Viral News: બેંગ્લુરુની સકડો પર વિદ્યાર્થીનીઓના બે ગ્રુપમાં થઈ બબાલ, ઢીકા-પાટુ મારીને ખેંચ્યા વાળ, વીડિયો થયો વાયરલ
Viral Video: વીડિયોમાં યુવતીઓ ઢીકા-પાટુ,લાકડીઓ વડે એકબીજાને મારતી જોવા મળી રહી છે. તમામ વિદ્યાર્થિનીઓ સ્કૂલ ડ્રેસમાં સ્થળ પર હાજર હતી. ઘટના ક્યારે બની તે હજુ સુધી જાણી શકાયું નથી.
Viral Video: બેંગલુરુ સ્કૂલની વિદ્યાર્થિનીઓના બે જૂથો વચ્ચેની લડાઈનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં યુવતીઓ ઢીકા-પાટુ અને લાકડીઓ વડે એકબીજાને મારતી જોવા મળી રહી છે. તમામ વિદ્યાર્થિનીઓ સ્કૂલ ડ્રેસમાં સ્થળ પર હાજર હતી. આ ઘટના ક્યારે બની અને તેનું કારણ શું છે તે હજુ સુધી જાણી શકાયું નથી. સોશિયલ મીડિયા પર લોકોનું માનવું છે કે આ લડાઈ બે સ્કૂલોના ગ્રુપ વચ્ચે થઈ હતી.
ઢીકા-પાટુ માર્યા
વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, છોકરીઓ એકબીજાને લાત-મુક્કાથી મારી રહી છે. કોઈ કોઈના વાળ ખેંચી રહ્યું છે, કોઈ થપ્પડ મારીને નીચેની તરફ ધક્કો મારી રહ્યું છે. સાથે જ એક વિદ્યાર્થીના હાથમાં એક લાકડી પણ છે જેનો ઉપયોગ તે કરી રહી છે અને સ્થળ પર જ ખુબ જ અવાજ આવે છે. ઘટના સ્થળે કેટલાક છોકરાઓ પણ હતા. યુઝર્સનું કહેવું છે કે આમાંની કેટલીક છોકરીઓ બેંગલુરુની ફેમસ બિશપ કોટન ગર્લ્સ સ્કૂલની હતી.
ઘણાને થઈ ઈજા
આ વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, અનેક વિદ્યાર્થિનીઓને ઈજાઓ પહોંચી છે. ઘણા લોકોએ આ મામલે હસ્તક્ષેપ કર્યો અને વિદ્યાર્થિનીઓને અલગ કરવાનો પણ પ્રયાસ કર્યો. શાળાના અધિકારીઓએ દ્વારા આ મામલે હજી સુધી કોઈ નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. જો કે ટ્વિટર પર આવા અનેક એકાઉન્ટ છે જે કહી રહ્યા છે કે આ ઘટના સમયે તેઓ ત્યાં હાજર હતા.
Y'all need to even if y'all haven't already 😭😭😭 pic.twitter.com/fBbJv9CXoc
— T.sh (@Taha_shah0) May 17, 2022
આ પણ વાંચોઃ
Coronavirus: સ્નિફર ડોગ એરપોર્ટ પર કોવિડના દર્દીઓ શોધશે, રિસર્ચમાં કરવામાં આવ્યો દાવો
Fact Check: 12,500 રૂપિયાની ચુકવણી પર આપી રહી છે 4 કરોડ 62 લાખ ? જાણો શું છે હકીકત