શોધખોળ કરો

Yemen: હૂતી વિદ્રોહીઓએ ભારત આવી રહેલા જહાજ પર કર્યો હુમલો, લાલ સાગરમાં મિસાઇલથી બનાવ્યું નિશાન

Yemen: યમનના હૂતી વિદ્રોહીઓએ શનિવારે ભારત આવી રહેલા એક જહાજ પર મિસાઈલથી હુમલો કર્યો હતો

Yemen: યમનના હૂતી વિદ્રોહીઓએ શનિવારે ભારત આવી રહેલા એક જહાજ પર મિસાઈલથી હુમલો કર્યો હતો. આ હુમલો લાલ સાગરમાં કરવામાં આવ્યો હતો.  હુતી વિદ્રોહીઓએ એક નિવેદન જાહેર કરીને આ જાણકારી આપી છે. હુતી વિદ્રોહીઓ છેલ્લા ઘણા મહિનાઓથી લાલ સાગર અને એડનની ખાડીમાંથી પસાર થતા જહાજો પર હુમલો કરી રહ્યા છે. બ્રિટનની મેરીટાઇમ સિક્યુરિટી ફર્મ એમ્બ્રેએ કહ્યું છે કે હુમલાના કારણે જહાજને નુકસાન થયું છે.

જહાજ સેશેલ્સનું હોવાનું કહેવાય છે

એમ્બ્રેએ કહ્યું કે જે જહાજ પર હુમલો કરવામાં આવ્યો તેના પર પનામાનો ધ્વજ લગાવ્યો હતો. પરંતુ આ જહાજ બ્રિટિશ કંપનીની માલિકીનું છે. જો કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે આ જહાજ તાજેતરમાં વેચવામાં આવ્યું હતું અને હવે આ જહાજ સેશેલ્સની એક કંપનીની માલિકીનું છે. જે જહાજ પર હુમલો કરવામાં આવ્યો તે ઓઈલ ટેન્કર છે અને તે રશિયાના પ્રિમોર્સ્કથી ભારતના વાડીનાર આવી રહ્યું હતું.

ઈરાન સમર્થિત હુતી બળવાખોરો ઈઝરાયલ-હમાસ યુદ્ધ બાદથી લાલ સાગર અને એડનના અખાતમાંથી પસાર થતા જહાજોને નિશાન બનાવી રહ્યા છે. પેલેસ્ટાઈનના સમર્થનમાં હુતી વિદ્રોહીઓ આવું કરી રહ્યા છે અને પહેલા હુતી વિદ્રોહીઓનું નિશાન માત્ર ઈઝરાયલના જહાજ હતા, પરંતુ છેલ્લા ઘણા દિવસોથી અન્ય દેશોના જહાજોને પણ નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ કારણે ઘણી શિપિંગ કંપનીઓ તેમના જહાજોને દક્ષિણ આફ્રિકામાં લાંબા રૂટ દ્વારા મોકલી રહી છે. તેના કારણે માલસામાનના પરિવહન ખર્ચમાં વધારો થયો છે અને વૈશ્વિક સ્તરે મોંઘવારી પણ વધી છે.                              

અમેરિકાએ હુતી વિદ્રોહીઓના સ્થાનો પર હુમલો કર્યો

તાજેતરમાં, યુએસ અને બ્રિટિશ દળોએ આંતરરાષ્ટ્રીય શિપિંગ માર્ગો પરથી પસાર થતા જહાજોને નિશાન બનાવવા માટે યમનમાં હુતી બળવાખોરોના સ્થાનો પર હવાઈ હુમલા પણ કર્યા હતા. જો કે તેમ છતાં હુતી વિદ્રોહીઓના હુમલાઓ અટકી રહ્યા નથી. ભારતે અરબી સમુદ્ર અને એડનની ખાડીમાં પણ પોતાની નૌકાદળ તૈનાત કરી છે અને યુદ્ધ જહાજો સાથે દેખરેખ પણ વધારી છે.                           

