Vaodara: ડોર ટુ ડોર કચરાની ગાડીએ 4 વર્ષની માસુમ બાળકીને લીધી એડફેટે, સારવારમાં મોત
વડોદરા કોર્પોરેશનની ઘરે ઘરે કચરો લેવા આવતી ડોર ટુ ડોરની ગાડી એ તકેદારી ન રાખતા સ્પીડમાં રિવર્સ લેતા ટાયર નીચે આવતા 4 વર્ષીય બાળકી ગંભીર રૂપે ઘાયલ થઈ હતી.
Vadodara News: વડોદરા શહેરમાં આવેલા જલારામ નગર ખાતે કોર્પોરેશન દ્વારા સંચાલિત ડોર ટુ ડોર કચરાની ગાડીએ ચાર વર્ષની માસુમ દીકરીને અડફેટે લેતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. જેને કારણે જલારામ નગરમાં રહેતા પરિવારમાં સન્નાટો છવાઈ ગયો હતો.
સ્પીડમાં રિવર્સ લેતા ટાયર નીચે આવી ગઈ હતી બાળકી
વડોદરા કોર્પોરેશનની ઘરે ઘરે કચરો લેવા આવતી ડોર ટુ ડોરની ગાડી એ તકેદારી ન રાખતા સ્પીડમાં રિવર્સ લેતા ટાયર નીચે આવતા 4 વર્ષીય બાળકી ગંભીર રૂપે ઘાયલ થઈ હતી. જોકે એસ.એસ.જી હોસ્પિટલ ખસેડાયા બાદ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઇ હતી ત્યાં ટૂંકી સારવાર માં તેનું નિધન થયું હતું. વ્હાલસોયીના નિધનને લઈ દુઃખી પરિજનોએ આરોપીની ધરપકડ કરી સખત સજા આપવાની માંગ કરી હતી, હાલમાં પણ ગાડીઓમાં ઓવરલોડ માલ ભરેલો હોય છે તેના કારણે પણ અકસ્માત થતા હોય છે કેટલાક કચરા કલેક્શન ની ગાડી પર ડ્રાઇવરો છે તેઓ કેટલાક પાસે લાયસન્સ પણ હોતા નથી. આવા કચરા કલેક્શનની ગાડી ઉપર અને ખોટી રીતે ગાડી હંકારતા સામે ગાડીઓ ડિટેઇન કરવી જોઈએ તેવી માંગ કરવામા આવી હતી.
બાળકીના પિતા શાકભાજીની લારી થકી ચલાવે છે પરિવારનું ગુજરાન
મૂળ યુપીના રહેવાસી અને હાલમાં વીઆઈપી રોડ જલારામ નગર ખાતે રહેતા બ્રિજેશ કુમાર કુશવાહ શાકભાજીની લારી થકી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની ચાર વર્ષની બાળકી 5 ઓગસ્ટના રોજ ઘર આંગણે રમી રહી હતી. તે સમયે ડોર ટુ ડોરની ગાડી તેની ઉપર ફરી વળી હતી. અને ટેમ્પો ચાલક અકસ્માત સર્જી સ્થળ પર ટેમ્પો મૂકી નાસી છૂટ્યો હતો. જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે સયાજી હોસ્પિટલ ખસેડાતા ફરજ પરના તબીબોએ બાળકીને વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ રીફર કરવા જણાવ્યું હતું. જેથી બાળકીને અમદાવાદ સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવી હતી. જ્યાં બાળકીએ આખરે દમ તોડી દીધો હતો. બનાવ સંદર્ભે ઉપરોક્ત ફરિયાદના આધારે પોલીસે ટેમ્પોચાલક વિરુદ્ધ અકસ્માતે મોતના કાગળો તૈયાર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃ
ગુજરાતમાં ભાજપ લોકસભામાં 26માંથી 26 બેઠક નહીં જીતી શકેઃ આપના ઈસુદાન ગઢવીનો દાવો
રાજ્યમાં કઈ તારીખ સુધી રહેશે ચોમાસું ? જાણો હવામાન વિભાગે શું કહ્યું