Surat News: સુરતમાં સરકારી હોસ્પિટલમાં જ રેસિડન્ટ ડોક્ટરે રાત્રે થાઈ ગર્લ બોલાવી અને પછી....
થાઈ ગર્લ નજીકના સિક્યોરિટી ગાર્ડ અને બાદમાં સ્મીમેરમાં તૈનાત પોલીસ કર્મીઓ પાસે પહોંચી ગઈ.

Surat News: સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હૉસ્પિટલમાં શર્મશાર કરતી ઘટના સામે આવી છે. એક રેસિડન્ટ ડોક્ટરે કોલેજ કેમ્પસમાં આવેલી હોસ્ટેલમાં થાઈ ગર્લ બોલાવી હોવાનો આરો છે. જો કે કોઈક બાબતે ઝઘડો થયા બાદ ભાન ભૂલેલા ડોક્ટરે થાઈ ગર્લને લાફો મારી દેતા તેના પડઘા કોલેજ હોસ્પિટલ પ્રશાસન સુધી પડ્યા છે. મધરાત્રે સમગ્ર મામલો વરાછા પોલીસ સુધી પણ પહોંચ્યો હતો. મળતી માહિતી પ્રમાણે રૂમમાં પ્રવેશતા જ બંને વચ્ચે કોઈક કારણોસર ઝઘડો થયો હતો. શાબ્દિક બોલાચાલી બાદ રેસિડન્ટ ડોક્ટરે આવેશમાં આવી થાઈ ગર્લને લાફો મારી દીધો. જેને પગલે થાઈ ગર્લ રૂમમાંથી બહાર કેમ્પસમાં ભાગી ગઈ. જેને પગલે હોસ્ટેલના અન્ય ડોક્ટરો, સ્ટાફ વગેરે પણ બહાર દોડી આવ્યા હતા.
થાઈ ગર્લ નજીકના સિક્યોરિટી ગાર્ડ અને બાદમાં સ્મીમેરમાં તૈનાત પોલીસ કર્મીઓ પાસે પહોંચી ગઈ. યુવતીએ ઓર્થોના રેસિડન્ટ ડોક્ટર વિરુદ્ધ ફરિયાદ કરી હતી. જેથી નાઈટ ડ્યૂટીમાં હાજર આરએમઓ સહિતના ઉચ્ચ તબીબી અધિકારીઓ પણ ત્યાં પહોંચ્યા હતા. જો કે બંને પક્ષ વચ્ચે સમાધાન થઈ ગયું હોવાની પ્રાથમિક માહિતી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
