રાજકોટમાં ગુંદાગર્દી, ફિલ્મી સ્ટાઇલે યુવાનોએ આધેડ પર ધોકાવારી કરીને લોહીલુહાણ કર્યો, તસવીરોમાં જુઓ...
રાજકોટ દિવસેને દિવસે ક્રાઇમ નગરી બનતું જાય છે, દરરોજ જુદીજુદા ક્રાઇમની ઘટનાઓ સામે આવી રહી છે,
Crime News: રાજકોટ દિવસેને દિવસે ક્રાઇમ નગરી બનતું જાય છે, દરરોજ જુદીજુદા ક્રાઇમની ઘટનાઓ સામે આવી રહી છે, વધુ એક ઘટના રાજકોટના માર્કેટમાં ઘટી છે જેનાથી સુરક્ષા પર સવાલો ઉભા થયા છે. રાજકોટ બજારમાં ત્રણ યુવાનોએ બે આધેડ પર ધોકાવારી કરીને તેને લોહીલુહાણ કરી દીધો હોવાની ઘટના ઘટી છે. આ ઘટના રાજકોટના કરણપરા વિસ્તારની છે.
હાલમાં જ રાજકોટમાં એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જે કરણપરા વિસ્તારમાં બનેલી ઘટનાની છે. આ સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ રીતે જોઇ શકાય છે કે, શહેરના કરણપરા વિસ્તારમાં અચનાક ત્રણ બાઇકસવારો આવે છે, જે ડંડા લઇને આવ્યા હોય છે. આવ્યા બાદ બે યુવાનો એક આધેડ પાસે જાય છે અને તેની સાથે રકઝક કરે છે,
બાદમાં અચાનક આધેડને પર ધોકાવારી કરવા લાગે છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તાર અને તેની આસપાસના વેપારીઓમાં નાશભાગ મચી જાય છે.
કહેવાઇ રહ્યું છે કે, શહેરમાં ગુંદાગર્દીના આ દ્રશ્યો કોઇ જૂની અદાવતના છે, તેમાં બે ભાઇઓ પર જીવલેણ હુમલો કરાયો છે. ત્રણ જેટલા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. રાજેશ પંડ્યા અને તેના ભાઇ આશિષ પંડ્યા પર હુમલો કરાયો હતો. હુમલાને કારણે માથાના ભાગે બન્ને ભાઇઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. સમગ્ર ઘટનાના સીસીટીવી આવ્યા સામે બાદ પોલીસે આ ઘટના અંગે તપાસ શરૂ કરી દીધી છે.
કરોડોના બૉગસ બિલિંગ કૌભાંડમાં મોટો ખુલાસો
રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસથી દરોડાની કાર્યવાહી થઇ રહી છે, શહેરના સોની માર્કેટમાં DDGI દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યાં છે, આ દરોડાની કાર્યવાહીને લઇને એક મોટો ખુલાસો આજે સામે આવ્યો છે. જે.જે.બુલિયનને એક રૂપિયાથી લઈને 1.50 કરોડની ITC લેવાનું ખુલ્યું છે.
મળતી માહિતી પ્રમાણે, છેલ્લા ત્રણ દિવસથી રાજકોટના સોની બજારમાં DDGI મોટા દરોડાની કાર્યવાહી હાથ ધરાઇ છે, આમાં હવે એક મોટો વળાંક સામે આવ્યો છે. રાજકોટમાં કરોડોના બૉગસ બિલિંગ કૌભાંડમાં ખુલાસો થયો છે, તે પ્રમાણે જે.જે. બૂલિયનને એક રૂપિયાથી લઈને 1.50 કરોડની ITC લેવાનું પણ ખુલ્યુ છે. ત્રણ દિવસ અગાઉ આસ્થા ટ્રેડિંગ પર દરોડા પાડ્યા હતા. આ મામલે હિતેશ લોઢીયાની ધરપકડ કરીને તેને જ્યૂડિશિયલ કસ્ટડીમાં ધકેલાયો હતો.
ઉલ્લેખનીય છે કે, સોની બજારમાં DDGI છેલ્લા ત્રણ દિવસથી દરોડાની કાર્યવાહી કરી રહ્યું છે, રાજકોટમાં સોની બજારમાં DDGIના દરોડાનો મામલો હવે ચર્ચામાં આવ્યો છે. 1467 કરોડના બૉગસ બિલિંગ કૌભાંડ મામલે તપાસમાં ખુલાસો થયો છે. જે.જે. બૂલિયન પર સર્ચ ઓપરેશનમાં રૂપિયા 1 થી 1.50 કરોડની ITC લેવાનું ખૂલ્યું છે. 3 દિવસ પહેલા સોની બજારમાં આવેલા આસ્થા ટ્રેડિંગ પર દરોડા પડ્યા હતા. આમાં હિતેશ લોઢીયાની ધરપકડ કરી હતી, તેને જ્યૂડિશિયલી કસ્ટડીમાં ધકેલવામાં આવ્યો છે. હજુ પણ સોની બજારમાં DGGI દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે.
પહેલાથી જ રાજકોટમાં યથાવત છે દરોડાનો દૌર
સોની બજારમાં બિલો લેનાર તમામ વેપારીઓ સંકજામાં આવશે. માત્ર રાજકોટ નહિ સૌરાષ્ટ્રભરમાં બિલો આપ્યા હતા. આવકવેરા વિભાગ જરૂર પડે તો ED ને જાણ કરશે. મસમોટા બિલિંગ કૌભાંડમાં 44 કરોડની ITC બહાર આવી છે. આસ્થા ટ્રેડિંગ કંપનીના બોગસ બિલિંગ ઝડપાયા છે. વેપારી હિતેશ લોઢીયાને ઝડપી પૂછપરછ હાથ ધરવામાં આવી છે. DGGI દ્વારા સર્ચ ઓપરેશન દરમિયાન મોબાઈલ ,લેપટોપ,તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણ કબજે લેવામાં આવ્યા છે.