Russia-Ukraine: જો બાઈડન જ યુક્રેનના બે ફાડિયા કરવાની ફિરાકમાં? કરી હતી 'સિક્રેટ ડીલ'!!!
યુક્રેન અને રશિયાએ એમ બંનેએ આ ઓફર ફગાવી દેતા અમેરિકાના ઈરાદા સફળ થયા નહોતા. જોકે વ્હાઈટ હાઉસે આ અહેવાલને અયોગ્ય ગણાવ્યો છે.
US Offer To Russia: રશિયા અને યુક્રેનના યુદ્ધમાં અમેરિકાની ભૂમિકાને લઈને સનસની ખુલાસો થયો છે. જોકે આ અહેવાલને અમેરિકાના વ્હાઈટ હાઉસે ફગાવી દીધો છે. અહેવાલ પ્રમાણે અમેરિકાએ યુક્રેનનો 20 હિસ્સો રશિયાને આપવાની ગોઠવણ કરી હતી અને બદલામાં યુદ્ધ વિરામ કરવાની શરત મુકી હતી. પરંતુ યુક્રેન અને રશિયાએ એમ બંનેએ આ ઓફર ફગાવી દેતા અમેરિકાના ઈરાદા સફળ થયા નહોતા. જોકે વ્હાઈટ હાઉસે આ અહેવાલને અયોગ્ય ગણાવ્યો છે.
અમેરિકાના વ્હાઇટ હાઉસે એ અહેવાલને ફગાવી દીધો છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે, સીઆઇએના ડિરેક્ટર વિલિયમ બર્ન્સ બાઈડેન વહીવટીતંત્ર દ્વારા તૈયાર કરવામાં આવેલી શાંતિ યોજનાના ભાગરૂપે રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવવા સંમત થયા હતા.રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનને યુક્રેનના 20 ટકા વિસ્તારની ઓફર કરવામાં આવી હતી.
સીઆઈએના એક અધિકારીએ એક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, ડિરેક્ટર વિલિયમ બર્ન્સે જાન્યુઆરીમાં મોસ્કોની ગુપ્ત યાત્રા કરી હતી અને ત્યાં શાંતિનો પ્રસ્તાવ મૂક્યો હતો તે સહિતનો અહેવાલ સંપૂર્ણપણે ખોટો છે.
રશિયા અને યુક્રેને આ ઓફરને નકારી કાઢી
ગયા મહિને ધ વોશિંગ્ટન પોસ્ટે અહેવાલ આપ્યો હતો કે, સીઆઈએના ડાયરેક્ટર યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીને મળવા અને તેમને યોજનાની માહિતી આપવા માટે કિવની ગુપ્ત યાત્રા કરી હતી. બાદમાં NZZએ અહેવાલ આપ્યો હતો કે, વિલિયમ બર્ન્સ બંને દેશો વચ્ચે શાંતિ સમજુતી કરવા માટે પ્રયાસ કરી રહ્યા હતા પરંતુ યુક્રેન અને રશિયા બંનેએ આ ઓફરને નકારી કાઢી હતી.
યુક્રેનને બરબાદ થતું જોવા નથી માંગતા
NZZ અહેવાલ આપ્યો હતો કે, યુક્રેને શાંતિ સમજુતીની દરખાસ્તને નકારી કાઢી હતી કારણ કે, તેઓ તેમના પ્રદેશને વિભાજિત કરવા તૈયાર નથી. જ્યારે રશિયાએ કહ્યું હતું કે, તેઓ લાંબા ગાળે પણ કોઈપણ રીતે યુદ્ધ જીતશે જ. વ્હાઇટ હાઉસની નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના ડેપ્યુટી પ્રવક્તા સીન ડીવેટે કહ્યું હતું કે, આ રિપોર્ટ સાચો નથી.
વિલિયમ બર્ન્સ અને બાઈડેનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાન યુદ્ધનો ઝડપી અંત ઇચ્છતા હતા જેથી તેઓ ચીન પર ધ્યાન કેન્દ્રિત કરી શકે. જ્યારે અહેવાલમાં વધુમાં દાવો કરવામાં આવ્યો હતો કે, સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકન અને સંરક્ષણ સચિવ લોયડ ઓસ્ટિન રશિયાના હાથે યુક્રેનને બરબાદ થથું નથી હોવા માંગતા. જો કે, અમેરિકાએ યુક્રેન માટે મોટા પ્રમાણમાં સૈન્ય સમર્થનની હાકલ કરી હતી.