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહાકુંભ વચ્ચે ચીનની ભારતને મોટી ભેટ: કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ થશે
મહાકુંભ વચ્ચે ચીનની ભારતને મોટી ભેટ: કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ થશે
GSSSBની વધુ એક પરીક્ષાની તારીખ જાહેર: સરકારી નોકરીના ઉમેદવારો માટે ખુશખબર
GSSSBની વધુ એક પરીક્ષાની તારીખ જાહેર: સરકારી નોકરીના ઉમેદવારો માટે ખુશખબર
અમદાવાદના ઘોડાસર બ્રિજ પર મોતનું તાંડવ: AMTSના બે ફોરમેન કાળનો કોળિયો બન્યા
અમદાવાદના ઘોડાસર બ્રિજ પર મોતનું તાંડવ: AMTSના બે ફોરમેન કાળનો કોળિયો બન્યા
PFના નિયમોમાં મોટા ફેરફારોની શક્યતા: કર્મચારીઓને થશે આ 5 ફાયદા
PFના નિયમોમાં મોટા ફેરફારોની શક્યતા: કર્મચારીઓને થશે આ 5 ફાયદા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel Prediction : ખેડૂતોને માથે વધુ એક માવઠાનું સંકટ, અંબાલાલ પટેલની મોટી આગાહીHun To Bolish : હું તો બોલીશ :  કોંગ્રેસ તૂટી કે ભાજપે તોડી?Hun To Bolish : હું તો બોલીશ :  કેમ ફૂંકાયું નગરપાલિકાનું દેવાળિયું?Surendranagar Murder case : સુરેન્દ્રનગરના વનાળા ગામે યુવકની કરાઈ હત્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહાકુંભ વચ્ચે ચીનની ભારતને મોટી ભેટ: કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ થશે
મહાકુંભ વચ્ચે ચીનની ભારતને મોટી ભેટ: કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ થશે
GSSSBની વધુ એક પરીક્ષાની તારીખ જાહેર: સરકારી નોકરીના ઉમેદવારો માટે ખુશખબર
GSSSBની વધુ એક પરીક્ષાની તારીખ જાહેર: સરકારી નોકરીના ઉમેદવારો માટે ખુશખબર
અમદાવાદના ઘોડાસર બ્રિજ પર મોતનું તાંડવ: AMTSના બે ફોરમેન કાળનો કોળિયો બન્યા
અમદાવાદના ઘોડાસર બ્રિજ પર મોતનું તાંડવ: AMTSના બે ફોરમેન કાળનો કોળિયો બન્યા
PFના નિયમોમાં મોટા ફેરફારોની શક્યતા: કર્મચારીઓને થશે આ 5 ફાયદા
PFના નિયમોમાં મોટા ફેરફારોની શક્યતા: કર્મચારીઓને થશે આ 5 ફાયદા
મલ્લિકાર્જુન ખડગેનો કટાક્ષ: 'ગંગામાં ડૂબકી મારવાથી ગરીબી નહીં ખતમ થાય' - સંબિત પાત્રાએ આપ્યો આ પડકાર
મલ્લિકાર્જુન ખડગેનો કટાક્ષ: 'ગંગામાં ડૂબકી મારવાથી ગરીબી નહીં ખતમ થાય' - સંબિત પાત્રાએ આપ્યો આ પડકાર
Mahakumbh 2025: કોલ્ડપ્લે સિંગર ક્રિસ માર્ટિન મહાકુંભ પહોંચ્યો, ગર્લફ્રેન્ડ પણ સાથે જોવા મળી, જુઓ વીડિયો
Mahakumbh 2025: કોલ્ડપ્લે સિંગર ક્રિસ માર્ટિન મહાકુંભ પહોંચ્યો, ગર્લફ્રેન્ડ પણ સાથે જોવા મળી, જુઓ વીડિયો
ગુજરાતના ખેડૂતો સોલાર પંપથી કરી રહ્યા છે વીજળીની બચત, સરકારની ₹218 કરોડથી વધુની સબસિડી
ગુજરાતના ખેડૂતો સોલાર પંપથી કરી રહ્યા છે વીજળીની બચત, સરકારની ₹218 કરોડથી વધુની સબસિડી
લિવ-ઇન રિલેશનશિપનો ખૌફનાક ચહેરો, લગ્નનું દબાણ કરતાં યુવતીની લાશને સૂટકેસમાં સળગાવી દીધી
લિવ-ઇન રિલેશનશિપનો ખૌફનાક ચહેરો, લગ્નનું દબાણ કરતાં યુવતીની લાશને સૂટકેસમાં સળગાવી દીધી
Embed widget