શોધખોળ કરો
ડીસાઃ યુવકની રસ્તા પરથી લાશ મળી આવતાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા, કોણ છે આ યુવક?
રમુણ -રામસણ રોડ પર અંદાજે 32 વર્ષીય યુવાનની લાશ મળી આવી હતી. તપાસ કરતાં મૃતક યુવાન ધાનેરાનો નરપત રાજપૂત હોવાનું સામે આવ્યું છે. રસ્તા પર યુવાનની લાશ મળતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.

તસવીરઃ રમુણ -રામસણ રોડ પર અંદાજે 32 વર્ષીય યુવાનની લાશ મળી આવી હતી. તપાસ કરતાં મૃતક યુવાન ધાનેરાનો નરપત રાજપૂત હોવાનું સામે આવ્યું છે.
ડીસાઃ બનાસકાંઠા જિલ્લામાં ડીસાના રમુણ ગામ પાસે યુવકની લાશ મળી આવતાં ચકચાર મચી ગઈ હતી. યુવકની લાશ રસ્તાની વચ્ચોવચ્ચ પડેલી હોવાની વાત સમગ્ર ગામમાં વાયુવેગે ફેલાઇ ગઈ હતી અને લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. આ અંગે પોલીસને જાણ થતાં પોલીસ પણ દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગતો એવી છે કે, રમુણ -રામસણ રોડ પર અંદાજે 32 વર્ષીય યુવાનની લાશ મળી આવી હતી. તપાસ કરતાં મૃતક યુવાન ધાનેરાનો નરપત રાજપૂત હોવાનું સામે આવ્યું છે. રસ્તા પર યુવાનની લાશ મળતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. આગથળા પોલીસને પરિવારે જાણ કરતા પોલીસ પહોંચી ઘટના સ્થળે આવી પહોંચી હતી.
જોકે, યુવકની લાશ અહીં કેવી રીતે પહોંચી તેમજ યુવકની હત્યા થઈ છે કે પછી આકસ્મિત મોત થયું છે, તે અંગે તપાસ પછી વધુ વિગતો સામે આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement
