શોધખોળ કરો
રશ્મિકા મંદાનાની 19 વર્ષની ઉંમરે જ સગાઈ થઈ હતી, કયા કારણે તુટી હતી 'શ્રીવલ્લી'ની સગાઈ

રશ્મિકા મંદાના
1/7

સાઉથ એક્ટ્રેસ રશ્મિકા મંદાના પોતાની એક્ટિંગ સાથે પોતાની સુંદરતા માટે પણ સતત હેડલાઈનમાં રહે છે. રશ્મિકા પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ઈન્ટરનેટ યુઝર્સ વચ્ચે ચર્ચાનો વિષય બનતી હોય છે.
2/7

રશ્મિકાની 19 વર્ષની ઉંમરમાં જ પોતાના કો-સ્ટાર રક્ષિત શેટ્ટી સાથે સગાઈ કરી લીધી હતી. કિરીક પાર્ટી ના શુટિંગ દરમ્યાન રશ્મિકા અને રક્ષિતે એક બીજાને ડેટ કરવાનું શરુ કરી દીધું હતું. ફિલ્મ બાદ રશ્મિકા અને રક્ષિતે જુલાઈ 2017માં જ એક પ્રાઈવેટ ફંક્શનમાં સગાઈ કરી લીધી હતી.
3/7

રક્ષિત શેટ્ટી અને રશ્મિકાએ સપ્ટેમ્બર 2018માં જ પોતાની સગાઈ તોડવાનો નિર્ણય કરી લીધો હતો. બંને લોકોએ તેમની વચ્ચેના કેટલાક ઈશ્યુના કારણે અલગ થવાનો નિર્ણય કર્યો હતો.
4/7

રશ્મિકા અને રક્ષિતે સગાઈ ટુટ્યા બાદ સમજદારી પૂર્વક પરિસ્થિતિઓને સંભાળી હતી. જ્યારે રશ્મિકાને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી હતી ત્યારે તેણીએ કહ્યું હતું કે, દરેક સિક્કાની બે બાજુઓ હોય છે.
5/7

રશ્મિકાએ ટ્રોલર્સને જવાબ આપતાં કહ્યું હતું કે, મને કે રક્ષિતને કોઈ પણ રીતે આ સ્થિતિમાંથી પસાર થવું પડે એ હું નથી ઈચ્છતી. હું મારા કામ પર ધ્યાન આપી રહી છું.
6/7

રક્ષિત શેટ્ટીએ પણ કહ્યું હતું કે, દરેક અનુભવ ખરાબ કે સારો હોય છે. મને ઘણું બધું શિખવા મળ્યું છે. રશ્મિકા અને રક્ષિત અલગ થયા બાદ રશ્મિકાનું નામ સાઉથના એક્ટર વિજય દેવરકોંડા સાથે જોડવામાં આવી રહ્યું છે પરંતુ હજી સુધી બંનેએ આ વિશે કોઈ નિવેદન નથી આપ્યું.
7/7

રશ્મિકા મંદાના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને પોપ્યુલર પણ છે. રશ્મિકાને તેના ચાહકો "નેશનલ ક્રશ"નું ટેગ પણ આપી ચુક્યા છે. અલ્લુ અર્જુન સાથે પુષ્પા ફિલ્મ કર્યા બાદ રશ્મિકાની પ્રસિદ્ધીમાં ચાર ગણો વધારો થયો છે.
Published at : 19 Mar 2022 05:10 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
