MLA આશાબેને પોતે આપેલી શબવાહિનીમાં જ નિકળી તેમની અંતિમયાત્રા, જાણો કોણ કોણ અંતિમયાત્રામાં જોડાયા ?
આશાબેન પટેલે અંદાજે 25 દિવસ પહેલા ભેટમાં આપેલી શબવાહીનીમાં જ તેમની અંતિમયાત્રા નીકળી, આશાબેનના નિધનથી ઊંઝા શોકમગ્ન થયુ છે.
અમદાવાદઃ ભાજપના ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલની આજે અંતિમ વિદાય થઇ રહી છે. આશાબેને ગઇકાલે ઝાયડસ હૉસ્પીટલમાં પોતાના અંતિમ શ્વાસ લીધા હતા, અને ભારત રાજકીય શોક સાથે તેમને પોતાના વતન લઇ જવામાં આવ્યા હતા, હવે આજે તેમની અંતિમયાત્રી નીકળી રહી છે. પરંતુ આ બધાની વચ્ચે ખાસ વાત છે કે, ધારાસભ્ય આશાબેનની અંતિમ યાત્રા તેમની જ આપેલી શબવાહિનીમાં નીકળી રહી છે. આ અંતિમ યાત્રામાં કેટલાક દિગ્ગજ નેતાઓ જોડાઇ રહ્યાં છે.
આશાબેન પટેલે અંદાજે 25 દિવસ પહેલા ભેટમાં આપેલી શબવાહીનીમાં જ તેમની અંતિમયાત્રા નીકળી, આશાબેનના નિધનથી ઊંઝા શોકમગ્ન થયુ છે. તથા ઊંઝા શહેર અને APMC આજે બંધ છે. તેમજ ઊંઝાના વેપારી એસોસિએશને બંધની જાહેરાત કરી છે. તથા ધારાસભ્યના નિધનને પગલે શોક પાળશે. આ અંતિમ યાત્રામાં મંત્રી જગદીશ પંચાલ સહિતના મોટા નેતાઓ પહોંચ્યા છે. આશાબેનના અંતિમ સંસ્કારમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, બળવંતસિંહ રાજપૂુત, ધારાસભ્ય ચંદનજી ઠાકોર અંતિમ ક્રિયામાં પહોંચ્યા
ઊંઝાનાં ધારાસભ્ય આશાબેન પટેલનું ડેન્ગ્યુ થયા બાદ નિધન
ઊંઝાનાં ભાજપનાં ધારાસભ્ય આશાબેન પટેલની તબિયત લથડતા તેમને અમદાવાદ ખાતે ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. કમનસીબે તેમને બચાવી શકાયા નથી અને આજે બપોરે આશાબેન પટેલનું નિધન થયું હતું. દિલ્હીના પ્રવાસ બાદ આશાબેન પટેલને ડેન્ગ્યુ થયો હતો. આ સમય દરમિયાન તેમની તબિયત વધુ લથડી હતી. ડેન્ગ્યુ બાદ તેમનું લીવર ડેમેજ થતાં તેમને અમદાવાની ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
આશાબેનની ધારાસભ્ય તરીકે પહેલી જ ટર્મ હતી. આશાબેન પોતાની પહેલી ટર્મ દરમિયાન ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષનાં ધારાસભ્ય રહ્યાં હતાં. પાટીદાર અનામત આંદોલન દરમિયાન નેતા તરીકે ઉભરેલાં આશાબેન પટેલે 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના દિગ્ગજ નેતા નારણભાઈ લલ્લુભાઈ પટેલને હરાવીને સોપો પાડી દીધો હતો.
પ્રથમવાર 2017માં કોંગ્રેસના બેનર પર ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ તેમણે પક્ષપલટો કર્યો હતો અને 8 ફેબ્રુઆરી 2019ના રોજ ભાજપમાં જોડાયાં હતાં. એ વખતે તેમણે ધારસભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. 2019માં યોજાયેલી ઉંઝા વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં આશાબેન પટેલ ફરીથી ઊંઝા સીટ પર ધારાસભ્ય તરીકે ચૂંટાયાં હતાં.
આ પણ વાંચો