમયની જરૂરતને પૂરી કરવા માટે પૂરતું નથી.
‘સેન્ટ્રલ વિસ્ટા’ પ્રોજેક્ટ હવે ટીકાકારોના ઘેરેમાં છે. અનેક સવાલો ઉઠી રહ્યા છે કે શું ખરેક આવા પ્રોજેક્ટની આપણને જરૂરત છે ? ખાસ કરીને એવા સમયે જ્યારે ભારતીય અર્થવ્યસ્થાની સ્થિતિ ખરાબ છે અને ભારત વિશ્વના અન્ય દેશની તુલનામાં કોરોના વિરૂદ્ધ લડાઈથી આર્થિક નુકસાનાનો સામનો કરી રહ્યું છે. 2020માં ભારતીય અર્થવ્યવસ્થાનો આકાર 9.6 ટકા ઘટી ગયો હતો. આ પ્રોજેક્ટનો અંદાજીત ખર્ચ 20 હજાર કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ એક એવા દેશ માટે ઘણી મોટી રકમ છે જેની સ્વાસ્થ્ય સિસ્ટમ પડી ભાગી છે અને જે દેશના 90 ટકા લોકો પોતાની જરૂરત પૂરી નથી કરી શકતા. અનેક લોકો એ આધારે પણ પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે કે નવા પ્રોજેક્ટનું માળખું, બ્રિટિશ સત્તા દરમિયાન એડવિન લુટિયંસ અને હર્બર્ટ બેકર દ્વારા ડિઝાઈન કરવામાં આવેલ વાસ્તુશિલ્પ સાથે મેળ નથી ખાતું. તેનાથી સમગ્ર પરિસરનું સૌંદર્ય નષ્ટ થઈ જશે.
દિલ્હીમાં હાલમાં ચોવીસ કલાક ચિતા સળગી રહી છે. વેન્ટિલેટરો, એમ્બ્યુલન્સો, હોસ્પિટલના બેડ, દવાઓ, પીપીઈ કિટ અને ડોક્ટરોની પણ અછત છે. હજારો લોકો શ્વાસ લેવા માટે તપડી રહ્યા છે કારણ કે ઓક્સીજન સપ્લાઈનું સંકટ છે, જેથી મોતની સંખઅયા ભયાનક રીતે વધી રહી છે. શહેરમાં ફરીથી લોકડાઉન છે. અને તેમ છતાં પ્રતિષ્ઠિ સમાચાર પત્ર ધ ગાર્જિયને લખ્યું છે, ‘ભારત કોવિડના નર્કમાં ધકેલાયું’, સેન્ટ્રલ વિસ્ટાનું કામ દિવ રાત સતત ચાલી રહ્યું છે કારણ કે મોદીના શાહી વ્યવસ્થા પત્રથી આ શક્ય બન્યું છે. સેન્ટ્રલ વિસ્ટાનું નિર્માણ ‘અતિ જરૂરી’ સેવાઓમાં સામેલ કરવામાં આવ્યું છે. હવે માનવ જીવનનાં મૂલ્યના આનાથી પણ મોટી કોઈ મજાક હોઈ શકે ખરી?