સુરતમાં મનીષ સિસોદિયા Live Update:સર્કિટ હાઉસમાં AAPની મિટિંગ શરૂ, AAPનું ગુજરાત મિશન
આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાનું આજે સવારે સાત વાગ્યની આસપાસ સુરત એરપોર્ટ પર આગમન થયું હતું. તેઓના સ્વાગત માટે આપના નેતા પ્રદેશ પ્રભારી ગુલાબસિહ યાદવ, પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી, પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણી, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા હાજર રહ્યા હતા.
LIVE
Background
આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાનું આજે સવારે સાત વાગ્યની આસપાસ સુરત એરપોર્ટ પર આગમન થયું હતું. તેઓના સ્વાગત માટે આપના નેતા પ્રદેશ પ્રભારી ગુલાબસિહ યાદવ, પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી, પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણી, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા હાજર રહ્યા હતા. એરપોર્ટથી સિસોદિયા સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા છે. અહીં તેઓએ સુરતી નાસ્તા સાથે દિવસની શરૂઆત કરી હતી. હાલમાં આપના નેતાઓ સાથે મિટિંગ શરૂ થઈ છે. જેમા સ્થાનિક નેતાઓની કામગીરીથી મનીષ સીસોદીયા પ્રભાવિત થયા છે. તેમજ પાલિકાના વિરોધ પક્ષના નેતા ભંડેરીને આગામી દિવસોમાં મોટી જવાબદારી સોંપાય એવી ચર્ચાઓ ચાલી રહી છે.
AAPનું સુરત મિશન, સુરતના કયાં દિગ્ગજ ઉદ્યોગપતિ AAPમાં જોડાયા, મનીષ સિસોદિયાએ પહેરાવ્યો ખેસ
મનીષ સિસોદિયાએ સુરતમાં પ્રેસ કોન્ફરન્સમાં યોજી હતી. જેમાં સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. મનીષ સિસોદિયાએ ખેસ પહેરીને તેમનું સ્વાગત કર્યું
AAPનું સુરત મિશન, મનીષ સિસોદિયા 12 વાગ્યે યોજશે પ્રેસ કોન્ફરન્સ
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી નાનપુરા વિસ્તારમાં આવેલી જીવનભારતી શાળાના રોટરી ક્લબ ખાતે 12 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ સંબોધશે. કાઉન્સિલરો સાથે બેઠક કરશે ત્યારબાદ સામાજિક અગ્રણીઓ અને ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો સાથે મુલાકાત કરશે
AAPનું સુરત સ્પેશિયલ મિશન, સર્કિટ હાઉસમાં મનીષ સિસોદિયાની અધ્યક્ષતામાં મળી બેઠક
સોસિદિયા એરપોર્ટથી આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે સુરત સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા હતા. સિસોદિયાએ આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે લોચા અને સેવ ખમણીનો સુરતી નાસ્તો કર્યો હતો. એ પછી તેમણે આપના નેતાઓ સાથે મિટિંગ કરી હતી. આ બેઠકમાં સુરત મહાનગર પાલિકાના વિરોધ પક્ષના નેતા ભંડેરી હાજર રહ્યા હતા. આગામી દિવસોમાં મોટી જવાબદારી સોંપાય એવી ચર્ચાઓ ચાલી રહી છે.
આદમી પાર્ટીના કાર્યકરોએ સિસોદિયાના આગમન પહેલાં દેખાવો કર્યા
આપના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાની આગેવાનીમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ સિસોદિયાના આગમન પહેલાં દેખાવો કર્યા હતા. તેમણે ભાજપ સરકાર તાનાશાહી સામે એક થઇ જાહેર રોડ પર જ વિરોધ કર્યો હતો.
મગદલ્લા ચોકડી પરના ઓવર બ્રિજ નીચેથી જ એટલે કે, એરપોર્ટના સવા કિલો મીટર પહેલા જ સુરક્ષાના ભાગરૂપે તમામ કાર્યકર્તાઓને પોતાના નેતા મનીષ સીસોદિયાનું ભવ્ય સ્વાગત કરતા અટકાવી દેવાયા હતા.
આમ આદમી પાર્ટીના નેતા મનીષ સીસોદિયાના સ્વાગતમાં સુરત એરપોર્ટ પર AAPના કાર્યકર્તાની ઉમટી ભીડ
આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને આવકારવા આપના કાર્યકરો મોટી સંખ્યામાં રવિવારે સવારે સુરત એરપોર્ટ પર એકઠા થયા હતા. જો કે મનીષ સીસોદિયાને આવકારવા આવી રહેલા આપના કાર્યકરોને રસ્તામાં જ અટકાવી દેવાતા કાર્યકરોએ રોષ વ્યકત કર્યો હતો.