શોધખોળ કરો
Advertisement
તાવ, શરદી અને ખાંસી જેવા લક્ષણો હોય તે લોકોને સુરત મનપાએ શું કરી મોટી અપીલ? જાણો
દિવસે ને દિવસે સંક્રમણની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરત મનપાએ લોકોએ એક અપીલ કરી છે કે, ગણેશ વિસર્જન બાદ જે લોકોમાં તાવ, શરદી અને ખાંસી જેવા લક્ષણો હોય તે લોકો તાત્કાલિક સારવાર કરાશે.
હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે અને દિવસે ને દિવસે સંક્રમણની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરત મનપાએ લોકોએ એક અપીલ કરી છે કે, ગણેશ વિસર્જન બાદ જે લોકોમાં તાવ, શરદી અને ખાંસી જેવા લક્ષણો હોય તે લોકો તાત્કાલિક સારવાર કરાશે.
સુરતમાં ગણેશ વિસર્જન બાદ જે લોકોમાં શરદી-ખાંસીના લક્ષણો હોય તો તે લોકો તાત્કાલિક સારવાર કરાવે તેવી મનપાએ અપીલ કરી હતી. આ વર્ષે ગણેશ ઉત્સવની ઉજવણી જાહેરમાં કરવા માટે પરવાનગી આપવામાં આવી ન હતી પરંતુ કેટલાક લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન પણ કર્યું ન હતું. જેના કારણે કોરોના વાયરસનું સંક્રમણ વધવાની શક્યતા છે.
કોરોના સંક્રમણને કારણે જે પણ સોસાયટીમાં લોકોએ સાર્વજનિક રીતે ગણેશ વિસર્જન કર્યું હોય તેવી સોસાયટીઓમાં જો શરદી-ખાંસીનાં લક્ષણો જણાય તો તુરંત જ સારવાર લેવા માટે મનપાએ અપીલ કરી છે. જેથી તાત્કાલિક નિદાન કરી શકાય.
નોંધનીય છે કે, સુરતમાં અત્યાર સુધીમાં 22469 કેસ નોંધાયા છે જેમાં 667 લોકોનાં મોત નિપજ્યાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion