Rajasthan: આ નેતાને મળી શકે છે રાજસ્થાનની ખુરશી, જાણો ક્યા નામ પર લાગી શકે છે પસંદગીની મહોર
છેલ્લા પાંચ દિવસથી રાજસ્થાનમાં મુ્ખ્યમંત્રીના પદ માટે મંથન ચાલી રહ્યું છે. હજુ પણ કોઇ નામની જાહેાત નથી થઇ
Rajasthan:રાજસ્થાનમાં સીએમ કોણ બનશે... 5 દિવસના મંથન બાદ પણ નામ નક્કી નથી થયું. ક્યારેક વસુંધરા રાજે તો ક્યારેક બાલકનાથનું નામ ચર્ચામાં આગળ આવી રહ્યું છે. પરંતુ હવે વધુ એક શક્તિશાળી નેતાનું નામ ચર્ચામાં આવ્યું છે, જેને પીએમ મોદી અને અમિત શાહના નજીકના માનવામાં આવે છે. જેઓ ઘણા રાજ્યોમાં ભાજપના પ્રભારી હતા અને ચૂંટણી જીત્યા હતા. આ નામ છે બીજેપીના વરિષ્ઠ નેતા ઓમ માથુર. જેઓ હાલ એમ.પી.ના પ્રભારી છે. માનવામાં આવે છે કે તેમના નામ પર પણ મહોર લાગી શકે છે.
પીએમ મોદી-શાહ સિવાય ઓમ માથુર પણ RRSના નજીકના માનવામાં આવે છે. તેથી તેમના નામ સામે કોઈને વાંધો હોઈ શકે નહીં. તેઓ આજે સવારે બાબા બાલકનાથને પણ મળ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, બાલકનાથને ડેપ્યુટી સીએમ પદ મળી શકે છે.
કોણ છે ઓમ માથુર?
ભાજપના વરિષ્ઠ નેતાઓમાં ઓમ માથુરનું નામ સામેલ છે. તે મૂળ રાજસ્થાનના પાલી જિલ્લાના ફલના ગામનો છે. ઓમ માથુર 2008 થી 2009 સુધી રાજસ્થાન ભાજપના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. કહેવાય છે કે, આ વખતે ટિકિટ વિતરણમાં માથુરે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ રાજ્યોના ચૂંટણી પ્રભારી રહી ચૂક્યા છે.
ઓમ માથુર પીએમ મોદીના નજીકના અને પ્રિય નેતા છે. હાલમાં જ રાજસ્થાનમાં એક ચૂંટણી રેલીમાં પીએમ મોદીએ માથુરના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે ઓમ માથુર અને હું ઘણા વર્ષોથી સંગઠન માટે કામ કરી રહ્યા છીએ. અમે બંનેનો દેખાવ અનોખો હતો. અમે બંનેએ અમારી બેગ લટકાવીને બસમાં મુસાફરી કરી છે. એટલું જ નહીં, જ્યારે મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે માથુર ગુજરાતના ભાજપના પ્રભારી હતા.
અલવર જિલ્લાની તિજારા વિધાનસભા બેઠક પરથી પહેલીવાર ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા બાબા બાલકનાથ દિલ્હી પહોંચી ગયા છે. વસુંધરા રાજે મોડી રાત્રે દિલ્હી ગયા હતા, આજે સવારે જ્યારે મીડિયાએ તેમની સાથે વાત કરી અને તેમને દિલ્હી આવવાનું કારણ પૂછ્યું તો તેમણે કહ્યું કે હું મારી વહુને મળવા આવી છું અને કેટલાક મિત્રોને પણ મળવાનું છે.
આ પણ વાંચો
ગુજરાતમાં શીતલહેર, 11 શહેરોમાં 20 ડિગ્રીથી નીચું તાપમાન, નલિયા 9.8 ડિગ્રી સાથે ઠંડુગાર
સુરેન્દ્રનગરમાં ચાલેક કાબુ ગુમાવતા કાર આઈસર સાથે અથડાઈ, ચારના મોત, બે ઘાયલ