શોધખોળ કરો
Alia Bhatt થી લઈ શ્રદ્ધા કપૂર સુધી આ વર્ષ લક્ઝરી કારની માલકિન બની આ એક્ટ્રેસ
Alia Bhatt થી લઈ શ્રદ્ધા કપૂર સુધી આ વર્ષ લક્ઝરી કારની માલકિન બની આ એક્ટ્રેસ

આલિયા ભટ્ટ અને શ્રદ્ધા કપૂર
1/8

Bollywood Actresses New Cars: એવું લાગે છે કે બોલિવૂડમાં આ વર્ષે લક્ઝરી કાર ખરીદવાનો ટ્રેન્ડ આવ્યો છે. આલિયા ભટ્ટથી લઈને શ્રદ્ધા કપૂરે આ વર્ષે લક્ઝરી કાર ખરીદી છે, જેની કિંમત કરોડોમાં છે.
2/8

બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરે તેના કાર કલેક્શનમાં વધુ એક નવી લક્ઝરી કારનો ઉમેરો કર્યો છે. અભિનેત્રીએ તાજેતરમાં Lamborghini Huracan Tecnica ખરીદી છે. આ કારની કિંમત લગભગ 4 કરોડ રૂપિયા છે.
3/8

નેશનલ એવોર્ડ વિનર આલિયા ભટ્ટે પણ આ વર્ષે નવી લક્ઝરી કાર ખરીદી છે. તેણી પોતાના ઘરે Range Rover Autobiographu SUV કાર લાવી હતી. આ કારની કિંમત લગભગ 3.2 કરોડ રૂપિયા છે.
4/8

અભિનેત્રી કિયારા અડવાણીએ પણ આ વર્ષે લગ્ન બાદ લક્ઝરી કાર ખરીદી છે. અભિનેત્રીએ મર્સિડીઝ મેબેક ખરીદી છે. આ કારની કિંમત 2.69 કરોડ રૂપિયા છે.
5/8

આ યાદીમાં પૂજા હેગડેનું નામ પણ સામેલ છે. તેણે હાલમાં જ લક્ઝરી કાર રેન્જ રોવર SV ખરીદી છે. આ કારની કિંમત 4 કરોડ રૂપિયા છે.
6/8

જેકલીન ફર્નાન્ડિસે 1.95 કરોડ રૂપિયાની લક્ઝરી કાર BWM i7 પણ ખરીદી છે. તાજેતરમાં જ અભિનેત્રી તેની નવી કાર સાથે જોવા મળી હતી.
7/8

તાપસી પન્નુએ તેના કાર કલેક્શનમાં એક નવી કાર પણ ઉમેરી છે. અભિનેત્રીએ મર્સિડીઝ-મેબેક GLS600 કાર ખરીદી છે, જેની કિંમત લગભગ 3 કરોડ રૂપિયા છે.
8/8

અભિનેત્રી રકુલપ્રીત સિંહે પણ પોતાને એક લક્ઝરી કાર મર્સિડીઝ બેન્ઝ મેબેક જીએલએસ ગિફ્ટ કરી છે. આ કારની કિંમત 3 કરોડ રૂપિયા છે.
Published at : 27 Oct 2023 04:06 PM (IST)
આગળ જુઓ
Advertisement