પીએમ મોદીની પાટીદારોને ટકોર, “વિરોધ કરતા તમારા દીકરાઓને સમજાવો જ્યોતિગ્રામ પહેલા કેવા દિવસો હતા”
સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રિદિવસીય પાટીદાર ગ્લોબલ બિઝનેસ સમિટ 2022નું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું.
SURAT : સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રિદિવસીય પાટીદાર ગ્લોબલ બિઝનેસ સમિટ 2022નું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું. પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ અંક મહત્વપૂર્ણ વાતો કરી અને સાથે પાટીદારોની પ્રસંશા કરી, તો સાથે જ સરકારનો વિરોધ કરનારા પાટીદારોને ટકોર પણ કરી. આ માટે વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં જ્યોતિગ્રામ યોજનાનો ઉલ્લેખ કર્યો.
રાજ્યમાં જ્યોતિગ્રામ યોજનાને લઈ વડાપ્રધાને નિવેદન અપાતા કહ્યું કે પાટીદારના છોકરાઓ અમારા વિરુદ્ધ ઝંડા લઈ ને વિરોધ કરવા નીકળતા હતા. એમને ખબર પણ નહી હોય કે પહેલા વીજળી વગર કેવા દિવસો હતા.મુરદાબાદ મુરદાબાદ કરીને પાટીદારના છોકરાઓ વિરોધ કરવા નીકળી પડે છે. જ્યારે જ્યોતિગ્રામ યોજના આવી ત્યારે 20 થી 25 ઘંટી વાળું હીરાનું કારખાનું નાખતા હતા.હીરા વ્યવસાય સાથે જોડાયેલા લોકો વતનમાં કારખાનું નાખતા થઈ ગયા હતા. વડાપ્રધાને કહ્યું મારી નજર સામે કારખાના લાગતા હતા.
વડાપ્રધાને એ પણ કહ્યું કે માત્ર જમીનો લેવી અને વેંચવી એ કામ કરવામાં કોઈ વાંધો નથી, પણ શું આ જ કામ કરવાનું છે? જમીનો એ મોટી મોટી યોજનાઓ અને ફ્લેટ બનવવામાં આવે છે, પણ આજે હું તમને જુદા જ ક્ષેત્રમાં લઇ જવા માંગુ છું. વડાપ્રધાને ગગજીભાઈને કહ્યું કે ભલે આપણે આ સમિટ દર બે વર્ષે કરીએ, પણ મારુ આ સૂચન છે કે સમાજના 10 થી 15 ગ્રુપ બનાવો, જેમાં 25-30 ટાકા સમાજના અનુભવી વડીલો હોય, અને 40-50 ટકા યુવાનો હોય જેમને નવી દુનિયાની ખબર છે. વડાપ્રધાને કહ્યું કે આ યુવાનોને અલગ અલગ વિષયો વહેંચી દો, કે આ વિષયમાં ગુજરાત અને દેશમાં આગળ વધવા માટે શું શું જોઈએ. આવા નાના ગ્રુપ દ્વારા સરકારને પણ નીતિઓ બનાવવા ડોક્યુમેન્ટેશન આપો. બેન્કિંગ સેક્ટરની નીતિઓમાં ક્ષતિ અનેગ સરકારને જાણ કરો. વડાપ્રધાને કહ્યું કે જો મારો સમય માંગશો તો દરેક ગ્રુપ સાથે ચર્ચા પણ કરીશ.
નેશનલ એજ્યુકેશ પોલિસી - NEP અંગે વડાપ્રધાન મોદીએ કહ્યું કે નવી શિક્ષણ નીતિને આટલો મોટો આવકાર મળે એ પોતાનામાં જ એક મોટી ઘટના છે. બધા રાજકીય વ્યક્તિઓ અને એકેડેમિક વ્યક્તિઓએ ગૌરવપૂર્વક રીતે નવી શિક્ષણ નીતિને સ્વીકારી છે. વડાપ્રધાને કહ્યું કે સમાજમાં એક ટીમ બનાવો જે નેશનલ એજ્યુકેશન પોલિસી વિષે સ્ટડી કરે. આપણે જે દિશામાં જવા માંગીએ છીએ એમાં નેશનલ એજ્યુકેશન પોલિસીનો 100 ટાકા લાભ લઈએ.