Diamond News: મુંબઇની હીરા પેઢીનું 70 કરોડનું ઉઠામણું, સુરતના વેપારીના 18 કરોડ ફસાયા
સુરતમાં હીરા ઉદ્યોગમાંથી વધુ એક સમાચાર સામે આવ્યા છે, સુરતમાં મુંબઇની એક હીરા કંપનીનું ઉઠામણું થયાના સમાચાર સામે આવ્યા છે
Surat Diamond News: સુરતમાં હીરા ઉદ્યોગમાંથી વધુ એક સમાચાર સામે આવ્યા છે, સુરતમાં મુંબઇની એક હીરા કંપનીનું ઉઠામણું થયાના સમાચાર સામે આવ્યા છે. ખરેખરમાં, ફેન્સી હીરા બનાવતી મુંબઈની પેઢીનું 70 કરોડનું ઉઠામણું થયુ છે, આ પેઢીના આટલા મોટા ઉઠામણામાં સુરતના વેપારીના પણ 18 કરોડ રૂપિયા ફસાયા છે. સુરતમાં હીરા પેઢીમાં ઉઠામણું થતાં લોકોમાં ચિંતા પેઠી છે, મુળ મહેસાણાના વેપારીનું ઉઠામણું થતા લોકો ચિંતામાં છે. ગઇ જાન્યુઆરીમાં જ 64 કરોડનું ઉઠામણું કર્યુ હતુ.
લિંબાયતમાં જુગારધામ પર વિજિલન્સ ટીમના દરોડા, 7 શકુની પકડાયા, સ્થાનિક પોલીસ ઊંઘતી રહી.....
સુરતમાં વધુ એકવાર સ્ટેટ મૉનિટરિંગ સેલના દરોડા પાડ્યા છે, આ વખતે એસએમસીની ટીમે શહેરના લિંબાયત વિસ્તારમાં ધમધોખતા જુગારધામ પર દરોડા પાડ્યા છે. આ દરોડાની કાર્યવાહી દરમિયાન વિજિલન્સ ટીમે કુલ 7 જુગારીઓને રંગેહાથે ઝડપી પાડ્યા હતા. અચાનક થયેલી આ દરોડાની કાર્યવાહીથી સ્થાનિક લિંબાયત પોલીસ ઊંઘતી ઝડપાઇ છે. લિંબાયત પોલીસ અને જુગારીઓ વચ્ચે પણ ધરોબો હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
આજે અચાનક વિજિલન્સ ટીમે સુરતમાં ધમધમી રહેલા જુગારધામ પર દરોડાની કાર્યવાહી કરી હતી, આજે શહેરના લિંબાયત વિસ્તારમાં આ કાર્યવાહી દરમિયાન લિંબાયત પોલીસ ઊંઘતી ઝડપાઈ છે. સ્ટેટ વિજિલન્સની ટીમે લિંબાયતમાં અચાનક જુગારધામ પર દરોડા પાડ્યા હતા, જેમાં સંજયનગર ખાતે ચાલતુ મોટું જુગારધામ ઝડપી પાડ્યું હતુ. આ જુગારધામ લિંબાયત સબ પૉસ્ટ ઓફીસ સામે જ ખુલ્લા પ્લૉટમાં ચાલી રહ્યુ હતુ, આ કાર્યવાહીમાં સ્ટેટ વિજિલન્સની ટીમે ૭ જુગારિયાઓની ધરપકડ કરી હતી, અને એકને વૉન્ટેડ જાહેર કરાયો હતો.
ખાસ વાત છે કે, અહીં કેટલાક લુખ્ખા તત્વો પોલીસને ગેરમાર્ગે દોરીને આ જુગારધામ ચલાવી પોતાના રોટલા શેકી રહ્યાં હોવાની પણ વાત સામે આવી છે. આ લોકો લિંબાયત પોલીસ સ્ટેશનમાં પડ્યા-પાથર્યા રહેતા હોવાની પણ ચર્ચાઓ છે.
સ્ટેટ મોનીટરીંગ ટીમનો સપાટો, હાઇવે પરથી 50.40 લાખનો દારૂ ઝડપી પાડ્યો
નવસારી હાઇવે પર સ્ટેટ મોનીટરીંગ ટીમે સપાટો બોલાવ્યો છે. લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત પોલીસની SMC ટીમે હાઇવે પરથી 50.40 લાખનો દારૂ ઝડપી પાડ્યો છે. નેશનલ હાઇવે નંબર 48 પર નવસારીના નવજીવન હોટલ પાસેથી SMC ટીમે 50.40 લાખનો વિદેશી દારૂ ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો છે. ટેમ્પામાંથી લાખોનો દારૂ મળતા ચાલક ફારૂક મોઇલાની ધરપકડ કરવામાં આવી છે. વિદેશી દારૂનો જથ્થો ગોવાથી ગુજરાતના હાલોલ લઈ જવામાં આવી રહ્યો હતો. પોલીસે પાયલોટિંગ કરનાર અલ્લારખા સહિત દારૂ ભરાવનાર, ટેમ્પો માલિક, દારૂ મંગાવનાર મળી કુલ 4 લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.