International Yoga Day 2021: શું છે સાઉન્ડ એન્ડ વાઇબ્રેશન યોગા, શું છે તેના ફાયદા અને શા માટે છે આટલો લોકપ્રિય?
આજે દુનિયાભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. આજકાલ યોગના અનેક ફોર્મ આવી ગયા છે. આવો જ એક સાઉન્ડ એન્ડ વાઇબ્રેશન ફોર્મ પણ છે.
International Yoga Day 2021:આજે દુનિયાભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. આજકાલ યોગના અનેક ફોર્મ આવી ગયા છે. આવો જ એક સાઉન્ડ એન્ડ વાઇબ્રેશન ફોર્મ પણ છે. પૂનામાં હાલ સાઉન્ડ એન્ડ વાઇબ્રેશન ખૂબ જ પોપ્ચુલર યોગ છે. આ પ્રકારના યોગમાં તિબ્બત મેડિટેશન બાઉલના માધ્યમથી સાઉન્ડ વાઇબ્રેટ સર્જવામાં આવે છે. જેને સિંગિગ બાઉલ્સ પણ કહેવાય છે.
અલ્પના અશોક ભોકારે સર્ટિફાઇડ યોગ ટીચર છે. અલ્પના છેલ્લા 10 વર્ષથી સાઉન્ડ વાઇબ્રેશન યોગ સીખી રહી છે. તે જણાવે છે કે, તિબ્બત સિગિંગ બાઉલના માધ્યમ દ્રારા વાઇબ્રેશનનું કોઇ પણ વ્યક્તિ પર સુખદ અસર પડે છે. તેનાથી શરીરના ભાગોમાં અલગ અલગ ફિલિગ્લ આવે છે.
સુચિતા નાયક પણ યોગ કરવા આવે છે. તેમણે તેમના અનુભવ શેર કરતાં કહ્યું કે, જ્યારથી તેમણે આ યોગ શરૂ કર્યો છે. સારી ઊંઘ આવે છે અને સવારે જ્યારે જાગે છે. ફ્રેશ ફીલ કરે છે. સાઉન્ડ એન્ડ વાઇબ્રેશન યોગના મન પર ખૂબ સારો પ્રભાવ પડે છે. આ યોગ દરમિયાન મંદિરની ઘંટી વાગવાનો અવાજ આવે છે. આ યોગથી મનને અસીમ શાંતિનો અનુભવ થાય છે.
સાઉન્ડ એન્ડ વાઇબ્રેશન યોગનો શું છે ફાયદો?
માઇગ્રેઇનથી પીડિત દર્દીઓ માટે આ યોગ રાહત આપનાર છે. ઉપરાંત આ યોગ કરવાથી મનને અસીમ શાંતિની અનુભૂતિ થશે. ડિપ્રેશનમાં પણ આ યોગ રામબાણ ઇલાજ છે. જે લોકો અનિંદ્રાની સમસ્યાથી પીડિત હોય છે તેવા લોકો જો આ યોગ કરે તો તેમની અનિંદ્રાની સમસ્યા દૂર થાય છે અને ઘસઘસાટ ગાઢ નિંદ્રા માણી શકે છે. સાઉન્ડ એન્ડ વાઇબ્રેશન યોગથી કેટલી માનસિક બીમારીથી હંમેશા માટે છૂટકારો મળે છે. 45 મિનિટ જો આ યોગ કરવામાં આવે તો માનસિક તણાવથી મુક્તિ મળે છે. વિદ્યાર્થી માટે પણ સાઉન્ડ એન્ડ વ્રાઇબ્રેશન યોગ ઉત્તમ છે. આ યોગથી મનની એકાગ્રતા વધે છે.